આ પ્રસંગ આપે રામાયણમાં વાંચ્યો છે?

વિષ્ણુએ ઘણા અવતાર લીધા ,એ એટલા માટે કે મનુષ્યોએ કેવી રીતે વર્તવું.એ શીખવવા માટે ,રામાવતાર માં એ શીખવ્યું કે પોતાની પત્ની આકરી કસોટીમાં પાર ઉતરી  હોય, વનવાસના અસહ્ય  દુ:ખોમાં  સાથ  છોડ્યો ન હોય ,એવી વફાદાર પત્નીને એક તુચ્છ માણસના કટાક્ષ થી ગર્ભવતી હોવા છતાં એક અંધવ્યક્તિ ભરોસે અઘોરવનમાં મુકીઆવવાની .આવું માણસોને શીખવ્યું ?

જે હોય તે આપણે  અહિ વાત બીજી કરવાની છે.વાત એમ છેકે !લક્ષમણ  સીતાને રામના કહેવાથી વાલ્મિકી ઋષિના આશ્રમમાં મુકી આવ્યો .અહી સીતાએ એક બાળકનો જન્મ આપ્યો .(ઉતાવળા નહિ થતા શાંતિથી વાંચજો આપનો પ્રશ્ન હશે એનો ઉત્તર મળી જશે.)વાલ્મિકી ઋષિ અંધ હતા .એક વખત સીતા બાળકને ઘોડીયામાં સુવડાવી ઝરણાં ઉપર કપડાં ધોવા ગઈ .વાલ્મિકી ઋષિને બાળકની સંભાળ રાખવાનું કહીને કપડાં ધોવા ગએલી ,બાળક દીકરો હતો અને એનું નામ લવ હતું .

સીતા કપડાં ધોઈ રહી હતી .ત્યારે નજીકના ઝાડ ઉપર એક વાંદરીને પ્રસવ થઇ રહ્યો હતો .સીતા આબધુ જોઈ રહી હતી .થોડીકજ વારમાં બચ્ચાને  સાફ સુફ કરી વાંદરી બચ્ચાંને  સાથે લઇ ઝાડ ઉપર આમ તેમ કુદવા લાગી ,સ્ત્રીઓના કુશળ સ્વભાવ પ્રમાણે સીતા આ વાંદરીની ચેષ્ટા જોઈ રહી હતી .એક ઉર્દુ વાક્ય આ પ્રસંગે  કહું છું .જો હૈ પર્દેમે  પીન્હાં ચશ્મે બિના દેખ લેતી હૈ ઝમાનેકી  તબિયતકા  તકાઝા દેખ લેતી હૈ

વાંદરીને  નાનકડા બચ્ચાં સાથે આમ તેમ કુદતી જોઈ સીતાએ વાંદરીને કીધું તું કેટલી નિર્દય છો .નાના બચ્ચાંને લઈ આમતેમ કુદે છે .તું તારા બાળકને તું આ  બચ્ચું ક્યાંક પડી જશે તો મરી નહિ જાય ?વાંદરી બોલી  હું તારા જેટલી નિર્દય નથી બચ્ચું ગમે તેમ તોય બચ્ચું મારી સાથે છે .તારીજેમ હું આ વાઘ,વરુ સિંહ ,ચિત્તા ,વગેરે હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં એક આંધળાના ભરોસે મુકીને નથી આવી.વાંદરીની વાત  સાંભળી સીતા કપડાં ધોવાનાં પડતાં મુકી ઘરે જઈ લવને લઇ આવી .આ વખતે વાલ્મિકી ઋષિ બાળક પાસે  નોતા .જયારે તે બાળકના ઘોડિયા પાસે આવ્યા .જોયું તો બાળક ઘોડિયામાં નહિ .એટલે ઋષિ ચિંતા કરવા લાગ્યા તેઓએ માન્યું કે નક્કી કોઈ હિંસક પ્રાણી બાળકને લઇ ગયું હશે।હવે મારે સીતાને શો જવાબ આપવો ?એણે તુરત દાભડો (એક્જાતનું  ઘાસ )લઈ આવી એનો પુતળા જેવો આકાર બનાવી પોતાના વિદ્યા બળથી બાળક બનાવીલીધું અને ઘોડિયામાં મૂકી પોતે હીંચકો દેવા લાગ્યા .દાભડા ને સંસ્કૃત માં કુશ કહે છે .થોડી વારે સીતા આવી .અને ઘોડિયામાં બાળક  જોયું .પછી બધી ઘટનાની ખબર પડી એટલે ઋષીએ કીડું કે હવે આ બાળક પણ તારું સમજજે અને તેને મેં દભ્દામાથી બન્યું છે એટલે એનું નામ  કુશ રાખ્યું છે. હવે આ પ્રસંગ આપે રામાયણમાં વાંચ્યો છે ?

19 responses to “આ પ્રસંગ આપે રામાયણમાં વાંચ્યો છે?

  1. Atul Jani (Agantuk) ઓક્ટોબર 5, 2012 પર 12:52 એ એમ (am)

    આવું તો આજે આતાવાણી દ્વારા જ જાણવા મળ્યું.

  2. સુરેશ ઓક્ટોબર 5, 2012 પર 5:47 એ એમ (am)

    તમે ઉપજાવી કાઢ્યો લાગે છે !

    • aataawaani ઓક્ટોબર 5, 2012 પર 6:13 એ એમ (am)

      હાજ તો  એટલેજ રામાયણમાં નથી . પણ તમને ગોઠવણ કેવી લાગી?

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • સુરેશ ઓક્ટોબર 7, 2012 પર 9:09 એ એમ (am)

      તમારી કલ્પના શક્તિને હજાર સલામ !!
      હવે એક નવલકથા લખી નાંખો.

      • aataawaani ઓક્ટોબર 7, 2012 પર 10:09 એ એમ (am)

         હવે હું  રામાયણમાં એક ચોપાઈ છે.ढोल गंवार  शुद्र पशु नारी ,ये सब ताडन के   अधिकारी   એ ચોપાઈ બાબત હું વિગતથી લખવાનો છું .તમારો ઉત્સાહ અને મારા પ્રત્યેનો પ્રેમ ,મારીપાસે કઈ કઈ કરાવી શકશે  આભાર

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

        ________________________________

  3. Vinod R. Patel ઓક્ટોબર 5, 2012 પર 9:57 એ એમ (am)

    રામાયણની નવી આવૃત્તિ થાય ત્યારે આતાજીની કુશ જન્મની આ સ્ટોરી ઉમેરવા જેવી રસ્સ્પદ છે.

    આતા કૃત રામાયણ ભાગ…….? આતાજી તમારી રામાયણ કથા આગળ ચલાવો. .

    • aataawaani ઓક્ટોબર 5, 2012 પર 10:11 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ  તમારા જેવા ઉત્સાહ વર્ધક પ્રેમીયોજ મને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય બક્ષશે ..ઘણો બધો આભાર વિનોદભાઈ  

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  4. jjkishor ઓક્ટોબર 5, 2012 પર 10:43 પી એમ(pm)

    આ વાર્તા તો બહુ જાણીતી છે. પણ એમાંથી પ્રગટતા સવાલો બહુ ઝાઝા છે.

    વાંદરી ને સીતાનો સંવાદ સીતાને કોઈ અવતારી પુરુષની પત્ની માનવા પ્રેરે એવો નથી. આટઆટલાં સંઘર્ષો અને અનિષ્ટોનો સફાયો કરનારની પત્ની, રાવણ જેવા રાવણને દાદ ન દેનારી નારી, પતિવ્રતાપણાનો ઉચ્ચોચ્ચ આદર્શ સ્થાપનારી નારી ઋષિનાં તપ–તેજ ઉપર અવિશ્વાસ કઈ રીતે લાવી શકે ? વાંદરીના કહેવાથી કપડાં મૂકીને છોકરું સંભાળવા દોડે, અને ઋષિની ચિંતાનોય વિચાર ન કરે તે કેવું કહેવાય ?

    ધોબીનો આક્ષેપ ગળે ઊતરે એવો નથી અને રામનો આદેશ તો વળી એનાથીય જાય તેવો છે !!

    દરેક ગ્રંથમાં મૂળ લખાણમાં હંમેશાં ઉમેરા–ઘટાડા થતા જ રહ્યા છે. મૂળ સર્જકની દશા ફેરવી નાખનારી આ વધારા–ઘટાડાની પળોજણ વાર્તાને ક્યાંથી ક્યાં પોંકાડી દે છે ?!!

    • aataawaani ઓક્ટોબર 6, 2012 પર 3:39 એ એમ (am)

       જુગલકિશોરભાઈ એવું કહેવાય છે કે વાલ્મિકીઋષીએ  પોતેજ કીધું છેકે  પારધીએ સારસ પક્ષીની જોડીમાંથી  એકને મારી નાખ્યું.! આ દૃશ્ય જોયા પછી રામાયણ લખવાનો મને વિચાર આવ્યો .આવું જાણવા છતાં કેટલા માણસો એ વાત માનવા તૈયાર છેકે!  રામાયણ એ વાલ્મિકી ઋષીએ લખેલી નવલકથા છે?

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • jjkishor ઓક્ટોબર 6, 2012 પર 4:17 એ એમ (am)

        વાલ્મિકી રામાયણ માટે કહેવાયું છે કે વાલ્મિકીનો શોક શ્લોકત્વ પામ્યો ને રામાયણની રચના થઈ. અહીં સુધી તો બરાબર જ ગણાય. નવલકથા તો ઠીક છે પણ મહાકાવ્ય તો ખરું જ ને. પણ એમાં પછી જે કેટલું ઉમેરાયું તેની માહીતી કોણ આપે ? (વાંદરીવાળી વાત સાંભળી છે પણ તે ક્યાંથી આવી હશે કોને ખબર ?)

        ગીતાના ૭૦૦ શ્લોકો શંખ ફુંકાઈ ગયા પછી સંભળાવવાનું કે આવી ચર્ચા મેદાન પર કરવાનું શું શક્ય છે ? ગીતા પણ મૂળમાં આટલી નહોતી એમ કહેવાય જ છે.

        છાપખાનાં તો હતાં નહીં. હાથે લખીને જ સાહીત્ય વહેંચાતું. કેટલાક વીદ્વાન (?) લહીયાઓ પણ પોતાના ઉમેરા કરી નાખે તેમ બનતું. સીતાજી અંગેની કેટલીક વાતો, વાલીને દગાથી મારવાની વાતો, ઉર્મિલાને થયેલા અન્યાયની વાતો એ બધા પ્રશ્નાર્થો જ છે. કોઈને અન્યાય કરીને પ્રભુત્વ શી રીતે સિદ્ધ કરી શકાય ?

        હમણાં એક વિદ્વાનને સાંભળ્યા હતા. તેમણે કૃષ્ણના સમયમાં થયેલું હીંસાનું માહાત્મ્ય દર્શાવીને ગાંધીની અહીંસાની ટીકા કરી હતી. પણ કૃષ્ણના સમયમાં અહીંસા ક્યાં શોધાઈ હતી ? કૃષ્ણે ચલાવી લીધેલી હીંસાનો ભોગ તેઓ પોતે જ, પોતાના માણસો દ્વારા જ બન્યા હતા ! ગાંધીની અહીંસાનો જવાબ હીંસાથી એના જ દેશના, એના જ ધર્મના માણસે આપ્યો. બુદ્ધ–મહાવીરે તે શોધી પણ એને પ્રયોજી તે તો ગાંધીએ. સદીઓ પહેલાંના હીરોને ભગવાન બનાવીને એનું માહાત્મ્ય તો કરવામાં આવે પણ આ મહાનાયકોના જીવનમાંય કેટલીક વિસંગતીઓ તો સાહીત્યમાં દર્શાવાઈ જ જવાની. રામ–કૃષ્ણ વગેરેને ભગવાન કરતાં મહાનાયક કે મહામાનવ ગણીને ચાલીએ તો સમજવાનું વધુ સરળ ને સાર્થક બને.

        વાત જોકે થોડી બીજા પાટે ચડી ગઈ પણ જૂની રચનાઓમાં આવતાં આવાં પ્રક્ષેપો મોટા પ્રશ્નો ઉભા કરે છે.

        • aataawaani ઓક્ટોબર 6, 2012 પર 4:44 એ એમ (am)

          જુગલકિશોરભાઈ મેં મારા બ્લોગમાં બૃહસ્પતિ  વિષે લખેલું એ આપે કદાચ વાંચ્યું હશે .બૃહસ્પતિ  ઇસુ ખ્રિસ્ત થી          આશરે છસ્સો વરસ  પહેલાં થઇ ગયો .તેના વિષે મેં આજથી ૭૦ વરસ પહેલાં એક ઉર્દુ ચોપડી વાંચેલી , તેમાં  લખ્યું હતું  .सांख्य और दुसरे छे (six )शास्त्रे  यकीं करनेके काबल नहीं है   सिर्फ  इन्सानकी  ज़हन  यकीन करने के काबल है .   जब इन्सान   मरता है तब उसका वजूद ख़त्म हो जाता है .उसका नजात हो जाता है .उसके अंदरसे निकल कर कोई शे जिंदा नहीं रहती ,इंसान एक गैरफानी रूह नहीं रखता .   

            Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

          ________________________________

    • સુરેશ ઓક્ટોબર 7, 2012 પર 9:12 એ એમ (am)

      અને પાછું આપણે એ રામાયણને ૧૦૦ % સત્ય માનીએ છીએ. એમાં બતાવેલા નક્ષત્ર, તારાના વર્ણન પરથી ‘ રામ જન્મ ૪૦,૦૦૦ વર્ષ પહેલાં થયો હતો.’ – એવાં વિધાનો પણ થયાં છે. આધુનિક ખગોળશાસ્ત્ર ને કોમ્પ્યુટર પ્રોગ્રામોની મદદ લઈને!
      અનેક રિસર્ચ પછી પ્રમાણિત થયેલ કાર્બન ડેટિંગ ખોટાં – પણ રામાયણ અને મહાભારત મહાન અને પ્રમાણ!!!

      • aataawaani ઓક્ટોબર 7, 2012 પર 9:58 એ એમ (am)

        હું રામાયણ ,મહાભારત,છ શાસ્ત્રો,વેદ ,ઉપનિષદ,.  પુરાણ .ઈત્યાદીને ખોટાં કહેનાર આજથી ૨૬૦૦ વરસ પહેલા ભારતમાં બ્રાહમણ કુટુંબમાં જન્મ  લે નાર સમર્થ ફીલોસોફરને હું સન્માનની  દૃષ્ટિથી જોઉં છું .તેઓએ કીધું કે માત્ર માણસની બુદ્ધિજ ભરોસા લાયક છે .મેં વાંચેલી ઉર્દુ બુકમાં લખ્યું હતું કે सिर्फ इनसान की ज़हन यकीनके काबिल है જહન=બુદ્ધિ    બૃહસ્પતિ માંસાહાર નો વિરોધી હતો .છતાં એને કહેલું કે अगर इन्सानकी ज़हन ये साबित करे की बगैर  गोस्त खाए इन्सान अपनी ताकत और दानाई  खो बैठेगा तो गोस्त खाना मुनासब है

          Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

        ________________________________

  5. CHAMAN KUMAR GAJJAR ઓક્ટોબર 9, 2012 પર 9:52 એ એમ (am)

    હા,આ પ્રસંગ મેં લોક રામાયણ માં વાંચ્યો છે.આ એક ઘણું જુનું લોકકથાનક છે.ઘણે ઠેકાણે કહેવાય છે.

    • aataawaani ઓક્ટોબર 12, 2012 પર 4:25 પી એમ(pm)

      તુલસી રામાયણ કે વાલ્મીકી રામાયણ માં હોય એવું સાંભળ્યું નથી. કોઈ ભેજાબાજની નીપજ હોય એવું લાગે છે.

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  6. CHAMAN KUMAR GAJJAR ઓક્ટોબર 9, 2012 પર 9:55 એ એમ (am)

    શાસ્ત્રો ને ખોટાં કહેનારો ખુદ જ ખોટો છે.આખા બ્રહ્માંડ માં ઘણી વસ્તુ એવી છે જેનો પાર પામવો મુશ્કેલ છે.

  7. Pmpatel મે 9, 2015 પર 5:33 એ એમ (am)

    Rationalism apnavya pachhi mane to badhaj sastro purano gapgoda lage chhe.

  8. jugalkishor મે 9, 2015 પર 5:48 પી એમ(pm)

    પોતાની જ વાત સાચી છે ને બાકીનું બધું ખોટું છે તેવી વાત રૅશનલીઝમમાં ન હોય. પુરાણોની વારતાઓ કલ્પના અને વાસ્તવ બન્નેને સાથે રાખીને ચાલે પણ તેનો ઉદ્દેશ લોકોને ખોટી વારતા સંભળાવવાનો નથી હોતો. તેના દ્વારા અનેક પ્રકારના સાત્વિક સંદેશાઓ પહોંચાડવાના હોય છે. ભારતીય પરંપરામાં અન્ય દેશો કરતાં સાત્વિકતા બચી શકી હોય તો તે આ વારતા+ઉપદેશોને કારણે. વાર્તારસ ક્યારેય જૂનો થતો નથી તેથી અને અભણ લોકો પણ યાદ રાખી શકે તેથી હોય છે…….

    વેદો કોઈને સમજાય નહીં તેથી ઉપનિષદો અને પુરાણોએ એ શાસ્ત્રોને વાર્તારૂપે સહેલાં બનાવ્યાં…દુનિયામાં જ્યાં પણ સાત્વિકતા ટકી હશે તો તેમાં આ વાર્તાતત્વે ભાગ ભજવ્યો જ હશે…..

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: