ઘરડા થયા કે દુનિયામાં કોઈનાય

ગીતનો રાગછે .”વાલમને રેઢો મેલતા મારું મનડું   નથીય  માનતું ”

ઘરડા થયાકે દુનિયામાં કોઈનાય  નો રહ્યા .

\પુત્રોના પરિવારમાં બાપો આંખે  ચડી ગયા …..ઘરડા  1

વેલી સવારે ભજન  ગાયું તો છોકરાં ચિડાઈ ગયાં

માની પાંહે જઈ રાવ ખાધીકે બાપા  ગાંડા થયા …..ઘરડા 2

હેડીનો ભાઈબંધ  ઘેર આવ્યો બાપા ચાનું કેવા ગયા

ભણેલી  વહુએ છણકો  કિધોકે  આવા ક્યાંથી  મર્યા ….ઘરડા 3

ઘર ઘર માટીના ચુલા છે સમજી મેમાન જાતા રયા

વાંહે જઈ બાપાએ માફી માગીતો મેમાન રડી પડ્યા ….ઘરડા 4

હેમત” આતા “ફિનિક્ષ શહેરમાં રેવા જાતા રયા

સુરેશ જાનીએ બ્લોગ આપ્યા પછી મીત્રુ જાજા થયા ….ઘરડા 5

6 responses to “ઘરડા થયા કે દુનિયામાં કોઈનાય

  1. સુરેશ સપ્ટેમ્બર 29, 2012 પર 4:47 એ એમ (am)

    આટલું બધુ ગનાન, તોય આતા ગઈ ગુજરી ચ્યમ નો ભૂલ્યા?
    —————
    जो बात गई सो बीत गई|
    —————
    જીવનમેં એક સિતારા થા
    માના વો બેહદ પ્યારા થા
    વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
    અંબરકે આનંદકો દેખો
    કિતને ઇસકે તારે ટૂટે
    કિતને ઇસકે પ્યારે લૂટે
    જો છૂટ ગયે ફિર કહાં મિલે
    પર બોલો ટૂટે તારોં પર
    કબ અંબર શોક મનાતા હૈ?
    જો બીત ગયી સો બાત ગયી

    જીવનમેં વહ થા એક કુસુમ
    થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
    વહ સૂખ ગયા તો સૂખ ગયા
    મધુવનકી છાતીકો દેખો
    સૂખી કિતની ઇસકી કલિયાં
    મુરઝાયી કિતની વલ્લરીયાં
    જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
    પર બોલો સૂખે ફૂલોં પર
    કબ મધુવન શોર મચાતા હૈ?
    જો બીત ગયી સો બાત ગયી

    જીવન મેં મધુકા પ્યાલા થા
    તુમને તન મન દે ડાલા થા
    વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
    મદીરાલયકે આંગનકો દેખો
    કિતને પ્યાલે હીલ જાતે હૈં
    ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
    જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
    પર બોલો ટૂટે પ્યાલોં પર
    કબ મદીરાલય પછછાતા હૈ
    જો બીત ગયી સો બાત ગયી

    મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
    મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
    લઘુ જીવન લેકર આયે હૈં
    પ્યાલે ટૂટ હી કરતે હૈં
    ફિર ભી મદીરાલયકે અંદર
    મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
    જો માદકતા કે મારે હૈં
    વે મધુ લૂટા હી કરતે હૈં
    વો કચ્ચા પીને વાલા હૈ
    જિસકી મમતા ઘટ પ્યાલોં પર
    જો સચ્ચે મધુ સે જલા હુઆ
    કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
    જો બીત ગયી સો બાત ગયી

    – હરિવંશરાય બચ્ચન

    બીગ-બી ના સ્વ. પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની આ બહુ જ પ્રસિદ્ધ રચના છે. પ્રથમ પત્ની શ્યામાના અવસાન બાદ તેઓ બહુ નીરાશાના ગર્તામાં સરી પડ્યા હતા. એક વર્ષ સુધી આ હતાશા તેમને ઘેરી વળી હતી. કો’ક પળે તેમને એ સત્યનું ભાન થયું કે તેમણે જીવન પસાર તો કરવું જ રહ્યું. તે વખતની તેમની આ નવાગંતુક જાગૃતિમાં આ રચના રચાઇ હતી.

    જીવનનો નશો કાયમી રહે તે જરૂરી છે. કદાચ નશા(Passion) વગરનું જીવન તે જીવન જ નથી. તે કયા પાત્રમાંથી આવે છે કે, પીનારનો પ્યાલો કેવો છે તે અગત્યનું નથી.

    તેમનો ગયેલો નશો પાછો આવ્યા પછીની તેમની રચનાઓ બહુ જ અદ્ ભૂત અને વખણાયેલી છે.

  2. pragnaju સપ્ટેમ્બર 29, 2012 પર 5:39 એ એમ (am)

    હેમત” આતા “ફિનિક્ષ શહેરમાં રેવા જાતા રયા………………………….

    સુરેશ જાનીએ બ્લોગ આપ્યા પછી મીત્રુ જાજા થયા

    ફિનિક્ષ પક્ષી રાખમાંથી બેઠું થઈ ગયું-
    માટીનું ઠીકરુંને કંચનનું કરવા અને એઠુંને શબરીનાં બોર કરવા!

    • aataawaani સપ્ટેમ્બર 29, 2012 પર 7:18 એ એમ (am)

      સુરેશભાઈ મને પણ મારી પત્નીનો વિયોગ એક વરસ સુધી નોતો ભૂલાતો. અને ઘડપણમાં બહુ આકરું પડી જતું હોયછે .વિનોદભાઈ પટેલ કહે છે એમ વીત્યું હોય એ જાણે . મારો કોઈ ઘરની અંદર ભીતું સિવાય સથવારો નહિ .હું ડેવિડ સાથે કૃજ્માં ગયો .અને જીવી ગયો એમ કહેવાય .તમારા જેવા સન્મિત્રો મળ્યા .અને મને તંદુરસ્તી ભર્યું જીવન જીવવાનું બળ મળ્યું . 

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: