અમેરિકાની થોડીક વાતુ

એક આપની આગળ મારી નબળાઈ ન છૂટકે  જાહેર કરું  છું.કે   વર્ડ પ્રેસ્સ વાળો ક્યે  છે કે તમારી કોમેન્ટ  કોક કોક પહોંચે છે .એણે કીધું તમે ખોટે રસ્તે ચડી જાવ છો .પણ એણે મને સાચો રસ્તો બતાવ્યો નહિ .તો આપને કોમેન્ટ ન પહોંચે તો ખીજાઈ નો જાતા હવે હું એક ગીત રજુ કરું છું  આપના મગજનો થાક ઉતારવા (હું  ખોટું બોલ્યો એવું લાગેતો સુ રેશને પૂછો

યુ।એસની થોડીક વાતુ કઈ  જાજેરી બાકી રાખી ભઈ (ઇતાં બાપુ કેવા જેવીયુ  નઈ )

છોકરા ભેગીયુ ફરે છોકરીયું  ઈમાં વાંધો માબાપ લ્યે  નઈ મનમાં આવેતો બચી ભરી લ્યે ઉભી બજારે ભઈ …..યુ।એસની

લઘર વઘર લૂગડાં પેરે ,ઉંધી ટોપીયું  ભઈ ડુંટી વીંધાવીને  વાળિયું પેરે કયા માં કોઈના નઈ …….યુ એસની

ગાજર સફરજન એકજ ભાવે ઓલી ડુંગળી મોંઘી થઇ ,કાજુ બદામું માંડવી (મગફળી )મેથી એકજ ભાવે વેંચાઈ …યુ .એસ ની

બોળાં પાણી તોય પાણી નો લ્યે લુઈ નાખે કાગળીયો લઈ કાગળની થાળીયું કાગળના વાટકા કાગળના રૂમાલીયા  સઈ ….યુ .એસની ”

આતા “બગીચામાં ફરતોતો ઈને છોકરી ભટકાઈ ગઈ બાણું વરહની ઉમર ઈની નજરે ચડી નઈ …….યુ .એસની

9 responses to “અમેરિકાની થોડીક વાતુ

 1. Suresh Jani સપ્ટેમ્બર 28, 2012 પર 6:19 એ એમ (am)

  મસ્ત કવિતા બનાવી , જો કે, હવે તો દેશમાં ય આવું જોવા મળે છે !!

 2. Atul Jani (Agantuk) સપ્ટેમ્બર 28, 2012 પર 6:21 એ એમ (am)

  વિકસીત દેશ કે’વાય. ક્યારેક કપડાં પેરે ઈયે ઘણું કહેવાય. આવા બધા દેશોમાં આપણાં લેખકો અને પત્રકારો ફરે અને પછી ભારતમાં આવીને ભારતના માણસોને બેવકુફ કહીને ગાળો આપે.

  • aataawaani સપ્ટેમ્બર 28, 2012 પર 7:57 એ એમ (am)

   અતુલભાઈ તમારી વાત સાચી છે.મોટા કથાકારોએ અહીનું ઊંડાણ જોયા વિના બે મોઢે દેશમાં આવ્યા પછી વખાણ કરવા માંડી જાય છે .હું આપને વાત કહું કે અહી કેટલાક સ્થળો ,સરો વારો છે ત્યાં સ્ત્રી પુરુષને નગ્ન નાવાની છૂટ છે.  તમને નવી લાગશે .હું આ દેશમાં ૪૦ વરસથી રહું છું .અમેરિકન સિટીજન થવા માંગતો નથી .ભાષા પણ આપણી મારા ગામડાની પણ ભૂલ્યો નથી . આભાર

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 3. yuvrajjadeja સપ્ટેમ્બર 28, 2012 પર 8:12 એ એમ (am)

  જોરદાર આતા, બહુ જ મસ્ત .ખૂબ જ ગમી આ કવિતા

 4. jjkishor સપ્ટેમ્બર 28, 2012 પર 6:38 પી એમ(pm)

  સંસ્કૃતિ વિરુદ્ધની વાતો કરીને ભારતની વગોવણી ને પરદેશનું બધું સારુસારું દેખાડવાની ગાંડી ફેશન થઈ ગઈ છે. કાગડા બધે કાળા જ હોય. તમે ન્યાંકણેં રૈનેય ન્યાંના નૉ થ્યા ઈ કાંય જેવી તેવી વાત નથ્ય. ભીતર હાર્યે ભાયબંધી રાખે ઈને કાંય નૉ નડે…

  તમારા બગીચાના અનુભવે બાણુ વરહ યાદ કરાવી દીધા !

  • aataawaani સપ્ટેમ્બર 29, 2012 પર 5:27 પી એમ(pm)

   પ્રિય જુગલ કિશોર ભાઈ કે પછીગૂગલ મોટા ભાઈ ? તમારી વાત ખરી છે . ભાનુ (મારી ઘરવાળી )પૂછે હિંમતને કયો ભલેરો  દેશ फिर  हिम्मतने जवाब दिया ભલપણમાં ભારત ભલો  પૈસે ભલો  u .s  

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 5. Kandoriya Malde સપ્ટેમ્બર 28, 2012 પર 7:49 પી એમ(pm)

  dada have videsh ni lat apda desh ma pal lagi gay 6e…….ane haju avta varso ma ano vikas vadhu dhavano 6e ama koi sanka nathi……

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: