મારા વાલા તું આવકારો મીઠો દેજે

હેજી તારે આંગણીએ કોઈ આશા  કરીને તો આવકારો મીઠો આપજે  રે ..જી

હેજી તારે કોઈ સંકટ જો સંભળાવે તો બનેતો  થોડાં  કાપજે  રે।.જી …..1

માનવીની પાહે કોઈ દી માનવી નો આવે તારા દિવસો જોઈ દુખીયારા આવે રે ….આવકારો 2

કેમ તમે આવીયા  છો એવું નવ પૂછજે ઈને હરવે હરવે તું બોલવાને દેજે  રે ……આવકારો 3

વાતુ ઈની  સાંભળી તું આડું  નવ જોજે ઈને માથું તો હલાવી હોંકારો દેજે રે ……આવકારો  4

“કાગ “ઈને પાણી  પાજે સાથે બેસી  ખાજે ઈને ઝાંપા સુધી વળાવવા  તું જાજે રે  ….આવકારો 5

7 responses to “મારા વાલા તું આવકારો મીઠો દેજે

 1. pragnaju સપ્ટેમ્બર 27, 2012 પર 7:15 એ એમ (am)

  એ જી એને માથું રે હલાવી હોંકારો દેજે રે,
  અમારો પૌત્ર પૂછે કે હોંકારો શું છે?

  હોંકારો કરવાથી બે-ત્રણ વાનાં એકસામટાં બને છે. પહેલું તો વીતકકથા કરનારને પોતાની વાત સંભળાય છે-ની પ્રતીતિ થાય છે. બીજું, સાંભળનાર બીજે કશા ધ્યાનમાં નથી એવુંય લાગે. વળી, રજૂઆતકર્તા પોતાનું વીતક કહેતાં કહેતાં રડી પણ ન પડે જો હોંકારો દેવાતો હોય તો… અને આમ વીતક કહેતાં-સાંભળતાં જો ડૂમો ભરાઈ જાય, આંખ ઝળઝળિયાંળી બની જાય, અવાજ ભારે બની જાય તો… ‘‘કાગ’ એને પાણી પાજે,’ અને વધુ આવકાર આપવા માટે જો સમય થયો હોય તો સાથે બેસીને જમવાનીય ભલામણ કરે છે. ‘હોંકારો’, ‘ભેળો’ જેવા તળપદા શબ્દો દેશિંગાની ઝાંખી કરાવે છે. અને છેલ્લે આવતી પંક્તિ ‘આવકારા’ની પરિસીમા દર્શાવે છે. પૂર્ણ આવકાર આપ્યો કોને કહેવાય!? તો કહે છેઃ ‘એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે,’ ઘરમાં આવનારને આવકાર આપવાનો ને એની વિદાયવેળાએ પણ છેક ઝાંપા સુધી મૂકી આવવાનો. વિદાયવેળાના બે બોલ – ‘એ આવજો’ કહી પુનઃ આવકાર આપવાનો; ‘એ રામ રામ, આવજો ફરી’. ઘણાને એમ કે ઝાંપા સુધી વળાવી આવીએ તો મહેમાન પાછા આવી જવાની ભીતિ ન રહે – એવો કશો ભાવ આ કવિતામાં ક્યાંય પ્રગટતો નથી.
  ‘કાગ’ની આ કવિતામાં માણસાઈના ગુણોનો હોંકારો સંભળાય છે.
  વાહ દેશીંગાવાળા !

  કો’ક દિ’ દેશીંગામાં પણ ભૂલને ભગવાન..રે..

  અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

  • aataawaani સપ્ટેમ્બર 27, 2012 પર 8:09 પી એમ(pm)

   પ્રજ્ઞા બેન અશોક મોઢવાડિયા  કહે છેકે  હું કદાચ દેશીંગાની મુલાકાત લઉં .મેં એને કીધુકે જો જાતો મારા અને મારા દીકરાઓના જન્મના ઘરોના ફોટા પાડજે .મારો જન્મ દરબારે રહેવા માટે ઘર આપેલું તેમાં થયેલો અને મારા ભાઈ અને બંને દીકરાઓનો જન્મ મારા બાપની માલિકીના ઘરમાં થયેલો .દેશીંગા ના ફોટા તમે જોયા ?  દેશીંગા માં જન્મેલા અમે ચાર જણા અમેરિકામાં રહીએ છીએ .હું ચાલીસ વરસથી અમેરિકામાં રહું છું .પણ અમેરિકન સિટીજન થવા માગતો નથી આવો આતા જેવો બીજો માણસ તમને નહિ મળે  .

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. kanakraval સપ્ટેમ્બર 27, 2012 પર 9:08 એ એમ (am)

  ના રે ના. આતાતો હજારે એક નીકળ્યા.
  હજુતો ભગવાનને તક મળે ઈ પેલા
  દુનિયાના ૮૧૭૫ માણ્સુએ તારા બ્લોગની મુલાકાત લીધી.
  વાત છે, કાંઈ?- કનક્ભાઈ

  તમે લખ્યું:

  “એલા આતા તું મરે જાશ આ કમ્પ્યુટર થાકે જાશ પણ તું નેથ થાકતો .અતાણ હુધીમાં તી ૧૦૯ પોસ્ટ કરે દીધા .દુનિયાના ૮૧૭૫ માણ્સુએ તારા બ્લોગની મુલાકાત લીધી .હજેતો તુને બ્લોગમાં આવ્યે
  દહજ મહિના થયા છે.એલા કોકની નજર નો લાગેજાય.माशा अल्लाह .મતલબકે તુને ખરાબ નજરથી ભગવાન બચાવે.”

  • aataawaani સપ્ટેમ્બર 27, 2012 પર 7:54 પી એમ(pm)

   કનક ભાઈ  ૮૧૭૫  હતા હમણાં ૮૨૪૦ છે.કમ્પ્યુટર બરાબર કામ નથી આપતું .ક્યએક મુંજવણ ઉભી કરે છે.ઈ મેલ પુરા વાંચવા નથી દેતું પણ   હું ગાડું  ચલાવે જાઉં છું.

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 3. Atul Jani (Agantuk) સપ્ટેમ્બર 28, 2012 પર 2:24 એ એમ (am)

  હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે,
  આવકાર મીઠો….આપજે રે જી…..

  હેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે, રે,
  બને તો થોડું…..કાપજે રે જી…….

  માનવીની પાસે કોઈ…. માનવી ન આવે….
  રે….. (2)

  તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
  આવકાર મીઠો…..આપજે રે જી…. [1]

  કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે….
  રે…..(2)

  એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે –
  આવકાર મીઠો…..આપજે રે જી…. [2]

  વાતું એની સાંભળીને….આડું નવ
  જોજે….રે…..(2)

  એને માથું એ હલાવી હોંકારો દે જે રે –
  આવકાર મીઠો…..આપજે રે જી…. [3]

  ‘કાગ’ એને પાણી પાજે….
  સાથે બેસી ખાજે…… રે…. (2)

  એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
  આવકાર મીઠો…..આપજે રે જી…. [4]

  http://lapaliya.wordpress.com/2008/07/24/%E0%AA%B9%E0%AB%87%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AB%80%E0%AA%A8%E0%AB%87/

  • aataawaani સપ્ટેમ્બર 29, 2012 પર 6:21 પી એમ(pm)

   પણ કેટલાક મેમાનો લોઠાએ લાડકા થાય  મને ખાંડ  નાખેલો ચા નથી ભાવતો મધ નાખેલો ચા  ભાવે  છે કાલથી તમે મને મધ નાખેલો ચા આપજો .આવા મેમાન ઘરેથી ખસવાનું નામ નો લ્યે .ધણી ધણીયાની  વચ્ચે કુસંપ થાય એવી વાતો કરે .આવા અતિથી આવે તો શું કરવું. એના જવાબનું ભજન આતા પાસેથી સાંભળો હેજી તારે આંગણિયે  ખટપટયો મેમાન આવે તો  ઉભવા ન દેજે આંગણે રેજી હેજી તુને ભોળવીને વાતું કઢાવવા આવે તો વેળાસર એને કાઢ જે રે જી …..હેજી ૧ કેમ તું અહી આવીયો છો એવું જટ પૂછજે  એની  બોલતીજીભડીને બંધ કરી દેજે રે ….ઉભવા ૨ ભાગ નળે(મ્યુ.પાલીતીના)પાણી પીજે  લોજે જઈને જમજે માર ખાધા  વિના  જટ ભાગી જાજેરે   …ઉભવા ૩ આતા “કહે આજગતમાં  ધુતારા વસે ઘણા એવાને ધોકો લઈને વાહે પડી જાજેરે …ઉભવા 4       

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: