દેશીંગાનો ઈતિહાસ – ૮ ; કાનાબાપા

નાગાબાવાએ  ચમત્કાર  બતાવ્યા  પછી બાપુ એ  નાગાબાવાને  શિવમંદિરની આજુબાજુની  વિશાલ જમીન ભેટ આપી અને બીજાં ઇનામો પણ આપ્યાં. આ બાવાના કોઈ ચેલાએ લગ્ન કરી લીધાં ,જેનો પરિવાર હાલ દેશીંગામાં  વસેછે.ચમત્કાર બતાવનાર મુખ્ય બાવા નું મૃત્યુ થયા પછી તેને મંદિરના આંગણાંમાંજ  દાટી ઉપર સમાધિ બનાવવામાં આવી જે તોડી નાખવામાં નહિ આવી હોયતો હાલ  મોજુદ હશે.મુખ્ય બાવા પછી તેના પરિવારના  પુરુષ સભ્યોને મૃત્યુ પછી મંદિરના આંગણામાંજ દાટવામાં આવતા .અને  મૃત્યુ પામેલી સ્ત્રી સભ્યને  મંદિર પાછળ દાટવામાં આવતી .કાનાબાપા રબારી પસાયતાને એક વખત હરિશંકરભાઈ  વહીવટદારના  મોટા ભાઈ  બહેચરલાલ ભાઈ ના પાંચસો જેટલા રૂપિયા લઇ, ઘોડા ઉપર બેસી  ,રાતનાં  વખતે બાંટવા જવાનું થયું .સાથે બિસ્તરો લઇ દેવરખીભાઈ  મેઘવાળ પણ ચાલતા ગએલા .કાનાબાપા  અને દેવરખી ભાઈ જી રહયા હતા ,ત્યારે બળદગાડા ઉપર  બેસી ત્રણ  ભાયડા જઈ રહયા  હતા .તેઓ અને કાનાબાપા ,દેવરખી ભાઈ  સાથે વાર્તાલાપ ઉપરથી જાણવા મળ્યું કે કનાબાપા પાસે પૈસા છે.ભોળા અને સરળ સ્વભાવના કાનાબાપા અને દેવરખીભાઈએ   બધી માહિતી ગાડાવાળા લોકોને આપી દીધી .થોડીવાર પછી  ગાડાવાળા  બોલ્યા કે અમારે રોકાઈ જવું પડશે એટલે એ લોકો રોકાઈ ગયા .અને પછી એ લોકો હોય કે બીજા લુંટેરા હોય એતો રામ જાણે પણ દેવરખીભાઈને બિસ્તરો પકડેલો એ હાથ ઉપર લાકડી મારી એટલે બિસ્તરો પડી  ગયો .એ બિસ્તરો ડાકુઓએ લઇ લીધો .અને કાનાબાપા પાસેથી પૈસા કઢાવવા સખત માર  માર્યો .કાનાબાપા પસાયતા એ ગરાસદાર હતા ,એમ સહેલાયથી થોડા પૈસા કાઢી આપે ? કાનાબાપાને  સખત માર પડયો તેઓ બેભાન થઇ ગયા .એટલે ડાકુઓએ ખાંખાખોળા કરી પૈસા મેળવી લીધા .દેવરખી ભાઈએ  દેશીંગા જઈ બનાવની જાણ કરી એટલે કેટલાક હથિયાર ધારી  માણસો આવ્યા. અને  લોહી લોહાણ કાનાબાપાને  ઘર ભેગા કર્યા .ઘરે કાનાબાપા ના દીકરા રાણાની વહુએ જખમમાં ધુંહ અને મીઠું ભરી ઉપર પાટો બાંધી દીધો અને કાનાબાપા ની સારવાર આદરી ,ગામલોકો કાનાબાપાને જોવા આવ્યા દરબાર પોતે પણ કાના બાપાને  જોવા આવ્યા અને કાનાબાપા ની જવાંમર્દીને બિરદાવી પણ આવી બહાદુરી બદલ કંઈ ઇનામ આપ્યું નહીં .પંદરેક દિવસ કાનાબાપાએ રાણાની  વહુ કામીની  સેવા લીધી .કામી  બોરડીની  અંતર છાલ થી જખમને  ધોઈ  ફરીથી ધુંહ મીઠું ભરી દેતી .ધુંહ એટલે  શું એ  હાલની દેશીંગામાં જન્મેલી પ્રજાને પણ ખબર નહિ હોય .તો હું સૌની  જાણ ખાતર  લખું છું .ઘરમાં છાણાં લાકડાં બાળીને રસોઈ થતી હોય ,એનો ધુમાડો  ઘરની છતમા  કરોડિયાઓએ  જાળાં બનાવ્યાં હોય ,એમાં ચોટે           આવાં  ધુમાડા યુક્ત જાળાં ને  ધુંહ કહેવાય .કાનાબાપા સાજા સારા થઇ ગયા .અને ગામની ચોકી કરવા મંડી ગયા .અભાગિયા કાનાબાપાને  ફરીથી ચોર લોકોનો માર ખાવો પડ્યો એની વિગત એવી છેકે  દેશીંગામાં  રામજી મંદિર જેના સ્મરણાર્થે  રીપેર થયું છે .એ પોપટલાલ ધરમશી માટલીયા ના ઘરે ચોર આવ્યા ઘરમાં બાકોરું પડી રહ્યા અને કાનાબાપાએ  જોયા અને પડકાર્યા .એટલે  ચોરોએ  ઘરમાં બાકોરું પડવાનું પડતું મૂકી ,કાનાબાપાને  મારવા માંડ્યા અને મારી લીધા પછી ચોર લોકો ભાગી ગયા .અને પોપટ ભાઈના ઘરમાં ચોરી થતી અટકી ગઈ .

2 responses to “દેશીંગાનો ઈતિહાસ – ૮ ; કાનાબાપા

  1. gold account સપ્ટેમ્બર 29, 2012 પર 12:08 પી એમ(pm)

    દેશીંગા માં પિંજારા , મેમણ, લુવાણાના ઘર પણ હતાં .પણ પછી એલોકો બહાર ગામ રહેવા જતા રહેલા હાલ ફોગાભાઈ રહે છે ,એ મેમાંનનું ઘર હતું .ધનજીભાઈ જુલાસના રહે છે એ ઘરમાં લીલાધર લુવાણા રહેતા પણ હવે નથી કોળીના (ઘેડીયા )ઘર હજી છે.પછી મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા અને એમના પત્ની સુંદરમાં દેશીંગા માં ગરેજ ગામથી રહેવા આવ્યા . ગરેજ્માં મેર યજ્માંનોમાં કોઈ ધાર્મિક ક્રિયા થાય તો જે ગોર હાજર હોય તે વિધિ પતાવી આવે અને પછી એમાં દરેક ભાઈઓના ભાગ પડે .દરેક બ્રાહ્મણો પાસે ખેતીની જમીન હતી આ જમીન યજમાનોએ પોતાના પિતૃ ઓની પાછળ દાનમાં આપેલી હતી .એટલે બધા ખેતીવાડીના કામમાં હોય એટલે જે ભાઈ નવરો હોય એ યજમાનોનું ધાર્મિક પ્રસંગ કરી આવે અને પછી જે આવક થઈ હોય એમાં દરેક ભાઈઓના ભાગ પાડવામાં આવે આમ ભાગ પાડવામાં ઝઘડા થતા .એટલે આવા ઝઘડાથી અને યજમાન્વૃતીથી કંટાળી બધું છોડીને નોકરી કરવાના હેતુથી દેશીંગા આવ્યા .અને દરબારને મળ્યા અને પોતાને કોઈ પ્રકારની નોકરી માં રાખી લેવા દરબારને વાત કરી .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: