આદ્ય સ્થાપકો – રત્નો અને દેવશીંગ

હું મારા જન્મ સ્થળના ગામ દેશીંગા વિષે થોડુંક  લખું  છું .આ માટે મારામાં જીજ્ઞાસાવૃત્તિ જન્માવનાર  પરમેશ્વરનો હું આભાર માનું છું.અને જે વડીલો પાસેથી વાતો સાંભળી છે.એવા ગોવાભગત ,કાનાબાપા રબારી ,મારા નરભેરામ બાપા વગેરેનો હું આભાર માનું છુ.અને મને દેશીંગા વિષે લખવાની વિનંતી કરનાર માલદે કન્ડોરીયાનો અને બ્લોગમાં મુકવાની વિનંતી કરનાર સુરેશજાની અને મારો એમને પરિચય કરાવનાર કલાગુરુ રવિશંકર રાવળના સુપુત્ર કનક રાવળ નો અને મને કાળી રાત્રે દોડતો આવીને હર્ષભેર કમ્પ્યુટર માં માર્ગ દર્શન આપનાર અમેરિકન મિત્ર ક્રિશનો  હું ઘણો બધો આભારી છું .

હાલ જ્યાં દેશીંગા ગામ વસેલું છે.વર્ષો પહેલાં એ સ્થળ ઘાટા  બાવળની ઝાડી વચ્ચે ઉજડ  ટીંબો હતું .થોડા વર્ષો પછી ત્યાં  પોતાનાં ઢોર ઢાંખર લઇ એક ચારણ કુટુંબ વસવા આવ્યું .અને એમણે ત્યાં નેસડો નાખ્યો.               ચારણ કુટુંબનો વડો હતો ,તેનું નામ રત્નો હતું .આ વાતને વર્ષો વિત્યા પછી  એક  દેવશીંગ  નામના ભાટ અથવા ગરાસીયાયે  એ વિસ્તાર  ઉપર પોતાનો કબજો જમાવી દિધો .એને અહિ  ખેતી વાડી કરવાનો અને પધ્ધતિ સરનું  ગામ વસાવવાનો વિચાર આવ્યો ,આ માટે એણે પ્રારંભમાં મણવર શાખાના પટેલોને વસાવ્યા .અને પછી સગે  સાગ્વે બીજી શાખાના પટેલો પણ આવી વસ્યા .અને પછીતો ખેતી કરવાના હેતુથી કન્ડોરીયા શાખાના સોરઠીયા આહેરો પણ આવ્યા .હાલ દેશીંગા માં હેઠાણ ફરિયામાં  વસેછે .તેમના વડવાઓ  પછીતો થોડા મેઘવાળ લોકો એક વાલ્મીકિ સમાજનું કુટુંબ, થોડાંક વસવાયાં , આવ્યાં .અને એક ગામ વસી ગયું .અને ગામનું નામ દેવશી ન્ગે  પોતાના નામ ઉપરથી દેવશી ન્ગા  રાખ્યું .જાતે દાડે “વ” અક્ષર નો લોપ થયો ,અને ફક્ત દેશીંગા  નામ રહી ગયું જે અત્યાર સુધી ચાલે છે.જમીનમાં  ખેતી થવાના કારણે  ઢોરને ચરાવવાની  જમીન ઓછી થઇ ગઈ . આકારણે  માલધારી ચારણોને  ખેડૂતો પ્રત્યે જબરજસ્ત ઈર્ષા પેદા થઇ .એટલે ચારણો ખેતરોમાં ભેલાણ કરવા માંડયા .એટલે ખેડૂતોએ એક બાબી જાતના પઠાણ ને  રખેવાળ તરીકે રાખ્યો .જેમ ખેડા જીલ્લામાં પઠાણ રખાઓ રાખતા .હાલ શીખ રખાઓ છે .પાકિસ્તાનનું સર્જન થયા પછી  પઠાણો  જતા રહેલા .ર”માંડલિક નું પતન  થયા પછી બાબી રજવાડાં ઘણાં થયાં .જુનાગઢ ,માણાવદર ,સરદારગઢ  ,બાંટવા . વગેરે જાતે દાડે  રાખોલીયો બાબી પઠાણ દેશીંગાનો ધણી રણી થઇ ગયો .એણે દેવીશિંગ ને ભગાડ્યો ,અને ચારણોને પણ ભગાડી મુક્યા ,જયારે ચારણના   નેસડા હતા ત્યારે ઉપરવાસથી  કરાર તરફથી વરસાદમાં ખુબ પાણી આવતું અને નેસડાઓમાં  ભરાઈ જતું એટલે    એટલે  એના ઉંપાય તારીખે સરોવર ખોદવાનો વિચાર ચારણના  મુખી રત્નાને આવ્યો .અને બધા નેસ્ડાવાસીઓની મદદથી સરોવર ખોદાય ગયું .આજુ બાજુ ગીરના જંગલ જેવી ઝાડી હતી .સરોવરનું નામ ચારણોએ  પોતાના વહાલા મુખી રત્નાનું  નામ જોડ્યું .આજુ બાજુ ગીર જેવી ઝાડી હોવાથી સરોવરનું નામ રત્નાગર   પાડવામાં આવ્યું કાંઠા ઉપર દેવીની સ્થાપના કરી .જે હાલ “ચારણઆઈ  “ના નામે ઓળખાય છે.

12 responses to “આદ્ય સ્થાપકો – રત્નો અને દેવશીંગ

 1. pragnaju સપ્ટેમ્બર 11, 2012 પર 4:47 એ એમ (am)

  વતનની યાદ સ રસ
  આજુબાજુના રખડપટ્ટી કરવાલાયક ગામોની યાદ તાજી કરશો જેવા કે આંબલીયા * ભાલેચડા * ભલગામ * ભિંડોરા * ભિતાણા * બોડકા * બુરી * ચિખલોદ્રા * ચુડવા * દડવા * દગડ એક્લેરા \ * ગલવાવ * ગાણા * ઇન્દ્રા * જાંબુડા * જીલાણા * કતકપરા * ખડિયા * ખાખવી * કોડવાવ * કોઠડી * કોઠારીયા * કોયલાણા * લીંબુડા [ * માંડોદ્રા * મરમઠ * મટીયાણા * મીતડી * નાકરા * નાનડીયા [૩] * નાંદરખા * પાદરડી * પાજોદ * પિપલાણા * રફાળા * રોણકી * સમેગા * સણોસરા * સરાડીયા *સરદારગઢ[૪]* સારંગ પિપળી * શેરડી * શીતાણા * સુલ્તાનાબાદ * થાનીયાણા * થાપલા * ઉંટડી * વડા * વડાલા * વાડાસડા * વેકરી * વેળવા * ઝીંઝરી.

 2. kanakraval સપ્ટેમ્બર 11, 2012 પર 5:25 એ એમ (am)

  હિમ્મતભાઈ, આ ઈતિહાસ જાળવી રાખવા માટે તમને ધન્યવાદ.
  ગઈકાલે લખ્યું હતું તે ફરી યાદ આપું છું કે

  આવા વ્રુતાંતોને સચિત્ર બનાવાથી તે વધારે રસદાયક અને આકર્ષક થાય છે. તો તમારા કે મિત્રોના સંગ્રહમાંથી ફોટા કે સ્કેચિસ મેળવીને ઉમેરવાનો ઉદ્યમ કરવા જેવો.
  ખાસતો તમને દાદ આપવી છે કે તમે દેશીંગાના નામની ઉત્પતી માટે અંગ્રેજીમાં ‘નેમ પ્લેસિઝ’ (Name places) કહે છે તેનો ઉપયોગ કર્યો.
  આજુબાજુના રખડપટ્ટી કરવાલાયક ગામોની યાદ જેવા કે આંબલીયા * ભાલેચડા * ભલગામ * ભિંડોરા * ભિતાણા * બોડકા * બુરી * ચિખલોદ્રા * વિગેરે નામો પાછળ રહેલા રહસ્યો જરુર ઉમેરવા જેવા.

  તે નામો આપણા ગ્રામિણ કહેવાતા લોકની હૈયા ઉકલતના અદભુત નમુના છે.
  જય હો,જય હો!

 3. Vinod R. Patel સપ્ટેમ્બર 11, 2012 પર 6:41 એ એમ (am)

  દરેક ગામનો કઈ ને કઈ ઈતિહાસ હોય છે.

  આતાજી તમોએ તમારા ગામ દેશીન્ગાના ઈતિહાસનું બાખૂબી વર્ણન કર્યું એ વાંચવાની મજા આવી.

 4. અશોક મોઢવાડીયા સપ્ટેમ્બર 12, 2012 પર 12:55 એ એમ (am)

  લ્યો આતા, હવે દેશીંગા ઢારું નીકળવાનું થાહે ત્યારે આ ઇતિહાસ જાણેલો છે તેથી વધુ મજા પડશે. ગામનું ઘણું જ સરસ વર્ણન લખ્યું. વિકિ પર પણ માણાવદર તાલુકાના ઘણાખરા ગામોની વિગત લખવી બાકી છે. તે એક દેશીંગા ગામની વિગત તો આ આપના લેખને આધારે થઈ જશે. ખુબ આભાર.

  વિકિ પર માણાવદરના ગામો : http://goo.gl/Hw6Gc

  • aataawaani સપ્ટેમ્બર 27, 2012 પર 5:59 એ એમ (am)

   અશોક !  મારા દીકરાએ એક વખત  કમ્પ્યુટર માં મને દેશીંગા દેખાડ્યું .કંઈ ખાસ વિગત નોતી ફક્ત  હેલીકોપ્ટર થી પાડેલા હશે. એવા માંડવી ,કપાસ નાં વાવેતર    જેવાંખેતરો દેખાણા. પછી એકવખત  તારી સાથે મારો  જેણે  મેળાપ કરાવેલો.   એ માલદે એ મને વાત કરીકે  દાદા (દેશીંગા  વાળા ફેશનમાં મને દાદા કહે છે.)તમે આપણા ગામના સૌથી મોટી ઉમરના છો અને અનુભવી છો .તમે આપણા ગામનો ઈતિહાસ લખી શકો એમ છો. તો તમે દેશીંગા વિષે લખો.અને મેં એને અને એક છોકરા  મયુર કન્ડોરીયા ને લખ્યું .અને પછી સુરેશ જાની એ મને કીધું કે   આતા તમે આને બ્લોગમાં જવા દ્યો .અને પછી  મેં બ્લોગમાં   મુક્યો આજે થોડા દેશિંગા ના ફોટા માલદે એ મોકલ્યા છે જે મેં સુરેશને મોકલ્યા છે .અને તુને   પણ ફોરવર્ડ કરીશ .

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 5. silver price સપ્ટેમ્બર 13, 2012 પર 1:19 પી એમ(pm)

  ક્યારેક વાચક લેખમાંનો કોઈ એક શબ્દ કે વાક્ય પકડી, એના સન્દર્ભને અવગણી, એનો જુદો–અવળો અર્થ કરી, ચર્ચાને અલગ દીશામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. આને કારણે ક્યારેક લેખક અને વાચક કે પછી બે વાચકો વચ્ચે ટપાટપી થયાના પ્રસંગ બન્યા છે. આ ખેદજનક છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: