અમૃત ઘાયલની ગઝલ

મિલનસાર દાના જવર્લે  મળે  છે.

મનુષ્યો મઝાનાં જવર્લે મળે છે .

ફફડતા તરાના જવર્લે મળે છે .

પરીંદા પુરાના જવર્લે મળે છે.

નથી નિત્ય ફાંસીએ  જુલ્ફાં ફરકતાં

ફનાના  ફસાના જવર્લે મળે છે .

હમેશાં તો ક્યાંથી મુલાકાત થાએ

નવા નિત બહાનાં જવર્લે મળે છે .

બધા ગાલ મધ્યે નથી પડતાં ખંજન

ખુશીના ખજાના જવર્લે મળે છે .

ગુમાવ્યાની કરવી ઘટેના અપેક્ષા

ગએલા જમાના જવર્લે મળે છે .

નથી એમ મળતા અહીં જીવ” ઘાયલ ”

પરસ્પર દિવાના  જવર્લે મળે છે .

2 responses to “અમૃત ઘાયલની ગઝલ

 1. Shakil Munshi સપ્ટેમ્બર 6, 2012 પર 10:26 પી એમ(pm)

  ” બધા ગાલ મધ્યે નથી પડતાં ખંજન, ખુશીના ખજાના જવલ્લે મળે છે.”
  વાહ… વાહ… મુ. આતા ’ઘાયલ’ ની ગઝલ ઘાયલ તો કરે જ લો એની એક ઉર્દૂ રચના માણો

  યહ જૂઠ હૈ કિ કોઈ શિકાયત નહીં રહી
  સચ યે હૈ ઉનસે કહનેકી જુર્રત નહીં રહી

  દિલ ચાહતહૈ ઉનકો લિખે ખત તવીલ હમ
  પર ક્યા કરે કિ લિખનેકી તાકત નહીં રહી

  એ દોસ્ત મયકદે કા કરે ક્યા તવાફ હમ
  અબ બેતહાશા પીને કી આદત નહીં રહી

  વો દૂર યું હુઆ કિ કરીબ ઔર આ ગયા
  જૈસે કિ દરમિયાનમેં ફુરકત નહીં રહી

  ગુમ હો ગયા હું ઇસ તરહ ઉનકે ખ્યાલ મેં
  ઉનસે ભી અબ મિલનેકી હસરત નહીં રહી

  મિલતે તો હૈં પર મિલતે હૈં યું બે દિલી સે દિલ
  જૈસે કિસી કે દિલમેં મુહબ્બત નહીં રહી.
  – અમૃત “ઘાયલ”.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: