એ….. બૂ મહારાજ્કું થોડા બકાલા લા દે

મેં મારી જિંદગીમાં  ચાલીને  બહુ  મુસાફરી  કરી છે .હું વાત કરીશ તો તમને નવાઈ  લાગશે .અરે તમને શું થોડાં વધુ  વરસ થશે તો મને  પણ નવાઈ  લાગશે .

એક વખત હું મારા સંસ્કૃત શિક્ષક કે જેને અમે ગુરુજી  કહેતા  હવે હું મારા શિક્ષા  ગુરુને  એકલા ગુરુનું સંબોધન કરું છું .કેમકે  સંસ્કૃત સાહિત્યમાં નામનીપાછળ  “જી”લગાડેલો શબ્દ આપને વાંચવા નહિ મળે . આ મારા ગુરુજી હવે નિવૃત થઇ ગએલા .અને પોતાની  વિશાલ જગ્યા વાળા વિલાયતી નળિયા વાળા મકાનમાં  પત્ની સ્વર્ગે ગયા પછી એકલા રહેતા હતા  તેઓએ એક હલકી જાતની કહેવાતી  વિધવા બાઈને કામવાળી  તરીકે રાખેલી .ગુરુજી જરાક વધુ પડતા રૂઢી ચુસ્ત ધાર્મિક માણસ  હતા .તેના માટે બહુ સારી ભાષા ન વાપરીને કહેવું  હોયતો “વેદિયા ” કહેવાય ,કામવાળી રસોઈ કરે પણ રોટલી દૂધમાં લોટ બાંધીને કરે કેમકે પાણીથી લોટ બાંધીને રોટલી કરે તો અભડાય જવાય ,એવી રીતે દાળ ,શાકમાં મીઠું નાખેતો અભડાય જવાય એટલે દાળ શાકમાં મીઠું ગુરુજી પોતે નાખે .કામવાળી બાઈ બહુ ધાર્મિક વૃતિની અને પ્રમાણિક  હતી. આવા મારા ગુરુજીને મળવા માટે મારા ગામ  દેશીગાથી સવા રૂપિયો રેલ્વે ભાડું બચાવવા પગે ચાલતો રવાના થયો .તે જમાનામાં દસ આનાનું  શેર ઘી મળતું .મારી માએ  સુખડીનું  ભાતું  બાંધી આપ્યું .એક થેલીમાં ધોતી ઝભો નાતી વખતે પહેરવા પંચિયું એક ટુવાલ ભરી દીધાં  એક કળશિયો  પાણી પીવા આપ્યો .આ બધું લઈને  હેમતરામ  ગુરુ દર્શને જવા રવાના થયા .ગુરુજીનું ગામ ત્રણેક ગાઉ દુર હશે ત્યારે એક વાડી દેખાણી ,ગુરુજી માટે હું થોડી શાકભાજી લઈજાઉં એ ઈરાદાથી  હું વાડીયે ગયો .જોયું તો ઝાડ નીચે ખાટલા ઉપર એક બાર તેર વરસનો છોકરો બેઠો હતો .આ વાડી બલોચ જાતિના  મુસલમાનની  હતી .હું  છોકરા પાસે ગયો .અને તેને પૂછ્યું અહી તારી મા કે બાપ  છે?છોકરો પોતાની ભાંગી ગએલી ઉર્દુ ભાષામાં બોલ્યો .મેરે માબાપ હાજર નહિ હે તુમારે ક્યા કામ થા ?મેં કીધું મારે શેર બશેર જેટલી શાકભાજી જોઈએ છીએ .છોકરે  વાડીમાં નિંદામણ કરતી, એની આઠેક   વરસની  બેનને  બૂમ પાડી ,”એ …..બૂ મહારાજ્કું થોડા બકાલા લાદે “છોકરી થોડી વારમાં રીંગ ણાં મરચાં અને ટમેટાની ટોપલી ભરી લાવી .મેં કીધું મારે એટલા બધા નથી જોતા ફક્ત બશેર જેટલાં જોઈએ છીએ મારે આટલું બધુંલઇ  જવાની સગવડ પણ નથી .સંભાળીને ઉદાર માબાપની સંસ્કારી છોકરીએ એના ભાઈને પૂછ્યું ,મેરી  ઓઢણીમેં   બાંધ દઉં ?છોકરીને  એ વિચાર નો આવ્યો કે હું ઉઘાડે માથે ઘરે જઈશ તો મારાં માબાપને જવાબ જવાબ શું આપીશ .પછીમેંજ  મારું પંચિયું થેલીમાંથી કાઢી અને એમાં નાખવા કીધું .અને મારા ખિસ્સામાંથી બે આના કાઢીને છોકરાને આપવા ગયો. છોકરો  રુવાબથી બોલ્યો મેં વાડીકા  માલિક હું બકાલી નહિ હું તુમારે પૈસે દેને  હો તો બકાલીકે પાસ જાઓ ઓર મેરા બકાલા  વાપસ લોટાદો  . હું તો બેન ભાઈની ઉદારતા ઉપર વારિ ગયો .દીઆથમે  ગુરુજીને ઘરે પહોંચ્યો .ગુરુજીને હું પગે લાગ્યો . ગુરુજીએ મારી પીઠ ઉંપર હાથ મુક્યા .અને બોલ્યા તેતો મને બહુ રાજી કરી દીધો . ગુરુજીની  થોડીક રમુજી વાતુ કહેવી પડશે .ભલે મને હું સ્વર્ગમાં જાઉં ત્યારે મારા ઉપર ખિજાય ,ગુરુજીને પોતે બીજાના  કરતાં કૈક વિશેષ છે .એવું બતાવવાનો ઘણો શોખ હતો અમે ભણતા ત્યારે એકપ્રાયમાસનો જાદુ કરતા લોકોનું મુહુર્ત જોવાનું પણ કામ કરતા એક વખત એક કહેવાતી હલકી જાતનો માણસ મુહુર્ત જોવડાવવા ગુરુજી પાસે આવ્યો ગુરુજીએ મુહુર્ત જોયું ગુરુજીએ તેને પૂછ્યું શું ધંધો કરે છે એટલે તે ભાઈ  બોલ્યો  હું દવા તરીએકે વપરાય એવા તેલ બનવું છું .ક્યાં પદાર્થમાંથી તેલ બનાવે તે બોલ્યો ગરુજી તમે ભર્માના પુતાર્તામને કહેવું મને યોગ્ય નથી લાગતું અમે કાટીયું વરણ તમને કહેવાનુકે દેખાડવાનું મન નથી થતું ગુરુજીએ કીધું દેખાડ દેખાડ  હું પણ ઘણી જાતના તેલ બનાવું કાટી યા વરને સાંધો સાઢો દેખાડ્યો અને ગુરુજી પોતિયું ફગ ફગાવતા ભાગ્ય।

7 responses to “એ….. બૂ મહારાજ્કું થોડા બકાલા લા દે

  1. pragnaju સપ્ટેમ્બર 1, 2012 પર 7:36 એ એમ (am)

    पापं प्रज्ञा नाशयति क्रियमाणं पुन: पुन: |
    नष्टप्रज्ञ: पापमेव नित्यमारभते नर: ||

    पुण्यं प्रज्ञा वर्धयति क्रियमाणं पुन:पुन: |
    वॄद्धप्रज्ञ: पुण्यमेव नित्यमारभते नर: ||

  2. Vinod R. Patel સપ્ટેમ્બર 1, 2012 પર 9:40 એ એમ (am)

    આતાજી, આપની રસપૂર્વક કહેવાયેલી અનુભવ કથા વાંચવાનો આનંદ લીધો.

    એમના વડીલની ગેરહાજરીમાં પેલા ટેણીયા ભાઈ બેનની કોઈ દામ લીધા વગર તમોને ક્બાલું આપવાની

    ખુમારી ગઈ. મારા ગામમાં ઈશ્વર કાકાની વાડીમાં પેટ ભરી મફત મીઠી મધ જેવી ટેટીઓ ખાઘી હતી એની

    યાદ તાજી થઇ ગઈ !

    • aataawaani સપ્ટેમ્બર 1, 2012 પર 2:35 પી એમ(pm)

      તમારો આભાર , વિનોદભાઈ   તમને મારી કાલી ઘેલી વાતો ગમે છે. તેથી મારો ઉત્સાહ વધે છે .  આતા

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  3. Ankit N. Purohit સપ્ટેમ્બર 2, 2012 પર 9:45 પી એમ(pm)

    bahuj saras

    gamda ni vato mane khubaj game

    Thank you dada

    Jai hind

  4. સુરેશ સપ્ટેમ્બર 3, 2012 પર 8:39 એ એમ (am)

    આતા
    તમારા અનુભવોની ખાણ બહુ મોટી છે.
    કાટી યા વરને સાંધો સાઢો દેખાડ્યો … અનો અર્થ શું?

    • aataawaani સપ્ટેમ્બર 3, 2012 પર 6:57 પી એમ(pm)

       સાંધો શબ્દ હું કાઢતા ભૂલી ગએલો .  સાંઢો શબ્દ બરાબર છે. સાંઢો એ ઘોના વર્ગનું  પ્રાણી  છે .સાંઢાને ઉકાળી તેનું તેલ કાઢ વામાં આવે છે .આ તેલ કામોત્તેજીક  હોય છે .એવી લોકોની ભ્રામિક માન્યતા છે.  આ કારણે બિચારા શાકાહારી નિર્દોષ  સાંઢાનું  સત્યાનાશ  કાઢી નાખ્યું .સાંઢા ને કામવૃત્તિ વધારવાના  મૂર્ખાઈ ભરેલા ખ્યાલથી લોકો ખાતા પણ હોય છે . સૌરાષ્ટ્રમાં  વસતા ,કાઠી,મેર, (અશોક્મોઢવાડિયા મેર છે .)વાઘેર,આહેર .ખાંટ,ખસીયા,રાજપૂત વગેરે પાણીદાર ,ખમીર વંતા લોકોને  કાટિયાવરણ   કહેવાય .કાટિયાવરણ શબ્દ,  સંસ્કૃત  ક્ષત્રિયવર્ણનું અપ્ભ્રુંશ છે .                

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: