અગાઉ લખેલી ગાલિબની ગઝલનો ભાવાર્થ

#1 હઝારો અભિલાષાઓ એવી  હોય છેકે  પ્રત્યેક  અભિલાષા   દીઠ  જીવ નીકળી જતો હોય એવું લાગે ગાલીબ કહે છે કે  મારી આશાઓ બહુ નીકળી પણ થોડી હોય એવો આભાસ થયો.આ પ્રસંગે એક કચ્છી દોહરો લખું છું .સાગર લેહરું થોડીયું મુજા ઘટમે  ઘણેરીયુ હકડી તટ  ના પોગીયું તાં  તાં બીજી ઉમટયુ

#2યહૂદી,ખ્રિસ્તી ,અને ઇસ્લામ મઝહબ ના કહેવા મુજબ આદમ પહેલાં સ્વર્ગમાં  રહેતા હતા અને તેઓ ફિરસ્તા હતા (આતો  સાંભળેલી  વાતુ છે )સ્વર્ગમાં  બગીચામાં બહુ સરસ ફળ ઝાડ હતાં .એમાં દરેક ફળો ખાવાની  અલ્લાહ તરફથી  આદમને છુટ હતી .પણ એક ઝાડના ફળ ખાવાની છૂટ નોતી ,શયતાને  સર્પનું રૂપ લઇ આદમને  ભારમાવ્યોકે  તું આ  ઝાડનું ફળ ખાઇશ તો તારામાં  બહુ તાકાત આવી જશે .આદમ  શયતાનથી ભરમાઈ ગયો ,અને ફળ ખાઈ લીધું ,એટલે અલ્લાહ ક્રોધિત થયા ,અને આદમને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને મૃત્યુલોકમાં  મોકલી દીધો .એટલે ગાલિબ તેની માશુકને કહે છે .હું તારી શેરીમાંથી  આદમની જેમ બે આબરૂ થઈને નીકળ્યો.

#3પ્રેમમાં  મરવા જીવવામાં બહુ ફેર પડતો નથી ,આદમ કહે છેકે હું તો એને જોઇને જીવી રહ્યો છુકે જેના ઉપર મારો પ્રાણ ન્યો છાવર થાય .

#4  ગાલિબ ધર્માચાર્યને  કહે છે કે તું ખુદાની ખાતર કાબા ઉપરથી પરદો  નો ઉચકતો કદાચ અહી મારી પ્રેમિકાની મૂર્તિ  નો નીકળી આવે .

#5ક્યાં મયખાનાનો  દરવાજો અને ક્યાં આ ધર્માચાર્ય ગાલિબ કહે છેકે હું ફક્ત એટલું જાણું છુંકે કાલે મારે દરવાઝામાથી  નીકળવું અને  એને  દરવાઝામાં  પ્રવેશ  કરવો .

સુજ્ઞ મિત્રો મને ઉર્દુનું બહુ અલ્પ જ્ઞાન છે.તો બનવા જોગ  છેકે  અર્થ કરવામાં મારી ભૂલ થતી હોય તો મારી ભૂલ સુધારી મને માર્ગદર્શન  આપવા .કૃપા કરશો .હું વિદ્વાન નથી કે મારી

ભૂલ કાઢવાથી  હું  નારાજ થઈને સમો પ્રશ્ન કરું કે તમે મારી ભૂલ કાઢનારા  કોણ ?

Advertisements

3 responses to “અગાઉ લખેલી ગાલિબની ગઝલનો ભાવાર્થ

 1. સુરેશ August 27, 2012 at 5:32 am

  ભુલ બતાવનાર સાચો મિત્ર પણ હોઈ શકે છે – અને ….
  તમારા જેવા વડીલ પણ .

 2. Ankit N. Purohit August 27, 2012 at 10:24 pm

  khubaj saras gazal

  jai hind

  • aataawaani August 28, 2012 at 6:15 am

   તમે ગાલીબ ની ગઝલનો મેં લખેલો ભાવાર્થ સમજ્યા એ જાની મને ખુશી થઇ .
   કોઈ વખત મહમદ ઇકબાલની ગઝલ “સારે જહાંસે અચ્છા “અર્થ સાથે બ્લોગમાં મુકીશ . આતા

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: