Daily Archives: ઓગસ્ટ 27, 2012

અગાઉ લખેલી ગાલિબની ગઝલનો ભાવાર્થ

#1 હઝારો અભિલાષાઓ એવી  હોય છેકે  પ્રત્યેક  અભિલાષા   દીઠ  જીવ નીકળી જતો હોય એવું લાગે ગાલીબ કહે છે કે  મારી આશાઓ બહુ નીકળી પણ થોડી હોય એવો આભાસ થયો.આ પ્રસંગે એક કચ્છી દોહરો લખું છું .સાગર લેહરું થોડીયું મુજા ઘટમે  ઘણેરીયુ હકડી તટ  ના પોગીયું તાં  તાં બીજી ઉમટયુ

#2યહૂદી,ખ્રિસ્તી ,અને ઇસ્લામ મઝહબ ના કહેવા મુજબ આદમ પહેલાં સ્વર્ગમાં  રહેતા હતા અને તેઓ ફિરસ્તા હતા (આતો  સાંભળેલી  વાતુ છે )સ્વર્ગમાં  બગીચામાં બહુ સરસ ફળ ઝાડ હતાં .એમાં દરેક ફળો ખાવાની  અલ્લાહ તરફથી  આદમને છુટ હતી .પણ એક ઝાડના ફળ ખાવાની છૂટ નોતી ,શયતાને  સર્પનું રૂપ લઇ આદમને  ભારમાવ્યોકે  તું આ  ઝાડનું ફળ ખાઇશ તો તારામાં  બહુ તાકાત આવી જશે .આદમ  શયતાનથી ભરમાઈ ગયો ,અને ફળ ખાઈ લીધું ,એટલે અલ્લાહ ક્રોધિત થયા ,અને આદમને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને મૃત્યુલોકમાં  મોકલી દીધો .એટલે ગાલિબ તેની માશુકને કહે છે .હું તારી શેરીમાંથી  આદમની જેમ બે આબરૂ થઈને નીકળ્યો.

#3પ્રેમમાં  મરવા જીવવામાં બહુ ફેર પડતો નથી ,આદમ કહે છેકે હું તો એને જોઇને જીવી રહ્યો છુકે જેના ઉપર મારો પ્રાણ ન્યો છાવર થાય .

#4  ગાલિબ ધર્માચાર્યને  કહે છે કે તું ખુદાની ખાતર કાબા ઉપરથી પરદો  નો ઉચકતો કદાચ અહી મારી પ્રેમિકાની મૂર્તિ  નો નીકળી આવે .

#5ક્યાં મયખાનાનો  દરવાજો અને ક્યાં આ ધર્માચાર્ય ગાલિબ કહે છેકે હું ફક્ત એટલું જાણું છુંકે કાલે મારે દરવાઝામાથી  નીકળવું અને  એને  દરવાઝામાં  પ્રવેશ  કરવો .

સુજ્ઞ મિત્રો મને ઉર્દુનું બહુ અલ્પ જ્ઞાન છે.તો બનવા જોગ  છેકે  અર્થ કરવામાં મારી ભૂલ થતી હોય તો મારી ભૂલ સુધારી મને માર્ગદર્શન  આપવા .કૃપા કરશો .હું વિદ્વાન નથી કે મારી

ભૂલ કાઢવાથી  હું  નારાજ થઈને સમો પ્રશ્ન કરું કે તમે મારી ભૂલ કાઢનારા  કોણ ?

मिर्ज़ा ग़ालिबकी ग़ज़ल

हज़ारों खवाहिशे ऐसीकी  हर   खवाहिशपे  दम  निकले

बहुत निकले मेरे  अरमान लेकिन फिरभी कम निकले ………1

निकलना  खुल्दसे आदमका  सुनते  आये है लेकिन

बहुत  बे आबरू होकर तेरे कुचेसे  हम निकले ……………..2

मुहब्बतमे नहीं  है फर्क जीने ओर मरनेका

उसीको  देख कर जीते है जिस काफिरपे दम निकले …..3

खुदाके वासते पर्दा न काबेसे उठा  वाइज़

कहीं  ऐसा न हो वहांभी  वही काफिर सनम निकले ……4

कहाँ मयखानेका  दरवाज़ा ग़ालिब ओर कहाँ वाइज़

पर इतना  जानते है कल  वो आताथा  कि  हम निकले …5

1