એક નાનકડા ગામડામાં ખડ્ગ શંકર નામે બ્રાહ્મણ રહે .એ ઘણા અનુભવી સાચી સલાહ આપનારા અને બાહોશ ગામ લોકોમાં બહુ સન્માનનીય વ્યક્તિ હતા .એક દિવસ એક દંપતીને ત્યાં લગ્ન કર્યા પછી ઘણા વરસોએ દિકરાનો જન્મ થયો .તેની નામકરણ વિધિ માટે ખડ્ગ શંકરને પોતાના ઘરે બોલાવી આવ્યાં . ખડ્ગશંકરે રાશિ જોઈ , કુંભ રાશિમાં જન્મ થયો , હોવાથી દિકરાનું નામ સાવઝ સહુની સંમતિ થી રાખવામાં આવ્યું. સાવઝ નો ઉછેર બહુ લાડ કોડમાં થવા લાગ્યો . ખાસતો બાપ કરતાં માં વધુ લાડ લડાવવા લાગેલી ,એ સાવઝ પડ્યો બોલ જીલે .
ગામડામાં ખાદ્ય વસ્તુઓ વેચવા માટે ફેરિઆઓ આવે .સાવઝ એની પાસેથી વસ્તુ લેવડાવે .જો વસ્તુ લેવામાં આના કાની કરે તો સાવઝ રોવા માંડે ,પગ પછાડે અને એવું બીજું ધાંધલ કરે . એટલે એની મા તુર્ત વસ્તુ લઇ આપે. એક વખત એક ભંગાર વાળો આવ્યો .સાવઝે કંઈક લઇ દેવાનો આગ્રહ કર્યો .મા એ ઘણું સમજાવ્યો ,પણ સાવઝ માને નહિ .એણે તો રોકકળ આદરી .આખર માએ ભંગાર વાળા પાસે કોથળોઠલ વાવ્યો .ત્યારે સાવઝને સંતોષ થયો . કેટલાક માણસોને પોતે કંઈક વિશેષ છે.એવું બતાવવા અને એ રીતે પોતાનો અહં પોષવાનો શોખ હોય છે .સાવઝની મા માં આ અવગુણ વધુ હતો, એ સાવઝને કંઈક વસ્તુ ખરીદી આપે , એ એને સૌ દેખે એમ ખડકી બહાર ઓટલા ઉપર બેસીને ખાવાનું કહે .અને છોકરાંઓને દેખાડીને ખાવાની ભલામણ કરે .એક વખત સાવઝ દેખાડી દેખાડીને પપૈયું ખાઈ રહ્યો હતો .ત્યારે એક છોકરાને શુર ચડ્યું એણે સાવઝ પાસેથી પપૈયાની ચીર આંચકી લીધી અને પોતે ખાવા મંડી ગયો .સાવઝ રોતો રોતો એની મા પાસે દોડતો ગયો અને ફરિયાદ કરીકે મારી
પાસેથી આ છોકરે પપૈયાની ચીર આંચકી લીધી સાવઝની મા દોડતી છોકરાની મા પાસે ગઈ, અને ઝઘડો શરુ કર્યો .આ વખતે સાવઝ એની મા સાથે હતો .સાવઝને આ તમાશો જોવાની મઝા આવી ગઈ .અને છોકરાં ઓને સાવઝ પાસેથી વસ્તુ આંચકીને ખાવાની મઝા આવી ગઈ આ તમાશો રોજનો થઇ ગયો.એક વખત સાવઝનો બાપ આ ઝઘડાથી કંટાળી માર્ગદર્શન મેળવવા ખડ્ગા આતા પાસે આવ્યો .(. હવે ખડ્ગ શંકર ની ઉમર મોટી થઇ ગઈ હતી .એટલે સૌ તેને આતાના લાડલા નામે સંબોધતા )અને બોલ્યો . આતા આ અમારો સાવઝ બહુ નિર્માલ્ય છે .છોકરાંઓ
એની પાસેથી વસ્તુ આંચકીને ખાય જાય છે .પણ એ નિર્માલ્ય એની મા પાસે ફરિયાદ સિવાય કઈ કરી શકતો નથી .આતા અમારી સાત પેઢીમાં આવો નિર્માલ્ય . હજુ સુધી કોઈ પાક્યો નથી .આતા અમારો સાવઝ શિયાળીઓ થઇ ગયો છે .એને અમે સાવઝ જોવા માગીએ છીએ ,એનો કોઈ કિમીઓ તમારી પાસે ખરો ? આતા કહે કિમીઓ તો છે .પણ એના નિયમોનું પાલન તમે નહિ કરી શકો .ખાસ તો તારી ઘરવાળી નિયમોનું પાલન નહિ કરી શકે જોકે નિયમો અઘરા નથી. છતાં તારી ઘરવાળી આ નિયમો નહિ પાળી શકે .આતાની વાત સાંભળી ઘરવાળી બોલી આતા ગમે તેવા અઘરા નિયમો પાળવા હું તૈયાર છું .આતા તમે જે સાવઝ નામ આપ્યું છે . એવા હું ગુણ જોવા માગું છું . તો આજથી ગણેશનું નામ દઈ ચાલુ કરી દ્યો .બંને જણા આતાની વાત સાંભળી એકી અવાજે બોલ્યાં , આતા હુકમ કરો .તો સાંભળો આજથી તમારે સાવઝ ના નચાવ્યા નાચવું નહિ .એ ચીજ તમારે લાવી આપવાની નહિ .સાવઝ ગમે તેટલું ધાંધલ કરે એના ધાંધલને વશ થવું નહિ .સાથે સાથે એને કોઈ વસ્તુની ઉણપ આવવા દેવી નહિ .બીજો નિયમ તમારે વસ્તુ લાવી ને એને દેખતાં તમારે એક બીજાના હાથ માંથી આંચકી આંચકીને ખાવી .જોકે આ કિમીયો આડોશી પાડોશીને નહિ ગમે એનો ઠપકો મને મળશે .પણ એ બાબત હું એમને સમજાવી લઈશ
અને પછી સાવઝને દેખતાં બંને જણાએ જટા પટી આદરી સાવઝે ધમ પછાડા કરી જોયા પણ બેમાંથી એકેયે દાદ આપ્યો નહિ .એકદી સાવઝે ડણક દીધી .એણે માબાપ ના હાથમાંથી તરબૂચની ચીર આંચકી લીધી .મા પાછળ પડી પણ સાવઝ હાથ નોઆવ્યો પણ સાવઝે જે તરબુચ ખાઈ લીધેલું એ છાલ એની માના મોઢા ઉપર મારી એ હાથ આવી . બસ પછી સાવઝ આંચકવાની તરકીબ શિખી ગયો .
પછી છોકરાંઓ સાવઝને દેખાડીને વસ્તુ ખાતાં એ વસ્તુ સાવઝ આંચકી ને ખાવા મંડી ગયો .આ અરસામાં ભૂપત બહારવટે હતો .એટલે છોકરાં ઓ એ સાવઝ નું નામ ભુપતો પાડી દીધું ..વસ્તુ ખાતાં હોય અને આંચાકવા માટે સાવઝ પાછળ પડે , એટલે છોકરાં એ….ભુપતો આવ્યો. એવું બોલી ભાગવા માંડે .પણ હવે ઉલ્ટી ગંગા વહેવા લાગી .પહેલા સાવઝની મા બાધવા જતી .હવે સાવઝની માને બાયડીયુ બાધવા આવવા માંડી પણ એક વખત સાવજે જબરું સાહસ કર્યું માબાપ જોતાં રહ્યાં અને સાવઝ ઘરમાં ઘુસી જામફળ આંચકી લાવ્યો .આવું આવું ખુબ સાવઝ કરવા માંડ્યો .હવે સાવઝના માબાપને ચિંતા પેઠી કે સાવઝ મોટો થતાં મોટો ડાકુ થશે તો આપણું નામ બોળાવશે .એટલે તેઓ આતા પાસે આવ્યાં અને આતાને કહ્યું કે આતા આ તમારા કિમિયાએ બહુ ભયંકર રૂપ લીધું છે .હવે તમેજ સાવઝને સન્માર્ગે વાળી શકો એમ છો .પછી સાવઝના માબાપને કહ્યું કે હવે તમે ગામનાં છોકરાં ઓની પાર્ટી રાખો બધા ભેગાં થયાં એટલે આતાએ કહ્યું કે હવે આવી પ્રેમ ભરી પાર્ટી થતી રહેશે .હવેથી કોઈ કોઈ પાસેથી વસ્તુ આંચકી ને ખાશે નહિ .હવે જે છોકરો ડાહ્યો ડમરો રહેશે ભણવામાં સારા માર્ક લાવતો રહેશે એને મોટું ઇનામ આપવામાં આવશે અને એના મનમાં છોકારીયું ગીત ગાશે બોલો કોણ આવું સ્વાગત કરાવવા તૈયાર છે. અને સાવઝ ઉભો થયો .અને હું કાર કર્યો કે હું .સાવઝ વખત જતાં મોટો એન્જી.બન્યો .દિલ્હીમાં નોકરી મળી .દર વરસે રાજાઓમાં પોતાને ગામ આવવા માંડ્યો .ગામડે આવતાં વેંત સૌ પ્રથમ આતા ને અને પછી પોતાને ઘરે માબાપને મળવા જાય .આતાની બર્થ ડે પાર્ટી સાવઝે રાખી .અને આતાને પૂછ્યું આતા તમને હું શું ભેટ આપું આતા કહે તારો પ્રેમ મને આપતો રહેજે .અને દરેક વૃધ્ધો ઉપર પ્રેમ વરસાવતો રહેજે બાકી મારે “ના દોલત કી ઝરૂરત હૈ ના શોહરત કી ઝરૂરત હૈ આતા કો ઝરૂરત વો મુહબ્બત કી ઝરૂરત હૈ