Daily Archives: ઓગસ્ટ 15, 2012

જેને ક્યે છે નિખાલસતા જેને ક્યે છે.

ડાહ્ય માણસો અને અનુભાવીયોનું કહેવાનું છે. કે જેટલી સરળતા. નિખાલસતા ,પ્રેમભાવ .વનવાસી લોકોમાં હોય છે. એટલી ગામડા ના લોકોમાં નથી

હોતી ,અને ગામડાં નાં લોકો માં હોય છે .એટલી મોટા શહેરોના  લોકોમાં નથી હોતી. ભારતને  સ્વતંત્રતા આવ્યા પછી જયારે  દાંતા રાજ્ય  મર્જ થયું ,

ત્યારે  બાહોશ  પોલીસોને  અમદાવાદ  જેવા  શહેરોમાંથી  બોલાવવામાં  આવેલા જેમાં  એક હું હતો .મને અને બીજા  કેટલાકને  અંબાજી  પોલીસ  સ્ટેશન માં  મુક્યા .અહી પોલીસને  કરવા જેવું કામ નહિ .અને  દાંતા બાપુએ  નિમણુંક  કરેલા સ,ઇન્સ.વગેરે  હતા તેઓને  મારફાડ ,ધાકધમકી સિવાય બીજું કાયદાનું  કોઈ જ્ઞાન  નહિ .અમારી પાસે કેવી રીતે કામ લેવું .એ આવડે  નહિ .અમને ફોજદારે એવું કીધેલું કે  જાત્રાળુ ને માર્ગદર્શન  આપવું ,કોઈ વસ્તુ જાત્રાળુ  ભૂલી જાય એ વસ્તુ  તમારે પોલીસ સ્ટેશન  લઇ આવીને મને  સોંપવી અને જાત્રાળુ ને વસ્તુ લેવા માટે મારી પાસે મોકલવા .

હુંતો વનવાસી સાથે ભાઈબંધી કરતો જંગલનાં  ગામડાઓમાં  ફરતો ફરું .મને  પાન્સા ગામનો હોલો મુખી હજી યાદ છે.રીન્છડી ગામનો કિશનો પારગી કુંભારિયા ગામનો  કિશનો કે જે કુંભારિયા ગામના મુખીનો દિકરો  હતો .પણ કોટેશ્વર ગામનો  ચુનીયો બહુ યાદ રહી ગયો છે .જેના પ્રેમની વાત હું આપ સહુની જાણ ખાતર  હું અહી  લખું છું .

એકાદ વરસ અંબાજીમાં  નોકરી કર્યા, પછી ભવિષ્યમાં મારાં સંતાનોને ભણવાની સગવડ રહે .એ માટે મેં મારી અંબાજીથી  બદલી કરાવી ,હું અમદાવાદ આવ્યો .એક વખત હું સાતેક વરસની ઉમરના દિકરા હરગોવિંદને   લઈને અંબાજી આવ્યો .અને  ચુનિયાને  ઘરે ગયો .ચુનીયાની વહુને  બાળક આવવાનું  હોવાથી  ઘરમાં ઘી  ગોળ હતાં .ચુનીયાએ  એની વહુને કીધું કે  પામણા (મેમાન )માટે સુખડી  બનાવ , ઘરમાં ઘઉંનો  લોટ ન હોવાથી એ ઘઉં દળવા બેસી ગઈ .અને પછી આગ્રહ  કરી કરી ચુનીયાએ  અને એની વહુએ અમને  જમાડ્યા .હરગોવીદ  બાલ સહજ સ્વભાવ પ્રમાણે ઘરમાં ઉથલ પાથલ  કરવા મેં ખીજાયને હરગોવિંદને  મારી પાસે  બેસી રહેવા  કીધું  .ચુનીયાએ  મને કીધુકે   બાબા ભાઇને  જેમ કરે એમ કરવાદ્યો .પછી અમે બધું વ્યવસ્થિત  કરી લઈશું .હરાગોવીન્દનું એના  ધનુષ્ય બાણ ઉપર ધ્યાન ગયું .તે ધનુષ્યને આમ તેમ  ફેરવવા મંડ્યો .ચુનીઓ બોલ્યો ,બાબા ભાઈ એ  જોઈએ  છીએ ? બાબોભાઈ  કહે હા .ચુનીએ મને કીધું તમે જાઓ ત્યારે આ ધનુષ્ય બાણ લેતા જજો .મેં એને ઘણો સમજાવ્યોકે આ બાળક છે એતો કહે પણ એને  કંઈ  ઉપયોગી નથી .ચુનીઓ કોઈ હિસાબે માન્યો  નહિ .એટલે  મારે ન છૂટકે લેવું પડ્યું .

ચુનિયાને મારી પોલીસ તરીકે કોઈ ગરજ  નોતી ફક્ત મારા  પ્રત્યેનો પ્રેમ ,”જેને ક્યેછે .નિખાલસતા ,જેને ક્યેછે પ્રેમભાવ

કુબાઓમાં  હશે પણ પાકા મકાનોમાં નથી

મેમાનુંને માન દલભર દીધેલ નઈ ઈ મેડીયું  નહીં પણ મહાણ (સ્મશાન  ) હાચું (સાચું )હોરથીયો (સોરઠી ઓ ) ભણે

હવે એક રમુજી જેવી વાત , ગીર પંથકમાં એક ગામડામાં એક ધણી  ધણીયાણી  રહે .ધણી મેમાન આવે તો બહુ રાજી થાય પણ ધણીયાણી ને મેમાન  ઝેર જેવાં લાગે  સિવાયકે  એનાં માવતર પક્ષના હોય .એક દિવસ એને ત્યાં મેમાન  આવ્યા .મેમાન ને ભગાડવા ધણી યાણી એ .યુક્તિ કરી .ધણીને  વસ્તુ લેવા બહાર મોકલ્યો અને  પાછળથી મેમાનને  કીધુંકે મારા ધણીને મેમાન  ગમતાં નથી એટલે એ  મેમાનને  સખત મારે  છે હમણાં એ પોતાના દોસ્ત ગુંડાને  બોલાવવા ગયો છે .એ  આવશે એટલે એ બન્ને  જણા  થઈને તમને  લામ્ધારશે .આતો તમારા ઉપર મને દયા આવે છે .એટલે તમને હું  ચેતવુંછું . ધણી યાણી ની વાત મેમાન એકદમ  ભાગ્યા .થોડીવારે  ધણી ઘેર આવ્યો .એની વહુને પૂછ્યું મેમાન ક્યાં ગયા ? વહુ કહે એતો ભાગી ગયા .શા  માટે  વહુ કહે  એ મારી પાસે બંધૂક  માગતાતા અરે આપી દેવીતીને ?એતો શિકાર કરીને પાછી આપી દેત .ધણી બંધૂક લઈને મેમાન ને આપવા દોડ્યો .ઉભારહો ઉભારહો એવી બુમો પાડવા માંડ્યો   સાંભળીને  મેમાનોએ  વધુ સ્પિડ  પકડી અને ધણી  પાછો ફર્યો .