Daily Archives: ઓગસ્ટ 12, 2012

નગ દુહિતા પતિ પુત્રના વાહન

    કાઠીયાવાડમાં   વેરાવળથી  પોરબંદર સુધીનો સમુદ્ર કિનારો છે તે કંઠાર   તરીકે ઓળખાય છે.કંઠાર ના ગામડાઓમાં  બે બેન પણીયું  હતી એક કોલેજ ગ્રેજ્યુએટ હતી .તે કવિયત્રી  પણ હતી અને બીજી અભણ હતી .. આ બંને નાં પતિઓ સુર્યાસ્ત થતા પહેલા અવિજાઈ શું એવું કહી બહાર ગામ ગએલા .દિ આથમી ગયો .અંધારું થઇ ગયું .તોપણ આવેલા નહિ  .

      અભણ હતી ,તે બોલી .દિ  આથમે ગો તોય રેઢિયાળ મારો ઘરવાળો  આવ્યો નહિ .ત્યારે ભણેલી  કાવ્ય ના રૂપમાં બોલી” ,નગ દુહિતા પતિ પુત્રના વાહન ધરની  નાર, રવિ તેના પિતુ પર  પડ્યો ,પણ નો આવ્યો મુજ ભરથાર ” નગ =પર્વત દુહિતા =દીકરી .પર્વતની દિકરી પાર્વતિ ,પાર્વતીનો પતિ  શંકર અને એનો પુત્ર એટલે કાર્તીક્ય સ્વામિ એનું વાહન મોર એના પીંછને  ધારણ વિષ્ણુ ની નાર એટલે પત્ની , વિષ્ણુની  લક્ષ્મી અને લક્ષ્મીનો પિતુ એટલે  બાપ લક્ષ્મીનો બાપ સમુદ્ર કહેવાય  છે.કેમકે  જયારે સમુદ્ર મંથન  કર્યું  ત્યારે  લક્ષ્મી સમુદ્ર માંથી નીકળેલા .દરિયા કાંઠાના ગામડાનાં  લોકો સુર્યાસ્ત ને વખતે  સૂર્ય સમુદ્રમાં પડતો હોય એવું દૃશ્ય  જુવે .આપ હવે ભણેલી બેનના  દોહરાનો  અર્થ સમજી ગયા હશો.

        ભણેલી બેન બોલી  કે મને હવે બહુ ભૂખ લાગી  છે.એટલે હવે હૂતો ઘરે જાઉં  છું .એમ કહીને  એતો ઘરે જતી રહી ,થોડી વારે અભણ પણ ઘરે ગઈ .ભણેલીએ  ઘરે જઈ  સૌ  પ્રથમ  જમવાનું કામ કર્યું .અને પછી ઉંઘવા માટે પથારી ભેગી થઇ ગઈ .થોડી વારે  એનો ધણી આવ્યો અને એની પત્નીને કીધું ચાલ હવે જમી  લઈએ ,પત્ની  બોલી  મેં જમી લીધું છે  તું  જમી લે અને  જમી લીધા પછી  વધ્યું ઘટ્યું ખાવાનું  રેફ્રીજેતર માં મુકી દેજે અને  વાસણ સાફ  કરી નાખજે .જયારે અભણ બેનનો  ધણી  આવ્યો ત્યારે એની ઘરવાળી  બોલી સાલ  વ્યારુ  કરે લઈએ .ધણી બોલ્યો ઉભીરે હું મારા હાથ ધોઈને આવું .ઘરવાળી  બોલી  તું રાંધનિયા  ભેગો  થેજા હું  પાણી અને ટોપડી  લેને આવાંસ  તુને  હું હાથ  ધોવરાવંસ .હાથ  ધોઈ લીધા ટોપ ડીમાં  પાણી પડેલુંએ  પાણી  ઘરવાળી  દુર નાખી આવી પછી  બંને જણાં સાથે  જમ્યાં .જમી લીધા પછી ઘરવાળી  બોલી ,. તું થાક્યો પાક્યો ખાટલા ભેગો  થેજા  હું ઢાંકા  ધુંબા  કરને અબ ઘડીએ આવાંસ .અને પછી તો   “પહેલો પહોરો રેનરો  દીવડા  ઝાકમ ઝોળ ,પીયુ કાંટાળો  કેવડો અને  ધણ કંકુની  લોળ્ય (જુના વખતમાં ભરાવદાર  દાઢી મુછો વાળો  પુરુષ સ્ત્રીઓને  ગમતો પોતાના મોઢા જેવું  લીસું  મોઢું  નો ગમતું એટલે  કવિઓએ  મરદને ભભક દાર  સુગંધ  વાળા કાંટા વાળા કેવડાની ઉપમા આપી )દુજો પહોરો  રેનરો વાધ્યા  હેત સનેહ , સ્ત્રી ત્યાં  ધરતી થઈ રહી અને પીયુ અષાઢો મેહ ,ત્રીજો પહોરો રેનરો ઉંઘાના  સોણલા   સાથ ,વાલામને વળગી જઈ  સ્ત્રીએ  ભીડાવી બાથ ,ચોથો પહોરો રેનરો ,બોલ્યા કૂકડ કાગ સ્ત્રી સંભારે  કંચવો અને પિયુ સંભારે પાઘ (પાઘડી )  એ રામ  રામ