Daily Archives: ઓગસ્ટ 5, 2012

બ્લોગર મિત્રો એ આતા નો ઉત્સાહ વધાર્યો

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું .ભીષ્મ પિતામહ ન બાણ  શય્યા ઉપર સુતા છે. તેઓને ઈચ્છા મૃત્યુનું  વરદાન છે .એટલે પોતાની જયારે ઈચ્છા હશે ,ત્યારે મૃત્યુ પામશે .તેઓની ઈચ્છા છે કે તેઓ હસ્તિનાપુર રાજ્યને  સુખી સમૃધી  વાન  જોયા પછી મૃત્યુ પામે .

યુધીષ્ઠીર  રાજ્યાસન ઉપર વિરાજ માન     છે .તેઓને ભીષ્મ પિતામહ પાસેથી  રાજનીતિ  શીખવાની ઈચ્છા થઇ ,એટલે તેઓ  ભીષ્મ પિતામહ જ્યાં  બાન શય્યા ઉપર  સુતા હતા ત્યાં આવ્યા .અને  ભીષ્મ પિતામહ નાં ચરણ સ્પર્શ  કર્યા  અને ઉભા રહ્યા . ભીષ્મ પિતામહે આસન ગ્રહણ કરવાની આજ્ઞા કરી ,અને આગમનનું  કારણ પૂછ્યું .યુધીષ્ઠીર બોલ્યા  , પિતામહ ભયાનક ઘોર કલિયુગ નાં મંડાણ થઈ  ગયા છે,આવા સમયમાં મારા ઉપર  વિશાળ ભારત દેશનાં  રાજ્ય કારભારની જવાબદારી આવી પડી છે .તો આવા ઘોર કલિયુગ માં  રાજ્ય ચલાવવા માટે મને કૃપા કરીને માર્ગ દર્શન આપો . મહાભારત ગ્રંથ કે સમર્થ  વ્યાસ મુનીએ ગણપતિ પાસે લખાવ્યો છે .તેના શાંતિ પર્વના આપદ ધર્મ  પ્રકરણમાં  ભીષ્મ પિતામહે   યુધીષ્ઠીર ને જે સલાહ સૂચનો આપ્યા છે .તેમના એકાદ બે સૂચનો  હું અત્રે લખું છું .ભીષ્મ પિતામહે યુધીષ્ઠીર ને કહ્યું કે  આયુગમાં તારા રાજ્યને  વેર વિખેર કરવા માટે વિઘ્ન સંતોશીઓ  અને ઈર્ષાળુ  ઘણા દુશ્મનો ફૂટી નીકળશે ,એટલે તારે તારા શત્રુઓ નો નાસ્તો કરવોતા જ પડશે ,તો એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યાં સુધી તું તારા દુશ્મનને મારીનાખીને જમીન દોસ્ત ન કરી શકે એમ હો તો  દુશ્મન ને છંછેડવો નહિ .”  ચુતણીએ વેર વાળવા નો  પ્રયત્ન કરવો નહિ .વો નહિ .અને  સમય આવ્યે દુશ્મન ને મારી નાખવો .અને મારી નાખ્યો છે એ બાબત ની વાત ની બડાઈ મારવી નહિ અને કોઈને પણ વાત કરાવી નહિ .એટલુંજ નહિ તારે એ દુશ્મન નાં  કુટુંબી જનોને આશ્વાસન આપવા પણ જવું .અને પોક મુમુકીને રોવું પણ ખરું

અને તેની સ્મશાન યાત્રામાં પણ સહુ સાથે જવું .

બીજી વાત તારી પ્રગતિને રૂંધ્નાર ,તારો દીકરોકે ભાઈ કે ગમે તે હોય ભલે એ આપ્તજન હોય ,તેઓને મારી નાખવામાં ખચકાત અનુભવવો નહિ ?”ઔરગ જેબે  આમજ કરેલું .”

મહાભારત યુધ્ધના પ્રારંભ વખતે  અર્જુન કોલ્ગુરું કૃપાચાર્ય,અને ગુરુ દ્રોણ ને  જોઇને ઢીલો પડી ગએલો ,એના ગાત્રો શીથીલ   થઇ  ગએલા   ધનુષબાણ જમીન ઉપર ફેંકી દીધેલા .ત્યારે વાસુદેવ કૃષ્ણે તેને ઉપદેશ આપેલો ,કે આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે .અને તું ધર્મને પક્ષે લડી રહ્યો છો .અને સામે અધર્મને પક્ષે  તારા કુટુંબીજનો ,ગુરુઓ વગેરે છે .તો આવા અધર્મીઓનો  નાશ કરવો એ પુણ્યનું કામ છે. ભલે એ ભાઈ ઓ  કે ગુરુઓ હોય  ,

યુધીષ્ઠીર ના ઘણા પ્રશ્નોના ઉત્તરો  ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને  સંતોષ થાય એવા આપ્યા . એ સમયે  ધર્મને હાલના મઝહબ કે રેલીજી ઓન સાથે સરખાવી નો શકાય ‘ધર્મનો અર્થ કર્તવ્ય જેવો થતો , રાજા નો  ધર્મ,પ્રજાનો ધર્મ , બ્રાહ્મણ નો ધર્મ ક્ષત્રિય્ નો ધર્મ વગેરે અર્થ થતો ..જે કઈ શાસ્ત્રો વગેરે કહેવાતા તે તમામ માનવ જાતી  માટે હતા . શાસ્ત્રો એ કઈ પરમેશ્વરના લખેલા નથી .ઋષિ ઓએ  પોતાના અનુભવે જે કઈ સત્ય લાગ્યું છે એ લખી નાખ્યું .એટલે જે મુખ્ય છ શાસ્ત્રો કહેવાય છે  એ  જુદા જુદા ઋષિઓએ લખેલા છે .એટલે દરેક શાસ્ત્ર  એક બીજાને મળતા નથી ઘણો વિરોધાભાસ છે.એટલે સમય  આવ્યે શાસ્ત્રોંને પડકારવામાં આવ્યા છે .  સહુ પ્રથમ ઈ.સ. પૂર્વે છસો વરસ પહેલા  થઇ   ગ એ લ  બૃહસ્પતિ નામના માણસે  શાસ્ત્રો  અને વેદ  સુધ્ધાના વિરોધમાં વાત કરેલી ,તેને એક ગ્રંથ લખેલો .જેમાં એવું લખેલું કે છે છ શાસ્ત્રો વિશ્વાસ પાત્ર નથી સ્વર્ગ નર્ક જેવું કોઈ સ્થાન નથી પુનર્જન્મ નથી . પાપ કે પુણ્ય જેવું કશુય નથી  આત્મા જેવું કઈ નથી માનસ મૃત્યુ પામ્યો  એટલે તેનો મોક્ષ થઇ ગયો .એવું માનવાનું .વરસો પહેલા મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી તેમાં લખ્યું હતું તે શબ્દે  શબ્દ  હું લખું છું

જબ ઇન્સાન મરતા હૈ  તબ ઉસકા વજૂદ ખત્મ હોજાતા હૈ .જબ ઇન્સાન મરતા  હૈ .તો ઉસકે જીસમ મેસે કોઈ શે નિકાલ કર  ઝીંદા નહિ રેહ સકતી ઇન્સાન એક   ગેર ફાની રૂહ નહિ રાખતા   આવા સત્ય વક્તા સોક્રેટીસ જેવા તત્વવેત્તા બ્રુહાસ્પ્પતીને  મારી નાખવામાં આવેલો    સોક્રે તીશને સજા તરીકે પીવા માટે ઝેર આપેલું    સોક્રેતીશ હસ્તે મોઢે  ઝેર પી ગએલો .બૃહસ્પતિ અને સોક્રેતીશ સમકાલીન હતા .સોક્રેતીશને ભાગી જવાનો સમય હતો  પણ એ ઇસુ ખ્રિસ્ત ની જેમ  સામે ચાલીને રાજાના સેનીકો સાથે ચાલી નીકળેલો .

ભીષ્મ પિતામહે

ભીષ્મ પિતામહે