ભગવત ઘર ભાગેહમાં આધો ફર આતે

કોઈ માણસે ભગવાનને   કીધું છે કે  હે પ્રભુ તું માણસને પોતાની અર્ધી ઉમરે ઘર ભંગ નો કરતો . ભગવત ઘર ભાંગેહ માં આધો ફર આતે જાનકીજી જાતે તમે રોયતા દશરર રા ઉત  હે પ્રભુ તમે પોતે સ્વયં ભગવાન નો અવતાર મનાતાં તા  તોપણ જયારે રાવણ સીતાને હરી ગએલો  ,ત્યારે કેવા આકુળ વ્યાકુળ  થઇ ગયા હતા .અને રોતા તા , ગાંડા જેવા થઇ ગયા હતા  .ઝાડ પાનને ,પશુ પંખીને પુછાતા ફરતા હતા કે તમે મારી સીતાને જોઈ છે ?તો અમ જેવા માણસનું તે શું ગજું .તો પ્રભુ કોઈને અર્ધી અવસ્થાએ ઘરભંગ નો કરતો .

ગઈકાલે ઓગસ્ટની બીજી તારીખે  મારી પ્રેમાળ પત્ની ભાનુમતી ને પરલોક ગયે પાંચ વરસ પુરાં થઇ ગયાં.  દોહઝાર સાત અગસ્ત્કી જબ દુસરી તારીખ આઈ ,ઇસ ફાની દુનિયાકો  છોડકે ભાનુંને લીની વિદાઈ .

કેટલાક ભાઈ બહેનોની એવી ઈચ્છા છે કે હું  ભાનુમતી વિષે કૈક વધારે લખું .તો છૂટક છૂટક મને યાદ આવતું જાય છે એમ લખતો જાઉં છું.અમે સરદારનગર અમદાવાદમાં રહેતા હતા ત્યાસ્રે અમે એક મોર પાળેલો , ઈંડામાંથી   નીકળેલું  તુર્તનું  બચ્ચું અમે પાળેલું .અને પછી એ મોટો મોર થઇ ગએલો .એને ઉછેરવાનો યશ હું ભાનુંમાંતીને આપું છું .કેમકે એ એની ખુબ કાળજી લેતી અને મોર એનો હેવાયો પણ બહુ થઇ ગયેલો ,અમારા ઘરનો એ ર,ક્ષાક હતો એમ કહું તો ખોટું નથી . કેમકે એ અમારા ઘરે કોઈ નવીન માણસ આવે .એને જુવે તો એ  આંબાના ઝાડ ઉપર બેઠેલો હોય ત્યાંથી  ઉડીને આવીને માણસ ઉપર હુમલો કરે .એક ભાલચંદ્રની માં તરીકે  ઓળખાતા ભાનુંમાંતીની બેન પાણી ઘરે આવે તો એ પહેલા એ અમને પૂછે એટલામાં મોરતો નથીને ?પછી ભાનુમતી હાથ પકડીને લઇ આવે પછી એ નો બોલે .મારીબદલી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થઇ મને રહેવા માટે ઘર એલીસબ્રીજ  પોલીસ લાઈનમાં મળ્યું અમો અમારો વહાલો મોર પણ સાથે લઇ ગએલાં.જંગલમાં રહેનારો મોર અહી ઉદાસ થઇ ગએલો .બાજુની ખ્રિસ્તી મીશાનારીની વિશાલ જગ્યામાં પણ જતો .એક વખત કોઈએ ખ્રીસ્તીવાડ્માં ઘરમાં પૂરી દીધો .કોઈએ ભાનુ મતિને વાત કરીકે તમારા મોરને  આઘરમાં પૂરી દીધીલો છે. એમ કહી ઘર દેખાડ્યું .ભાનુમતી એને ઘરે ગયાં અને મોરની આપી દેવા કહ્યું  ઘર  ધણી યાણી  બોલીકે અમારી પાસે નથી .એમ બોલીને  જધડવા માંડી . અને આ ભાનુમતી  પોલીસના  માથામાં ડોલ મારનારી એમ કઈ દમ ખાય ,એતો બાયડીને ધક્કો મારીને  ઘરમાં ઘૂસીને મોર લઇ આવી .ભાનુમતી મેમાંનનું બહુ સ્વાગત કરનારી એને મેમાનને આગ્રહ કરી કરીને સમ દઈ દઈને જમાડે .અમે સરદારનગરમાં રહેતા હતા ત્યારે નરોડા ગામમાં કથા અને યજ્ઞ  હતો એની બહુ પ્રસિદ્ધિ હતી .કથા સંભાળવા માટે મારા ગામ દેશીન્ગાથી મારા કરીકાકી અને મારી મીણીભજાય આવેલા અને અમારા મેમાન . બનેલા.    એને ખુબ આગ્રહ કરી કરીને  ખવડાવે .કારી કાકીનેતો  બોલવું પડેલું કે તિન્તા અમન  ખાહે સડાવી દીદ્ધાં .મતલબકે તમે અમને ખાવ્ધરા  કારી મુક્યા . મારા ભાઈની પ્રોપર્ટી નું મકાન ફ્લોરીડામાં છે . ત્યાં અમે અવાર નવાર જઈએ .સાથે મારા બે પોત્રોને પણ લઇ જઈએ ત્યાં રમત ગમતના સાધનો બહુ હોય છે .એમાં પૈસા આપીને રમવાનું હોય .હું બે વખત રમવા માટે પાસા આપું .વધુ નો આપું એટલે મોટો દવીદ ભાનુમતી પાસે પૈસાની માંગણી કરે .ભાનુમતી જેટલી વખત પૈસા પોતાની પાસે હોય ત્યાં સુધી આપે પછી મારી પાસેથી કઢાવે .અને હું કંઈપણ દલીલ કર્યાવિના પૈસા આપું  પણ એટલું કહી દુ કે હવે એને પૈસા આપવાના નથી .પછી ભાનુમતી સમજી જાય ખરી .પણ એક વખત તો મારે ભાનુંમાતીની જિદ્દ આગળ લાચાર થઈને આપવા પડે . એક જોડકણું  લખું છું,  “હિંમતનો ગાંજ્યો જાય મોટા માંન્ધાતાથી ,પણ  લાચાર થઇ ગયો ભાનુની જીદ્દથી ભાનુંમાંથીને બાળકો બહુ વહાલા એવીરીતે બાળકોને પણ ભાનુમતી બહુ ગમે  મારા ભત્રીજા વિક્રમ ને પણ બેહદ ગમે કૈક મગની કરવી હોય તો ભાનુંમાંતીને કહે  અમેરિકામાં બાળકો પોતાની માને લાડમાં મોમ કહેતા હોય છે પણ ઉચ્ચાર મમ કરતા હોય છે .પણ વિક્રમ ભાનુંમતી ને મામ કહે .એક વખત એક ડોક્ટર દંપતીને તેના બે બાળકોનું બેબી સીટીંગ કરવા માણસની જરૂર પડી .દીકરો એકાદ વરસની ઉમરનો અન્રે દીકરી ત્રણેક વરસની  દીકરો ભાનુંમતી નો બેહદ હેવાયો થઇ ગએલો .એની માં કામ ઉપરથી આવે એટલે  દીકરાને  તેડવાનું કરે દીકરો એની માં પાસે ના જતા દોડીને ભાનુ મતિને વળગી પડે એની માં પાસે નોજાય  એક વખત તો એની મને કહેવું પડ્યું કે હવેતો મારો રહેવા દ્યો ? ભાનુમતી કહે તારોજ છે પણ  મારી પાસે આવીજાય એને ધક્કો મારીને તારી પાસે નો મોકલું  .આ વાતને વારસો વીતી ગયાં  છોકરો ડોક્ટર થઇ ગયો ,એના લગન થયાં અમને કંકોતરી આવી એમાં દીકરાના માબાપ પ્રફુલ્લા અને રમેશે લખ્યું કે  “બા તમારા દીકરાના લગન થાય છે.” ભાનુમતીના બાબત ઘણું આશ્ચર્ય  કારક લખાય એમ છે . તો મિત્રો ભાઈઓ અને બેનો ખાસ કરીને ઉત્તમ ગજ્જર,સુરેશ જાની .કનક રાવલ .રાત્રી ,મુર્તજા.પટેલ અશોક મોઢ વાડિયા  શકીલ મુનશી ,પ્રજ્ઞા વ્યાસ  વગેરે  આ થોડું લખ્યું જાજુ કરીને માનજો . એક ગઝલ ભાનુમતી કો અર્પણ તેરી હૈ જીદ્દી આદત ફિર ફિદા હોતીહા જન અપની અગર તુજમે ન જિદ્દ હોતી ખુદા જાણે તો ક્યાં હોતા.તું હૈ કમઝોર ફિરભી કામ મર્દાનાસા કરતી હૈ .તું ઝોરાવાર અગર હોતી તો પરબત કંપને લગતા  મી જબ હોગયા બે હોશ હવાઈ જહાઝ્કે અંદર કઝા લે જતી ગર મુજકો ખુદા પાલક તેરા હોતા તું રંજૂર હોતી થી તો મેરા દિલ ધડકતા થા મોત ગર આજાતી તુજકો તો મેરા હાલ ક્યા હોતા

7 responses to “ભગવત ઘર ભાગેહમાં આધો ફર આતે

  1. સુરેશ જાની ઓગસ્ટ 3, 2012 પર 6:12 એ એમ (am)

    જૂની યાદો સુખદ હોય છે. જો કે, કો’ક દુખદ પણ હોય છે.

    • aataawaani ઓગસ્ટ 3, 2012 પર 7:43 પી એમ(pm)

      હું સુખદ પળો યાદ રાખું છું .દુ:ખદ પળોને ગણકારતો નથી .આટલા લાંબા જીવનમાં દુખદ પળો અનેક આવી હોય .એ વર્ણવાનો હું કઈ અર્થ સમજતો નથી . મારી સુખદ પળો  કહેવાથી પણ મેં ઈર્ષાળુ ઉભા કર્યા છે .એટલેજ મારે એક શેર બનાવવો પડ્યો કે निहां रख अपने लुत्फ्को  किसे  न  कहो अताई                                                                                                                                                 हासिद तो जल जाएँगे तुज्को देंगे   जलाई 

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. Vinod R. Patel ઓગસ્ટ 3, 2012 પર 3:02 પી એમ(pm)

    આતાજી,પત્નીની વિદાય નું દુખ તો જેને રામબાણ વાગ્યા હોય એ જ જાણી શકે છે.
    ૯૧ વર્ષની આપની ઉમરે પણ આપને પત્ની સાથે જોડાયેલી યાદો સતાવે છે .એકલતા ડંખતી હોય છે,
    એનો હું પણ અનુભવ કરી રહ્યો છું.જેનો કોઈ ઉપાય નથી એની સાથે સમજુતી કરી બાકીની જિંદગી હસતાં
    હસતાં જીવવી એ જ એક ઉપાય જે તમે હાલ કરી રહ્યા છો.

    • aataawaani ઓગસ્ટ 3, 2012 પર 6:48 પી એમ(pm)

      વિનોદભાઈ  હું ઘણો ભૂલકણો  થઇ ગયો છું. પણ ભાનુમતી ની યાદ  નથી વિસરાતી . પણ તમે કહો છો એમ બાકી રહેલું,  જીવન હું હસ્તે મોઢે    ભાનુ   મતીની મીઠી યાદ સાથે વિતાવું છું . મારો પોત્ર ડેવિડ  બહુ લાપરવાહી છોકરો  એ સ્નાન કરે ત્યારે કર્ટન બરાબર બંધ  નો કરે એટલે  બાથરૂમમાં  પાણી પાણી થઇ જાય .પોતે એને સારીરીતે કર્ટન બંધ કરવાનું કહે  તે હા કહે પણ ભુલીજાય એક દિવસ ભાનુ મતિ એ મને કીધું કે  “આ સાંઢને  કૈક ક્યોને કે  એ સારીરીતે નહાય ” મેં કીધું  ડેવિડ  તું ઘરમાં બાથ  રૂમમાં નાવાને લાયક નથી .તું બેક યાર્ડમાં હવેથી નાતો જજે . આ હું તુને સજા નથી કરતો પણ હું જેમ બહાર  નાઉ છું એમ તું પણ બહાર નાતો જા  ઠંડીમાં ટાઢે પાણીએ નહાઉં એ આકરું પડતું હતું. નહાતો  હતો   પણ  એદિવસ ભાનુમતિ ને  દયા આવી એણે મને કીધું કે ડેવિડને કયો ભલે ઘરમાં નાતો જાય .મેં ડેવિડને આ શુભ સમાચાર આપ્યા ,એટલે એ બા (ભાનુ મતિ  )પાસે ગયો અને બે હાથ જોડી બોલ્યો thankyou  બા   

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • Vinod R. Patel ઓગસ્ટ 6, 2012 પર 9:50 એ એમ (am)

        હું ઘણો ભૂલકણો થઇ ગયો છું. પણ ભાનુમતી ની યાદ નથી વિસરાતી

        વાહ આતાજી આ એક વાક્યમાં તમે ઘણું કહી દીધું !

        ઘડપણમાં ઘણી વસ્તુઓ ભુલાઈ જતી હોય છે પરંતુ પત્નીની યાદ મગજમાંથી ખસતી નથી હોતી।

        હંમેશાં તરોતાજા તરોતાજા રહેતી હોય છે, પ્રયત્ન કરવા છતાં ભુલાતી નથી હોતી.

        • aataawaani ઓગસ્ટ 6, 2012 પર 10:50 એ એમ (am)

          ભાનુંમાંતીને યાદ કરીને આનંદ મેળવું છું અને તમારા જેવા સ્નેહીઓને ગમે પણ છે. હું એરીજોનામાં રહું છું અહી ઉનાળામાં સખત ગરમી પડે છે ખાસતો  જુન જુલાઈ અને ઓગસ્ટ આ ગરમીના મહિના કહેવાય પણ બે વરસ પેલા મેની આખરમાં ૧૧૮ ડીગ્રી  f  ટેમ્પરેચર હતું . ભાનુમતી જયારે હયાત હતી  ચાલી નોતી શકતી પણ બેઠા બેઠા ઘરમાં ધણો વણો કરતીજ રહે   હું ખરીદી કરવા જાઉં ત્યારે  લીસ્ટ લખાવે  ખરીદી કરીને ઘરે આવું ત્યારે  પૂછે આ લઇ આવ્યા તે લઇ આવ્યા . દહીં  લઇ આવ્યા હું જવાબ આપું એતો હું ભૂલી ગયો .તો પાછા જાવ અને લઇ આવો  . હું કહું હવે આવી ગરમીમાં મને પાછો મોકલમાં દહીં વગર ચલાવી લઈશું . સાંભળીને ભાનુમતી  મોટે સાદે બોલે નાં મારે નથી .ચલાવવું  હમણાં ને હમણાં જાવ “એ અરસામાં હું દહીંની છાશ બનાવી અંદર ખાંડ નાખી  પીતો”( હવેતો દૂધ અને તેની વસ્તુનો ત્યાગ કરી દીધો છે જોકે પ્રતિજ્ઞા નથી લીધી .એવી પરિસ્થિતિ સર્જાય તો ખાય પણ લઉં છું . )અને બાપુ  લુ વરસતી હોય અને હું ભાનુંમાંતીનો હકમ માથે ચડાવી ખરીદી કરવા ઉપડું . “હિંમત નો ગાંજ્યો જાય મોટા માંધાતાથી પણ લાચાર થઇ ગયો ભાનુની જીદ્દથી ”

          Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  3. pragnaju ઓગસ્ટ 5, 2012 પર 7:37 એ એમ (am)

    હંમણા અમારા કુટુંબ /સ્નેહીઓમા પત્નીના અવસાન બાદ પતિ થોડા સમયમા ગુજરી ગયા! અને પતિના અવસાન બાદ દુઃખ જીરવી પત્નીઓ સેવા કરે છે! તમે આ દુઃખ જીરવી તમારી સુંદર સેવાઓ આપો છો તેના ધન્યવાદ
    હું મજાકના મુડમા કહું છૂ કે મારા મરી ગયા બાદ તમે જે રીતે મને યાદ કરી સેવાઓ કરવાના છો તે મારા જીવતાજીવ જ કરો…હા જીવતાજીવ બારમૂં,તેરમું અને દિવસ ઉમેરતા જાવ! અને મરણબાદ કાંઇ ન કરશો તો પણ તમને પિત્રુ દોષ નહીં લગાડૂ.यावत जीवेत, सुखम जीवेत, ऋणम कृत्वा घृतम पिबेत.ાઆ રીતે તો માનું છુ

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: