ભાનુમતી જોષી એક વિશિષ્ટ ઓરત #2

અને ભાનુમતીએ દળદાર  દાતરડું લીધું ,અને ઉપડી ઝીણા ભાઇના ખેતર  અને ડાંડર  વાઢવું  શરુ કર્યું ,અને  થોડીકજ વારમાં   મોટો ભારો તૈયાર કર્યો .

જયારે ડાંડર  વાઢી  રહી હતી ત્યારે જીણા ભાઈ અને બીજા સાથીદારો હસતા હતા કે આણીએ રાંક ધરવ કર્યો છે પણ એ ઉપાડી કેવી રીતે શકાશે.?

ભારો  તૈયાર  કરીને  ભારો પોતાના માથા ઉપર મુકવા માટે , મદદ માટે એને જીણા ભાઈને   બોલાવ્યા .થોડો તે વખતનો અમારા ગામડાઓનો રીવાજ વાચક ભાઈ બહેનો માટે કહી દઉં ,ગામડાઓમાં જબરદસ્ત  કોતુંમ્બીક ભાવના હોય છે .ભલે એક બીજાના ઘરનું પાણી પિતા અભડાઈ જાતા હોય ,પણ એ કૈક સગા જરૂર થતા હોય .એ પ્રમાણે જીણાભાઇ  મને મારી ફોઈના દીકરા ભાઈ થાય જોકે જીણા ભાઈનો દીકરો મારા કરતા ઉમરમાં મોટો ,બીજું અમારી બાજુના  મેર,, આહેર, વગેરે લોકોમાં લાજ કાઢ વાનો રીવાજ નથી . એટલે એલોકોની સ્ત્રીઓ  વાણીયા , બ્રાહ્મણ  વગેરે લોકોની  લાજ નો કાઢે .પણ આ લોકોની  એટલેકે વાણીયા  ,વગેરે લોકોની સ્ત્રીઓ  મેર વગેરે લોકોની  લાજ કાઢે .પણ  તેઓની સાથે છૂટ થી બોલે ખરી .એવી રીતે  આહેર વગેરે લોકો  પોતાની  જ્ઞાતિની  સ્ત્રીઓને નામથી બોલાવે .કે જે દીકરા કે નાના ભાઈની વહુ હોય . પણ વાણીયા વગેરીની સ્ત્રીઓને એ લોકોના રીવાજ પ્રમાણે વહુ  કહીને બોલાવે .

જીણા ભાઈ  ભારો ચડાવવા આવ્યા, ત્યારે બોલ્યાકે વહુ આ  ભારો તમારાથી નહિ ઉપડે પડતો મુકો અમે ગાડું લઈને ઘેર આવશું ત્યારે અમે લીધે આવશું .અને આ તમારા ભારામાંથી તણખલું  પણ ઓછું નહિ કરીએ   .અને ભારો તમારે ઘરે  પહોંચાડી દઈશું .  પણ આ ભાનુબેન જેનું નામ  એમ માને ખરી ?એ બોલી  જીણાભાઇ તમારું કામ છે.  ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું આવા કિસ્સાઓ ઉપર્થીજ મારે એક શેર બનાવવો પડ્યો કે લોક કહતે હૈકી ઓરતકો સમજના મોહાલ હૈ , લેકિન સચ તો યહ હૈ સમજાના મોહાલ હૈ . અને બાપુ પછી ભારો ભાનુ બેન ઉપર મુક્યો .જીણા ભાઈ વાત કરતા હતા મેં જયારે ભારો ચડાવ્યો ત્યારે મારા પેટમાં આંટી પડી ગએલી હો .અને પછી તો હાથણી ની  ચાલે  ચાલતી  ભાર સાથે ઘરે પહોંચી .અને મારા માં અને બાપ અને ગામના બીજા માણસો હેરત  થઇ ગયા .આથી ભાનુ મતિ બહુ રાજી થઇ ગઈ .જયારે હરગોવિંદ (અમેરિકામાં દેવ જોશી તરીકે જાણીતો ) ભાનુમતી ના પેટમાં હતો. ત્યારે ભાનુમતી એક મોટો સુન્ડો ભરીને માટી  ઘરે લાવેલી  માટી નીચે નાખ્યા પછી ભાનુંમાંતીએ મારી મને કહ્યું ,માં મારા પેટમાં દુ:ખે છે . માં સમજી ગયા કે આને બાળક અવતરવાની તયારી હશે .એટલે માએ ઘરમાં ખાટલો ઢાળી  દીધો અને ભાનુંમાતીને આરામ કરવાનું કીધું અને  કોઈકને  મારા બાપને બોલાવવા અને સાથે સુયાણી લઇ આવવા કહ્યું .મારા બાપા  મલીમાં ભાટુ સુયાણી ને બોલાવવા ગયા.  આ વખતે  મલીમાં  ડાયાભાઇ જીલાસના ના દીકરાની વહુને  સુવાવડ માં મદદ કરવા ગએલા.તેઓએ  બાપાને કીધું કે હું અબઘડી તમારે ઘેર આવું છું . જ્યાં મલીમાં ઘરે આવ્યા ત્યાંતો  હરગોવિંદ ભાઈ  કુંવા કુંવા કરતા મન પડખામાં પડ્યા પડ્યા રોઈ રહ્યા હતા . પછી હું અમદાવાદમાં પોલીસ ખાતામાં માસિક રૂપિયા  ૬૭ નાં પગારથી  ભરતી થઇ ગયો . મીઠાખળી ના કબરસ્તાન  સામે અને નગરી  આંખની  હોસ્પિટલ નજીકની પોલીસ લાઈનમાં  રહેવા માટે ક્વાટર મળ્યું . પાણી ભરવા માટે દસેક ઘરો વચ્ચે  એક નળ અને પાણી સવાર સાંજ બબ્બે કલાક આવે . ભાનુ મતિ ને પોલીસની બાયડી યુ  બહુ માથા ભારે કહેતા  કેમકે પાણી આવવાનું થાય એ પહેલા  ભાનુ બુન  નળનો કબજો કરી લ્યે ,અને જ્યાં સુધી  પોતાના  તમામ વાસનો પાણીથી ભરાય જાય પછી નળનો કબજો છોડે .એક વખત સિંધી જમાદાર દલપતરામની વહુએ  એના ધણી ને વાત કરીકે ભાનુમતી  ઘડીકમાં  નળ નો કબજો છોડતી નથી .અને દલપતરામને શુર ચડ્યું . ભાનુમતી  પાણી ભરી રહી હતી ત્યાં આવ્યો અને ભાનુંમાંતીની ડોલ ફગાવી દઈ પોતાની ડોલ પાણી ભરવા માટે નળ ઉપર મૂકી દીધી . અને તમે એમ સમજો છોકે ભાનુબેન  ડરીને ડોલ લઈને ઘરભેગા થઇ ગયા હશે ? રામનું નામ લ્યો, એણે એક પળનો પણ વિચાર કર્યાવિના  દલપતરામના માથામાં ડોલ ઠોકી દીધી .દલપતરામ લોહી લોહાણ થઇ ઘરભેગો થઇ ગયો. અને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરી . અને ભાનુંમાંતીએ માર્યું એવું લખાવેતો આબરૂના કાંકરા  થાય એટલે મેં માર્યો છે એવી ખોટી ફરયાદ લખવી આવખતે હું  અચેર  પોલીસ ચોકી ઉપર નોકરી ઉપર હતો .એટલે ફરિયાદ પાછી ખેંચી લીધી . કરફ્યું હોય પણ ભાનુ બેન બકારીયું ચરાવવા ગયા હોય  ચકલું પણ ફરકતું નહોય ફક્ત પોલીસની વેન ફરતી હોય પોલીસ વાળા ભાનુબેનને કહે  આ કર્ફ્યું છે તમને ખબર છે ? ભાનુ મતિ કહે હા  બસ ટૂંકો જવાબ આપી દ્યે  એક વખત  એક પોલીસ વાળાની વહુ સાથે જઘડો  થયો . મોકો જોઈ એ બૈરીએ  ભાનુ બેન બકરી દોતા હતા ત્યારે ડાબલાનો છુટ્ટો ઘામારી ઘર ભેગી થઇ ગઈ . અને ભાનુબેને બકરી દોવાનું પડતું મૂકી ઘરમાં જઈ લાકડી લઇ અને એના ઘર આગળ ઉભા રહ્યા . મજાલ છેકે બાઈ ઘર બહાર નીકળે ?હું નોકરી ઉપરથી આવ્યો ભાનુબેન ઘરે  આવી ગયા બૈરી નો ધણી મનુજી  મારી સાથે જઘડો કરવા માંડ્યો  એમ કરતા કરતા તે મને માબેન સમી ગાળો દેવા માંડી ગયો . એક કહેવત છેકે સોરઠિયો માર ખાય પણ ગાર ન ખાય (અમારીબાજુ ળ  નો ઉચ્ચાર ર કરે છે   )મારે ફરવા માટે અમેરિકા આવવાની  તૈયારીઓ ચાલી રહી હતી એટલે મારા વિરુદ્ધ  ફરિયાદ થાય તો મને અમેરિકા વિસા નો આપે એટલે હું બધું સહન કર્યે જતો હતો નહીતર હું  ભાનુંમતીનો વર   માંનુજીના લાડ એકજ સેકંડ માં ઉતારી નાખું . પણ મારો દીકરો સતીશ દોડ્યો અને મનુંજીના માથામાં   પાટિયુંમારીદીધું  અને મનુજી લોહી લોહાણ થયા . મનુંજીએ પણ મેં માર્યું છે એવી ફરિયાદ નોંધાવેલી પણ કઈ વળ્યું નહિ .હવે ભાનુ બેન ની વાતો ટૂંકમાં પતાવવી પડશે .પછી મારી બદલી સરદાર નગર પોલીસ સ્ટેશનમાં થઇ અહી મેં બકરીયો રાખેલી ૨૬ જેટલી મારી પાસે થઇ ગએલી  ભાનુમતી  ખાસ કરીને બકારીયું ચરાવતી મારા તેજસ્વી એન્જીનીયર દીકરા પણ ઉઘડે પગે બકારીયું ચરાવતા અને હું પણ ચરાવતો  . એક વખત  પોલીસના બૈરા વચેપાણીના  ભરેલા બેડાથી દોડવાનીહરી  ફાઈ થઇ  . ભાનુ બેન ઉમરમાં સૌ થી અને પહેલો નંબર આવી પછી ભાનુબેન અમેરી ક આવ્યા  બીમાર પડી ગયા મેં અગિયાર મહિના  ઘરે રાખીને મારાથી બનતું એના માટે કર્યું  મારે એણે નર્સિંગ હોમમાં મુકવા વિચાર નોતો પણ પછી હું પણ એની દેખભાળ રાખી શકું એવી સ્થિતિમાં નોતો એટલે મારા મોટા દીકરા હર્ગોવીન્ડે sosiyal varkarne vaat kari e

ભારો મારા માથા ઉપર મૂકી દેવાનું ,

4 responses to “ભાનુમતી જોષી એક વિશિષ્ટ ઓરત #2

  1. Vinod R. Patel ઓગસ્ટ 3, 2012 પર 3:29 પી એમ(pm)

    અહી મેં બકરીયો રાખેલી ૨૬ જેટલી મારી પાસે થઇ ગએલી ભાનુમતી ખાસ કરીને બકારીયું ચરાવતી મારા તેજસ્વી એન્જીનીયર દીકરા પણ ઉઘડે પગે બકારીયું ચરાવતા અને હું પણ ચરાવતો

    આતાજી બકરીયો ,ચરાવતાં ચરાવતાં તમો બધાં અમેરિકાવાસી થઇ અહીની જિંદગીમાં પરોવાઈ ગયા !

    કેટલી રસપ્રદ જીવન કથની છે તમારી. એક સત્ય ઘટનાત્મક સરસ નવલકથા વાંચતા હોઈએ એવું લાગ્યા કરે .

    • aataawaani ઓગસ્ટ 3, 2012 પર 7:06 પી એમ(pm)

      અને  વિનોદભાઈ મારા બંને દીકરા એન્જી. છે અને અમેરિકામાં સારી રીતે સ્થિર છે . તેઓએ પણ ઉઘાડે પગે બકરીયું ચરાવી છે .મેએક ભજન બનાવ્યું છે . તેની એક લીટી આપના માટે नंगे पैर बकरिया चराई  कोलेज डिग्री पाई कोलगेटने उसकी कला परख कर नै नै शोध करवाई …..संतोभाई समय बड़ा हरजाई વિનોદ ભાઈ હાલજે બજારમાં” આઈરીશ સ્પ્રિંગ “નામનો સાબુ વેચાય છે .એ  ઉઘાડે પગે બકરીયું ચરાવનાર ની  શોધ નું  પરિણામ છે.

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  2. sima shah ઓગસ્ટ 13, 2012 પર 12:09 એ એમ (am)

    દાદા,
    બહુ સરસ આત્મકથાના ભાગરૂપે વાત કહી.
    પણ ખબર નહીં કેમ,અધુરી લાગે છે.
    સીમા

    • aataawaani સપ્ટેમ્બર 4, 2012 પર 9:48 એ એમ (am)

      વહાલી દીકરી સીમા  ભાનુંમાંતીની વિશિષ્ટ વાતો ઘણી છે .જેટલી લખું એટલી અધુરીજ લાગવાની છે .મારા દીકરા સાથે તે વડોદરા પાસે છાણીમાં રહેતી હતી .આંગણામાં પપૈયો  વાવ્યો હતો . તેનાં પાકાં પપૈયાં વાંસડાની મદદથી     એક દસેક વરસનો છોકરો પપૈયાં પાડી જાય .એક વખત બાને (ભાનુમતી) હાથ ચડી ગયો . બાએ. પકડી પાડ્યો .વાંસડો અને પાડેલાં પપૈયાં આંચકી લીધાં એટલુંજ નહિ છોકરાને બેસાડી રાખ્યો .છોકરાના માબાપ આવ્યા  બાને ખુબ કરગર્યા ત્યારે છોકરાનો છુટકારો કર્યો.  . 

      Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: