ભાનુમતિ જોશી એક વિશિષ્ટ ઓરત

મારા પોરસીલા માબાપે મારી સગાઇ કરવાનું વહેલું નક્કી કરી નાખ્યું .મારી નોકરી ધંધાનું કઈ નક્કી નહિ .પણ મારી માને  એક જાતનો હરખ કે અમારા કુટુંબમાં મારા કરતા ઉમરમાં ઘણામોટા  છોકરા કુંવારા  અને હું પરણી જાઉં તો વટ પડે .એટલે  મારા માટે કન્યાની તપાસમાં   હતાંજ .કેશોદ ગામમાં મારા કાકા એક અમારી જ્ઞાતિના કુટુંબને ત્યાં અતિથિ તરીકે રાત રોકાણા આ વખતે તેમની દીકરી ભાનુંમતીને જોઈ   એની કામ કરવાની ધગશ .રસોઈની આવડત  સ્વચ્છતા પ્રત્યેનો પ્રેમ  વગેરે જોયું .મારા કાકાને મનમાં વિચાર આવ્યોકે  આ છોકરીનું સગપણ  મારા ભત્રીજા  હિંમતલાલ સાથે થાય તો મારા ભાઈ અને ભાભી ખુબ રાજી થાય એમ છે .અને મને યશ મળે એમ છે.એટલે સવારે જયારે  જવા માટે રાજા લીધી ત્યારે  મારા સસરા અને સાસુ (ભવિષ્યના )ને વાત કરીકે જો તમારે તમારી દીકરીનું સગપણ કરવું હોય તો મારો ભત્રીજો છે . મારા સાસરે જવાબ આપ્યો કે  જોઈશું  જો અમને યોગ્ય લાગશે તો  અમારી દીકરીનું સગપણ તમારા ભત્રીજા સાથે કરીશું .

મારા ગામ દેશીન્ગાના સુતારનું સાસરું કેસોદમાં તેની સાસુ અવાર નવાર દેશીન્ગા આવે.  મારા સસરા સુતારની સાસુને  ખાસ ઓળખે એક વખત મારા સસરાએ સુતારની સાસુને વાત કરીકે  દેશીન્ગામાં  એક મુરતિયો છે .જેની સાથે આપની ભાનુ માટી વેરે સગપણ કરવા વિચાર છે તો તમો  ખાનગી રહે ઘરની અને વરની તપાસ કરી આવો .અને તમારો અભી પ્રાય આવ્યા પછી આપણે આગળ વધીશું .સુતારની સાસુ સાથે  ભાનુંમતીને પણ મોકલી  ભાનુ મતિને થોડી જાણ કરેલી ખરી કે  એક છોકરા સાથે તારી સગાઇ કરવાની છે .એ છોકરાને    તું બરાબર ઓળખી લેજે  . ભાનુમતી બાપડી

બહુ ભોળી ભાળી હતી . એની દશા “નઈ અબલા રસ ભોગ નાજાને  “એવી હતી માબાપનો સખત કંટ્રોલ ભાનુમતી ને એટલો હરખ કે  સગાઇ થાય તો નવા નવા  લૂગડાં ઘરેણા પહેરવા મળે. જયારે હિંમત લાલ તો  રમત રળા માં બે કાન્કરીયું માંડી ચુકેલો  .

અને પછી તો ભાઈ ભાઈ  હિમતભાઇ  વરરાજા બન્યા .અને કેશોદ થી લાડી (ભાનુમતી )લઈને  ઘરે આવ્યા . રીવાજ પ્રમાણે  કન્યાના બાપે  કલવોઆપ્યો .(કલવો એટલે એક પ્રકારની મીઠાઈ કે જેમાં પુષ્કળ  ઘી ,ગોળ .ખારેક કોપરું ,બદામ વગેરે હોય )સાથે સાથે  તજ લવિંગ સોપારી પણ આપે એલચી વગેરે પણ ખુબ આપ્યું.  દેર નણંદ  વગેરે નવી ભાભીને મળવા આવે ત્યારે  તેમને આપવાનું આવો રીવાજ અમારી બાજુ તે વખતે હતો.

ભાનુમતી શહેરની છોકરી અમે ગામડિયા માણસો ગાયો ભેંસો ઢોર રાખવા વાળા  ઢોરનું  છાણ વાસિંદુ કરવું પડે .એનું દૂધ કાઢવું પડે .એ દૂધનું દહીં બનાવી છાશ કરાવી પડે એના માખણ નું ઘી બનાવવું પડે .પશુ માટે  ઘાસ ચારો લાવવો પડે .ખદ લેતી વખતે કામ્પો વાળવો પડે .ગામની બહેનોએ બધું શીખવી દીધું .અને ભાનુમતી એ ઉત્સાહ થી બધું શીખી લીધું  ગાય ભેંસનું દૂધ કાઢતા  અનાજ દળતા બધું શીખી લીધું .અને પછીતો ભાનુમતી ની ગામમાં બહુ કામઢી છે .એવી છાપ પડી .ભાનુંમતીને પોતાના કાર્યની પ્રશંશા ખુબ ગમતી  અને આ કારણે તેને કોઈ કામમાં કંટાળો આવ્યો નહિ. તે સમયમાં ખેડૂતો ઉનાળામાં સખત મેહનત કરી  જુવાર  વાવતા , આ જુવાર  ચમાસુ બેસતા પહેલા  તૈયાર થઇ જાય અને  નવા ચોમાસું વાવેતર માટે  ખેતર પણ તૈયાર થઇ જાય .પણ એક વખત એવું બન્યું કે જીણા ભાઈ બારિયા ખેતર સાફ ન કરી શક્ય અને વહેલો વરસાદ આવી પડ્યો અને કેવો કે  બારે મેઘ ખાંગા થયા .બરાબરની હેલી જામી  અને પરિણામ એ આવ્યું કે જુવાર વાઢી લીધા પછી જે કરચા હતા .એ ફૂટી નીકળ્યા .અને આ છોડ અમારી ગામથી ભાષામાં કહું તો પરહ પરહ ઊંચા થઇ ગયા .ચોમાસું ભારે એટલે આ નીરણનો સંઘરો થાય નહિ .અને નવા વાવેતર માટે ખેતર સાફ કરવું પણ બહુ જરૂરી હતું .એટલે જીણા ભાઈએ  ઢંઢેરો  પીટાવ્યો કે  કોઈબી આવીને  વાઢીને  આ નીરણ લઇ જઈ શકે છે

Advertisements

9 responses to “ભાનુમતિ જોશી એક વિશિષ્ટ ઓરત

 1. pragnaju July 26, 2012 at 3:30 pm

  એ જ યાદોનો મોટો સહારો હોય છે….મેસવાણ * અગતરાઇ * અજાબ * અખોદડ * બડોદર * બાલાગામ * બામણાસા * બાવા સિમરોલી * ભાટ સિમરોલી * ચાંદીગઢ * ચર * ચિત્રી * ડેરવાણ * ધ્રાબાવડ * એકલેરા* ફાગળી* ગેલાણા * હાંડલા * ઇંદ્રાણા * ઇસરા * જોનપુર * કલવાણી * કરેણી * કેવદ્રા * ખમીદાણા * ખિરસરા * કોયલાણા-લાઠીયા * મઢડા * મઘરવાડા * માણેકવાડા * મંગલપુર * મોટી ઘંસારી * મોવાણા * મુળિયાશા * નાની ઘંસારી * નોંજણવાવ * નુનરડા * પાડોદર * પાંચલા * પાણખાણ * પસવાળીયા * પિપળી * પ્રાંસલી * રંગપુર * રાણીંગપરા * રેવદ્રા * સાંગરસોલા * સરોડ * શેરગઢ * સીલોદર * સોંદરડા * સુત્રેજ * ટીટોડી * મેસવાન *ના જાનૈયા આવ્યા હશે

  • aataawaani July 26, 2012 at 5:13 pm

   અરે પ્રજ્ઞા બેન  આતો   તમે અમારા  મલકના  નીકરિયા 

   સૂત્રેજ ભાનુંમતીનું મોસાળ

   નુંનારડા  મારા કાકાના દીકરા ભાઈનું સાસરું  ચાંદીગરમાં   અમદાવાદ શાહપુર દરવાજા ના ખાંચા  માં રહેતા ગીરીજા શંકરની દીકરીસાસરે  હતી . એ પણ  અમદાવાદમાં જન્મેલી અને એનો ધણી ખેડૂત  બી ભેંસોના છાણ  વસીંદા કરવા મંડી ગઈ . અમદાવાદમાં હતી ત્યારનો હું એને ઓળખું

   પછી હું એને  ૧૯૮૬નિ સાલમાં  ચન્દીગરમાં મળેલો .એજે શબ્દ બોલેલી એ  મારો ઉત્સાહ પ્રેરક હતો .એ શબ્દ હું ભૂલ્યો નથી ભૂલી શકાય એમ નથી .  ટીટોડી માં મારીમાંના કાકાના દીકરા ભાઈ રહેતા 

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

   • jjkishor July 27, 2012 at 10:44 pm

    ઓહોહો ! આ તો વાત ક્યાંની ક્યાં જાતી નેહરી !! ઈ ટાણે પ્રજ્ઞાદીદીને હંધાં સું કઈને બોલાવતાં હઈસે ? ઈમને ખબર્ય હોત તો માંડવડે ગીત્યુંની રમઝટ બોલાવવાય હાજર રે’ત ને ! ભાનુમાડી ઈ ટાણે દીદીનાં કોક ફળિયાંએંધાણે ઓળખીતાંય હોત.

    આ નેટડો મોટા નેસડા રેખો છે હો. ક્યાંથી ક્યાંની ઓળખાણું નીકળી પડે છે !

    પણ ભાનુબુનની વારતા અધકુડી કેમની રાખી ?

    • aataawaani July 27, 2012 at 11:11 pm

     જુગલ કિશોર ભાઈ આ ચ્મ્પ્યુતારે અને મારી કૈક અન આવડતે અધુરી વાત રહી ગઈ . પણ પછી  “ભાનુમતી જોશી એક વિશિષ્ટ ઓરત # ૨ “માં લખ્યું છે એ પણ થોડું અધૂરું રહી ગયું છે .પણ સુરેશ જાનીના ઈ મીલ  ઉપર થોડુક લખ્યું છે , એના માટે ૩ કવિતાની કળીયુ લખ્યું છે આ આખી કવિતા ૨૧ કડીયુંની થઇ ગઈ છે એમાં ગાંધી બાપુ પણ છે અને અડદમ હુસેનને પણ ગોઠવ્યો  છે .

       Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

     ________________________________

 2. bharodiya July 26, 2012 at 7:57 pm

  આતા, કલવાને અમારી બાજુ કંસાર કે છે. અને સોપારી, તજ, લવિંગ તો દિયર લોકોનો હક છે. કદાચ હજી પણ એ રિવાજ ચાલુ જ છે.

 3. સુરેશ જાની July 27, 2012 at 6:32 am

  એક બે ફોટા મૂકી આપું ? પણ જુવાની કાળના મારી પાસે નથી.

  • aataawaani July 27, 2012 at 7:38 am

   સુરેશ ભાઈ હું મારા જુના આલ્બમમાં  જોઇશ  મળશે તો તમને ઈ મેલ થી મોકલી આપીશ

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 4. પરાર્થે સમર્પણ July 31, 2012 at 11:13 pm

  આદરણીય વડીલ શ્રી આત્તા
  જીવન સંગીનીની વિશિષ્ટ કાર્ય સુચીનું આબેહુબ વર્ણન અપની કલમે આલેખાયું છે.
  ભાનુમતી બહેનના કાર્યની ઝલક અને ચપળતાથી કાર્ય પદ્ધતિની સુવાસ મહેંકી રહી છે.
  કોમ્પ્યુટરમાં ખામી હોવાથી સંદશ પત્વવામાં મોડો પડ્યો છું એ બદલ ક્ષમા કરશો.

  • aataawaani August 1, 2012 at 12:26 am

   ભલે મોડું થયું ,પણ તમને મારી લેખન કાર્યની અને ભાનુમતી ની કદર થઇ એ મને ઘણો ઉત્સાહ વધારી  ગયું.  આતા તમે બંને ભાગ વાંચ્યા ?

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: