મારા પોરસીલા માબાપે મારી સગાઇ કરવાનું વહેલું નક્કી કરી નાખ્યું .મારી નોકરી ધંધાનું કઈ નક્કી નહિ .પણ મારી માને એક જાતનો હરખ કે અમારા કુટુંબમાં મારા કરતા ઉમરમાં ઘણામોટા છોકરા કુંવારા અને હું પરણી જાઉં તો વટ પડે .એટલે મારા માટે કન્યાની તપાસમાં હતાંજ .કેશોદ ગામમાં મારા કાકા એક અમારી જ્ઞાતિના કુટુંબને ત્યાં અતિથિ તરીકે રાત રોકાણા આ વખતે તેમની દીકરી ભાનુંમતીને જોઈ એની કામ કરવાની ધગશ .રસોઈની આવડત સ્વચ્છતા પ્રત્યેનો પ્રેમ વગેરે જોયું .મારા કાકાને મનમાં વિચાર આવ્યોકે આ છોકરીનું સગપણ મારા ભત્રીજા હિંમતલાલ સાથે થાય તો મારા ભાઈ અને ભાભી ખુબ રાજી થાય એમ છે .અને મને યશ મળે એમ છે.એટલે સવારે જયારે જવા માટે રાજા લીધી ત્યારે મારા સસરા અને સાસુ (ભવિષ્યના )ને વાત કરીકે જો તમારે તમારી દીકરીનું સગપણ કરવું હોય તો મારો ભત્રીજો છે . મારા સાસરે જવાબ આપ્યો કે જોઈશું જો અમને યોગ્ય લાગશે તો અમારી દીકરીનું સગપણ તમારા ભત્રીજા સાથે કરીશું .
મારા ગામ દેશીન્ગાના સુતારનું સાસરું કેસોદમાં તેની સાસુ અવાર નવાર દેશીન્ગા આવે. મારા સસરા સુતારની સાસુને ખાસ ઓળખે એક વખત મારા સસરાએ સુતારની સાસુને વાત કરીકે દેશીન્ગામાં એક મુરતિયો છે .જેની સાથે આપની ભાનુ માટી વેરે સગપણ કરવા વિચાર છે તો તમો ખાનગી રહે ઘરની અને વરની તપાસ કરી આવો .અને તમારો અભી પ્રાય આવ્યા પછી આપણે આગળ વધીશું .સુતારની સાસુ સાથે ભાનુંમતીને પણ મોકલી ભાનુ મતિને થોડી જાણ કરેલી ખરી કે એક છોકરા સાથે તારી સગાઇ કરવાની છે .એ છોકરાને તું બરાબર ઓળખી લેજે . ભાનુમતી બાપડી
બહુ ભોળી ભાળી હતી . એની દશા “નઈ અબલા રસ ભોગ નાજાને “એવી હતી માબાપનો સખત કંટ્રોલ ભાનુમતી ને એટલો હરખ કે સગાઇ થાય તો નવા નવા લૂગડાં ઘરેણા પહેરવા મળે. જયારે હિંમત લાલ તો રમત રળા માં બે કાન્કરીયું માંડી ચુકેલો .
અને પછી તો ભાઈ ભાઈ હિમતભાઇ વરરાજા બન્યા .અને કેશોદ થી લાડી (ભાનુમતી )લઈને ઘરે આવ્યા . રીવાજ પ્રમાણે કન્યાના બાપે કલવોઆપ્યો .(કલવો એટલે એક પ્રકારની મીઠાઈ કે જેમાં પુષ્કળ ઘી ,ગોળ .ખારેક કોપરું ,બદામ વગેરે હોય )સાથે સાથે તજ લવિંગ સોપારી પણ આપે એલચી વગેરે પણ ખુબ આપ્યું. દેર નણંદ વગેરે નવી ભાભીને મળવા આવે ત્યારે તેમને આપવાનું આવો રીવાજ અમારી બાજુ તે વખતે હતો.
ભાનુમતી શહેરની છોકરી અમે ગામડિયા માણસો ગાયો ભેંસો ઢોર રાખવા વાળા ઢોરનું છાણ વાસિંદુ કરવું પડે .એનું દૂધ કાઢવું પડે .એ દૂધનું દહીં બનાવી છાશ કરાવી પડે એના માખણ નું ઘી બનાવવું પડે .પશુ માટે ઘાસ ચારો લાવવો પડે .ખદ લેતી વખતે કામ્પો વાળવો પડે .ગામની બહેનોએ બધું શીખવી દીધું .અને ભાનુમતી એ ઉત્સાહ થી બધું શીખી લીધું ગાય ભેંસનું દૂધ કાઢતા અનાજ દળતા બધું શીખી લીધું .અને પછીતો ભાનુમતી ની ગામમાં બહુ કામઢી છે .એવી છાપ પડી .ભાનુંમતીને પોતાના કાર્યની પ્રશંશા ખુબ ગમતી અને આ કારણે તેને કોઈ કામમાં કંટાળો આવ્યો નહિ. તે સમયમાં ખેડૂતો ઉનાળામાં સખત મેહનત કરી જુવાર વાવતા , આ જુવાર ચમાસુ બેસતા પહેલા તૈયાર થઇ જાય અને નવા ચોમાસું વાવેતર માટે ખેતર પણ તૈયાર થઇ જાય .પણ એક વખત એવું બન્યું કે જીણા ભાઈ બારિયા ખેતર સાફ ન કરી શક્ય અને વહેલો વરસાદ આવી પડ્યો અને કેવો કે બારે મેઘ ખાંગા થયા .બરાબરની હેલી જામી અને પરિણામ એ આવ્યું કે જુવાર વાઢી લીધા પછી જે કરચા હતા .એ ફૂટી નીકળ્યા .અને આ છોડ અમારી ગામથી ભાષામાં કહું તો પરહ પરહ ઊંચા થઇ ગયા .ચોમાસું ભારે એટલે આ નીરણનો સંઘરો થાય નહિ .અને નવા વાવેતર માટે ખેતર સાફ કરવું પણ બહુ જરૂરી હતું .એટલે જીણા ભાઈએ ઢંઢેરો પીટાવ્યો કે કોઈબી આવીને વાઢીને આ નીરણ લઇ જઈ શકે છે