Daily Archives: જુલાઇ 11, 2012

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरी यसी #2

ચરણમાં જઈ કપિ હાથ જોડી કહે  નાથજી આ મતિ કેમ આવી  જેહનો હાથ ગ્રહ્યો તેને તર છોડતા આપના બીરુદની  શરમ નાં વિ

તારનારા બની ધકેલો નીરમાં માફ કરજો કરી ભૂલ ભારે  તમે તરછોડશો  જેહને નાથજી તેને ત્રણ લોકમાં કોણ તારે .

લંકાની ભવ્યતા  એના બાગ બગીચા  આ બધું જોઈ  લક્ષામને રામને કીધું  ભ્રાતા  હવે આપણે અહીંજ રોકી જઈએ અને લંકાનું રાજ આપ સંભાળ લ્યો

અયોધ્યાનું રાજ તો ભાઈ ભરત સંભાલેજ છે .  તમે લંકા અને અયોધ્યા  બંનેના રાજા  કઈ જરૂર પડશે તો  હનુમાન  સંદેશ વહેવાર કરતો રહેશે ,બાકી

આવી સોનાની લંકામાં આપણે રહીજ જઈએ ,ત્યારે રામે જે ઉત્તર આપ્યો .એ  વાલ્મીકી રામાયણમાં આ પ્રમાણે છે.

यद्यपि सुवर्ण मई लंका नामे लक्षमण  रोचते  जननी जन्म भूमिश्च   स्वर्गादपि  गरियसी

जननी जन्म भूमि श्च स्वर्ग दपि ग़री यसी

રામ રાવણ નું યુદ્ધ   ચાલી રહ્યું હતું . લક્ષ્મણ મૂર્છિત દશામાં હતા .હનુમાન જડી બુટ્ટી લેવા ગયા હતા .રામ ઉદાસ ચેહરે બેઠા હતા ,કોઈએ પુચ્છયું.પ્રભુ ઉદાસ કેમ છો પિતાજી યાદ આવે છે, અયોધ્યા ની ચિંતા કરો છો શું છે .?ત્યારે રામ જવાબ આપે છે . એજવાબ કેવો હતો .એ કવિના શબ્દોમાં વાંચો .

अवध अनाथको सोच नहीं नहीं सोच पिता सुर धाम गएको

कैकैमाताको सोच नहीं  नहीं सोच पुनि वनवास गएको

सीता हरनको सोच नहीं नहीं सोच दशानन  रार ठएको

लक्ष्मण  शक्तिको सोच नहीं  एक सोच विभीषण बाह ग्रहेको

એમ કરતા કરતા યુદ્ધ સમાપ્ત થયું .રામ એક દિવસ  લંકાના અલોકિક  ઉપવનમાં બેઠા હતા . નવરા બેઠા એમને એક વિચાર આવ્યો કે  પત્થર કોઈદી  પાણીમાં તરતા હશે ? આબધા ગપ ગોળા કોને વહેતા કર્યા,અને પછી  શું બન્યું . એ આપ કવિની  કાવ્ય કરામાંતમાં વાંચો છંદ

કુળ રાવણ તણો નાશ કીધા પછી એક  દિ  રામને વેમ આવ્યો . મુજ તણા નામથી પથર તરતા થયા આ બધો ઢોંગ  કોણે ચલાવ્યો

એજ વિચારમાં આપ ઉભા થયા ,નવ પછી કોઈને સાથ લાવ્યા  સર્વથી  છુપતા છુપતા રામજી  એકલા ઉદધિને  તીર આવ્યા .

ચતુર હનુમાનજી  બધુય સમજી ગયા .ચાલીય શ્રી  રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં એકલા રામને કેમ મેલે

તીર સાગર તણે વીર ઉભા રહ્યા કોકથી જાણીએ હોય ડરતા હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

તીર સાગર તને રામ ઉભારહ્યા કોકથી જાણીએ હોય ડરતા  હાથમાં કાંકરી એક લીધા પછી ચાહું દિશે  રામજી નજર કરતા

તીર સાગર તણે વીર ઉભારહ્યા  .જાણીએ કોઇથી હોય ડરતા ,કાંકરી  હાથમાં એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા

ચોરની જેમ સંતાઈ હનુમાનજી  વ્રુક્ષ ની ઘટાથી નીરખે છે . ચિત્તમાં  કપિને ખુબ વિસ્મય થયું . રામજી આ બધું શું કરે છે .

ફેંકતા કાંકરી તુર્ત તળિયે ગઈ  તસ્ગરે જાણીએ હોય લુંટ્યા .રામ પોતા થકી ખુબ ભોઠા પડ્યા શરમના શેરડા મુખ ફૂટ્યા