Daily Archives: જૂન 30, 2012

નઈ અબલા રસ ભોગ ન જાને

અકબર બાદશાહ ઘણી વખત છુપા વેષે નગર ચર્ચા કરવા નીકળતો ઘણી વખત  પોતાની સાથે  બીરબલ જેવાને પોતાની સાથે રાખતો .એક રાત્રે  પોતે એકલો  નગરચર્ચા કરવા નીકળ્યો .અર્ધી રાત્રીએ  એક જુવાન સ્ત્રી પોતાની બંને હથેળીઓ  દાજી ગએલી એવી એક છોકરીને ઘરની અંદર તિરાડમાં થી અકબરે જોઈ  અને પછી એણે બીરબલને વાત કરી કે અર્ધી રાતે જુવાન છોકરીની બંને હાથની હથેળીઓ કેવીરીતે દાજી જાય ? .બીરબલ બહુ બુદ્ધિ શાળી અને હાજર જવાબી હતો .પણ અકબરના આ પ્રશ્ન નો ઉત્તર દેવા માટે એણે ટાઈમ લાગેલો .

વચ્ચે એક આડ વાત કહેવી પડશે કે જે આને લગતી છે . જુના વખતમાં દીકરીઓ ઉપર બહુ કંટ્રોલ રાખવામાં આવતો .છોકરાઓથી દુર રહેવું એની સાથે બહુ વાતો નો કરાય ,કોઈ કારણ સર વાતો કરવાની જરૂર ઉભી થાય તો નીચું માંથું રાખી વાત કરવી .અને સેક્ષથી તો બહુ ભડકાવી રાખવામાં આવતી .બીજી વાત એકે લગ્ન બોલ્યાવાસ્થામાંજ થતા .

અકબરની વાત બીરબલે બહુ ધ્યાનથી સાંભળી ,અને પછી અકબરનો સવાલ પામી ગયો .બીરબલ તેનો જવાબ કાવ્યના રૂપમાં દેવા માંગતો હતો .બીરબલ દરેક રીતે બાહોશ હતો .પણ કવિ નોટો કવિ હોવું એ એક કુદરતી બક્ષીસ છે .ઘણા અભણ લોકોએ કવિતા કરેલી છે .ચારણ કવિઓ અભણ  હતા પણ કેવી અસર કારક કવિતાઓ કરી શકતા .  બીરબલે  કવિ ગંગને  પોતે જે અકબરની સમજ્યો હતો તે વાત કવિ ગંગને કરી  અને એક આ મતલબનો છંદ  બનાવવાનું કહ્યું  .

કવિ હોય અને સારા અવાજ વાળો પણ હોય એવું બનતું નથી હોતું કેટલાક કવિ હોય છે અને સારી રીતે ગાઈ શકતા હોય છે એ વાત એક જુદી છે. 

ચંદ તૈયાર થઇ ગયા પછી  બીરબલે ગાવા માટે તાનસેનને કહ્યું  અને તાનસેને ભરી સભામાં  સહુને છંદ ગાઈ સંભળાવ્યો .એ આતા તમને અહી વાંચવા આપે છે.नई अबला रस भोग नजाने  सेज किये जिह माय डरी रसबात करी तब चोंक चली  तब कंठने जायके  बा पकरी

इन दोनानकी ज़क जोरानमे   गठ नाभि कमलसे टूट परी तब दीपक कामिनी  हाथ धरी इही कारन कामनी हाथ जरी અર્થ તો આપ સમજી ગયા હશો.