સુખોને પામવા ઘર ઘર ભટકવું

એક કહેવત મેં બનાવી અનુભવ ઉપરથી
સુર સાપ ને સુદ ખોર આશા ને અનુમાન ,એતાં ના જાણો આપણા છુટેલ તીર કમાન.  હું અને મારી પત્ની મારા ભાઈ અને તેની અમેરિકન પત્ની એલીઝાબેથ  સાથે રહ્યાં એ લોકોના સાથ થી નોકરી કરી અને થોડા પૈસા ખર્ચ કાઢતા બચાવ્યા .મારા મોટા દીકરાની વહુને એક દીકરો થયા પછી .છુટ્ટા છેડા  થયા . વહુ અને દીકરો જર્મન એના ભાઈને ત્યાં જતા રહ્યાં .વહુ સુઝન ની સાથે  તેના છુટા છેડા  નોતા થયા  .ત્યારે હું એની સાથે ઘણો વખત રહેલો

મારો સ્વભાવ સુઝનને ઘણો ગમતો .સુઝાનની માયાળુ  પણની હું જેટલી પ્રશંશા કરું એટલી ઓછી છે . ટૂંકમાં કહું તો એ સ્વર્ગીય દેવી હતી .ગંગાની જેમ શ્રાપને લીધે તે પૃથ્વી લોકમાં આવેલી .અને શ્રાપ પૂરો થયો એટલે તે સ્વર્ગ લોકમાં પાછી જતી રહી (મૃત્યુ પામી ) દીકરો તુષાર એકલો ભાડાના મકાનમાં એરિઝોનામાં રહેતો હતો . અમને વિચાર આવ્યો કે  આપણે મહેનત કરીને નોકરી કરીને થોડા પૈસા બચાવ્યા છે (રૂડા પ્રતાપ મારા ભાઈના )એનું મકાન લઇ લઈએ અને આ મકાન તુષાર વાપરે  એરીજ્ઝોનામાં પ્રમાણમાં મકાન સસ્તાં.અને ભવિષ્યમાં આપણે તુષાર સાથે રહીએ એવી આશા સેવી .પણ તુષારને અમારી સાથે ન ફાવ્યું, એટલે એ  જુદો રહેવા જતો રહ્યો .પછી અમારે ન છૂટકે  એકલા રહેવું પડ્યું . ઈંગ્લીશ આવડે નહિ થોડું ઘણું મને ઈંગ્લીશ બોલતા આવડી ગએલું .એક વખત અમને મૂંઝવણ આવી .થોડા દિવસ અમારે કોઈના સથવારાની જરૂર પડી .બહુ મીઠાં બોલનારાં,ધાર્મિક વાતો કરનારા અને એવું કહેનારાં  હતાં  કે    આપણે એની  બધી  વાતો સાચી (.आराम के  साथी  क्या क्या थे जब वक्त पड़ा तो कोई नहीं सब दोस्त है अपनी मतलब  . के दुनियामे किसीका कोई नहीं )લાગે પણ” કહુલું કોકદી હોય ” અમારા દુ:ખના દિવસો “..જતા રહ્યા  .એક્દી કે જયારે મારી ઉમર ૮૦ વરસની હતી .ત્યારે ચકલાની ચણ એક મણ ઉપાડીને બસમાંથી ઊતરીને ઘરે ચાલીને આવી ગએલો (હવે  બસ સ્ટોપ સુધી જઈ નથી શકતો )    આવખતે મને વિચાર આવ્યો કે હવે અમારે કોકની સાથે રહેવા જતું રહેવું જોઈએ . આશા  નિષ્ફળ નીવડી દીકરાના બીજા નંબરના દીકરા સાથે રહેવા નું નક્કી કર્યું મકાન લેવા પૈસા આપ્યા .મકાન ખરીદાયું પોત્ર કહે  એક રૂમ અમારા બે માટે અને અકેક રૂમ અમારા દીકરા દીકરીમ માટે  તમારે રહેવા માટે સ્થાન નથી .આશા ઠગારી નીવડી . મારી પત્ની સ્વર્ગે ગઈ હું એકલો પડી ગયો .પણ હિમ્મત જેનું નામ ગભરાય જાય એવી કાચી માટીનો ઘડેલ નથી .હાલ હું મારી ૯૧ વરસની ઉમર પૂરી કરી ગએલો કે જેને મિત્રોએ”. એરિઝોનાના સાવઝ” નો ઈલ્કાબ આપ્યો  છે . .એ  એકલો ડણકુ દ્ય્યે છે .મારાથી ઉમરમાં પંદર વરસ નાનો  એન્જી . આ દેશમાં સારું કમાઈ ચુકેલો દીકરાઓને ખુબ અનેક રીતે મદદ કરી .એક્દી  દીકરાએ કહી દીધું કે તમારે હવે  અમારાથી જુદા રહી એકલાએ તમારું ફોડી લેવું જોઈએ .ભારે હૈયે   આ માણસ મારી આગળ વાત કરતો હતો મેં એને કીધું કે  તું મારી જેમ એકલો રહે તુંતો કાર ચલાવે છે તારી પાસે પૈસા છે વાતથી રહે તે બોલ્યો તમે હિમ્મત છો  હું હિમ્મત નથી . ઘર ઘર માટીના ચુલા  જોકે હવે ઇલેક્ટ્રિક  સ્તવ છે એટલે આ કહેત બંધ બેસતી નથી .  અતાઈ

Advertisements

4 responses to “સુખોને પામવા ઘર ઘર ભટકવું

 1. pragnaju June 11, 2012 at 5:15 pm

  मंजिल मिल ही जायेगी भटकते ही सही,

  गुमराह तो वो है जो घर से निकले ही नहीं i

  चल चलें इस देश को फिर से सजाएं और संवारें,

  भटके के लोगों को दिखाएं फिर अनोखी राह कोई।

  कब तलक यूं ही चलेगा मौत का ये सिलसिला,

  अब बनाना ही पड़ेगा फिर नया कानून कोई।।

 2. સુરેશ June 12, 2012 at 6:25 am

  મળીએ ત્યારે વિગતે વિતક કહેજો.

  • aataawaani June 12, 2012 at 6:40 am

   રુબરુજ કહેવા જેવું છે  . આવી પરીસ્થિતિ પણ  આતા માં જે હિંમત ટકી રહી એ હિંમત ક્યાંથી આવી એવું તમને થઇ જશે .

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 3. SB July 3, 2012 at 3:08 pm

  આતા દાદા રામ રામ
  તમે આતા શબ્દ લખો છો એથી માની લવ છું કે તમે અમરેલી બાજુના છો. બરાબર છે આતા એટલે દાદા, બાપા યા ભાભા.
  આતા,
  તમે અમેરિકન જીવન ની સચ્ચાઈ બતાવી દીધી છે. માણસને એકલો બનાવી મૂકવાની નીતિ હવે ભારત સરકાર પણ અપનાવી રહી છે. સંયુક્ત કુટુંબ તો ક્યારનાયે ટૂટી ગયા. પણ હજી છોકરાઓ માબાપ ને સાચવી લે છે, લગ્ન જીવન ટકી રહ્યા છે. એ આપણા સંસ્કાર છે. આ સંસ્કારો સરકાર સહન નથી કરતી શકતી. લગ્ન સંસ્થા જ ઢિલી પડી જાય અને નર નારી એકબીજાના દુશ્મન બની જાય એવ કાયદા બનાવે છે. આપણા રીત રિવાજોનો વિરોધ કરનારાઓનો રાફડો ફટ્યો છે. સરકાર પસ્ચિમી દેશોનો વદાડ કરે છે. પણ એકલા પડી ગયેલા વરિષ્ટો માટે કોઇ સલામતિ ની ગેરંટી નથી આપવી .
  આતા તમે કઠિયાવાડ નું સેંજળ પીધુ છે પછી એરિઝોનાના સિંહ ના બનો તો શું બનો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: