Daily Archives: જૂન 11, 2012

સુખોને પામવા ઘર ઘર ભટકવું

એક કહેવત મેં બનાવી અનુભવ ઉપરથી
સુર સાપ ને સુદ ખોર આશા ને અનુમાન ,એતાં ના જાણો આપણા છુટેલ તીર કમાન.  હું અને મારી પત્ની મારા ભાઈ અને તેની અમેરિકન પત્ની એલીઝાબેથ  સાથે રહ્યાં એ લોકોના સાથ થી નોકરી કરી અને થોડા પૈસા ખર્ચ કાઢતા બચાવ્યા .મારા મોટા દીકરાની વહુને એક દીકરો થયા પછી .છુટ્ટા છેડા  થયા . વહુ અને દીકરો જર્મન એના ભાઈને ત્યાં જતા રહ્યાં .વહુ સુઝન ની સાથે  તેના છુટા છેડા  નોતા થયા  .ત્યારે હું એની સાથે ઘણો વખત રહેલો

મારો સ્વભાવ સુઝનને ઘણો ગમતો .સુઝાનની માયાળુ  પણની હું જેટલી પ્રશંશા કરું એટલી ઓછી છે . ટૂંકમાં કહું તો એ સ્વર્ગીય દેવી હતી .ગંગાની જેમ શ્રાપને લીધે તે પૃથ્વી લોકમાં આવેલી .અને શ્રાપ પૂરો થયો એટલે તે સ્વર્ગ લોકમાં પાછી જતી રહી (મૃત્યુ પામી ) દીકરો તુષાર એકલો ભાડાના મકાનમાં એરિઝોનામાં રહેતો હતો . અમને વિચાર આવ્યો કે  આપણે મહેનત કરીને નોકરી કરીને થોડા પૈસા બચાવ્યા છે (રૂડા પ્રતાપ મારા ભાઈના )એનું મકાન લઇ લઈએ અને આ મકાન તુષાર વાપરે  એરીજ્ઝોનામાં પ્રમાણમાં મકાન સસ્તાં.અને ભવિષ્યમાં આપણે તુષાર સાથે રહીએ એવી આશા સેવી .પણ તુષારને અમારી સાથે ન ફાવ્યું, એટલે એ  જુદો રહેવા જતો રહ્યો .પછી અમારે ન છૂટકે  એકલા રહેવું પડ્યું . ઈંગ્લીશ આવડે નહિ થોડું ઘણું મને ઈંગ્લીશ બોલતા આવડી ગએલું .એક વખત અમને મૂંઝવણ આવી .થોડા દિવસ અમારે કોઈના સથવારાની જરૂર પડી .બહુ મીઠાં બોલનારાં,ધાર્મિક વાતો કરનારા અને એવું કહેનારાં  હતાં  કે    આપણે એની  બધી  વાતો સાચી (.आराम के  साथी  क्या क्या थे जब वक्त पड़ा तो कोई नहीं सब दोस्त है अपनी मतलब  . के दुनियामे किसीका कोई नहीं )લાગે પણ” કહુલું કોકદી હોય ” અમારા દુ:ખના દિવસો “..જતા રહ્યા  .એક્દી કે જયારે મારી ઉમર ૮૦ વરસની હતી .ત્યારે ચકલાની ચણ એક મણ ઉપાડીને બસમાંથી ઊતરીને ઘરે ચાલીને આવી ગએલો (હવે  બસ સ્ટોપ સુધી જઈ નથી શકતો )    આવખતે મને વિચાર આવ્યો કે હવે અમારે કોકની સાથે રહેવા જતું રહેવું જોઈએ . આશા  નિષ્ફળ નીવડી દીકરાના બીજા નંબરના દીકરા સાથે રહેવા નું નક્કી કર્યું મકાન લેવા પૈસા આપ્યા .મકાન ખરીદાયું પોત્ર કહે  એક રૂમ અમારા બે માટે અને અકેક રૂમ અમારા દીકરા દીકરીમ માટે  તમારે રહેવા માટે સ્થાન નથી .આશા ઠગારી નીવડી . મારી પત્ની સ્વર્ગે ગઈ હું એકલો પડી ગયો .પણ હિમ્મત જેનું નામ ગભરાય જાય એવી કાચી માટીનો ઘડેલ નથી .હાલ હું મારી ૯૧ વરસની ઉમર પૂરી કરી ગએલો કે જેને મિત્રોએ”. એરિઝોનાના સાવઝ” નો ઈલ્કાબ આપ્યો  છે . .એ  એકલો ડણકુ દ્ય્યે છે .મારાથી ઉમરમાં પંદર વરસ નાનો  એન્જી . આ દેશમાં સારું કમાઈ ચુકેલો દીકરાઓને ખુબ અનેક રીતે મદદ કરી .એક્દી  દીકરાએ કહી દીધું કે તમારે હવે  અમારાથી જુદા રહી એકલાએ તમારું ફોડી લેવું જોઈએ .ભારે હૈયે   આ માણસ મારી આગળ વાત કરતો હતો મેં એને કીધું કે  તું મારી જેમ એકલો રહે તુંતો કાર ચલાવે છે તારી પાસે પૈસા છે વાતથી રહે તે બોલ્યો તમે હિમ્મત છો  હું હિમ્મત નથી . ઘર ઘર માટીના ચુલા  જોકે હવે ઇલેક્ટ્રિક  સ્તવ છે એટલે આ કહેત બંધ બેસતી નથી .  અતાઈ