बे चोर

એક દિવસ બે ભાઈ બંધ ચોરને વિચાર આવ્યો,  કે આપણે ચોરી કરવા જઈએ .ભલે તે ચોર હોય પણ શુકન, અપશુકન,  જ્યોતિષમાં બહુ માનતા હોય છે .અને જ્યોતિષીઓ પણ એ લોકોને જોષ
જોઈ દેતા હોય છે .ચોરને એવો ઉપદેશ ના આપેકે ભાઈ  ચોરી નકરો કોઈ બીજો  નીતિનો ધંધો કરો .
બંને ચોર  કોઈ અતાઈ જોષીજેવા  પાસે શુકન જોવડાવવા  ગયા .જોશીએ કીધું કે  પૂર્વ દિશામાં જજો  .બંને ચોર જોશીની વાત સાંભરી ચાલતા થયા .જોશીએ પાછળ થી બુમ મારી કે એલાવ શુકન જોવડાવ વાના  પૈસા તો દેતા જાવ ?
એટલે બંને ચોર પાછા ફરીને  જોશીને પૈસા આપવા આવ્યા .જોશીએ કીધું કે પૈસા આપવામાં ઢીલ કરી છે એટલે કદાચ ઓછી સફળતા પણ મળે .
બંને ચોર રાતનો અંધાર પછેડો ઓઢી ને કરી કરવા ઉપડ્યા . પણ ક્યાય  ચોરી કરવાની  અનુકુળતા નો આવી .એટલે વિલે મોઢે ઘર તરફ પાછા  ફર્યા એવામાં એક ચોરની નજર બે મંદિરો ઉપર પડી .એટલે એક ચોર બોલ્યો .ચલ આ મંદિરમાં હાથ ફેરો કરી લઈએ ટોકરી  બોકારી જે કઈ હાથ આવે એ લઇ ને રવાના થઈએ . આ બે મંદિરોમાં એક ગણપતિ બાપાનું હતું અને બીજું શંકર દાદાનું હતું .પેલા ચોરની વાત સાંભરી  બીજો ચોર બોલ્યો ,એલા આપણાં થી મંદિરોમાં ચોરી થાય ? ગણપતિ બાપા અને  શંકર દાદા આપણાં પૂજ્ય દેવ કેવાય . તો એક ચોર બોલ્યો તારે ના આવવું હોય તો કઈ નહી બાકી હું તો જઈશ . હમણાજ તાજેતરમાં અશોક મોઢ વાડીયે  ગણપતિ બાપાને  ચાંદીનો ગેંડો બેસવા માટે લઇ આપ્યો છે. અને  શંકરદાદાને કોઈ ભગત ચાંદીનો મોટો નાગ આપી આવ્યો છે ..એટલે તારે ન આવ્બવું હોય તો કઈ નહિ હૂતો બધી વસ્તુ ઉપાડી લઉં છું. એમ બોલી એ મંદિરમાં જઈને કીમતી વસ્તુ ઉપાડી લઈને પોટકી બાંધીને રવાના થયો . સજ્જન ચોર આ વખતે દુર ઉભો હતો ./
પાછળ ગણપતિ બાપા અને શંકર દાદા  વિચાર કરવા લાગ્યા કે આ ચોરને  કૈંક  ચમત્કાર બતાવવો જોઈએ .જો એમ નહિ કરીએ તો પછી આપણને  દુનિયામાં માનશે કોણ ?એટલે  શંકરદાદા બોલ્યા . જો આપણે કંઈ નુકસાની કરાવી હોય એનું ધનોત પનોત કાઢ વું હોય તો ઓલો દુર ઉભો છે એ ચોરને નુકસાન કરીએ આ જે આપણાં  ગેંડા  અને નાગ લઇ જાય છે  .એને જો આપણે નુકસાન કરીશું તો એ બીજી રાતે આવીને આપણી  બંનેની મૂર્તિઓ ઉપાડીને  અમેરિકા ભેગી કરશે . જોકે મારીતો મૂર્તિ નથી ફક્ત લિંગ છે તોય ચોરનું ભલું પૂછવું.
અને પછી બાપડા નિર્દોષ ચોરનું નખ્ખોદ કાઢ્યું .   “બીએ એને સૌ બીવડાવે “

Advertisements

4 responses to “बे चोर

 1. સુરેશ મે 28, 2012 at 8:34 am

  દેવ પણ નિર્દોશને દંડે છે !

  • aataawaani મે 28, 2012 at 8:49 am

   सब सहायक सबलके निर्बलके न सहाय पवन जगावत आगको दीपक देत बूजाय

     Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. પરાર્થે સમર્પણ June 18, 2012 at 8:46 pm

  આદરણીય વડીલ શ્રી આતા,
  જોકે મારીતો મૂર્તિ નથી ફક્ત લિંગ છે
  તોય ચોરનું ભલું પૂછવું.
  અને પછી બાપડા નિર્દોષ ચોરનું નખ્ખોદ કાઢ્યું . “બીએ એને સૌ બીવડાવે “
  આતા આ જમાનો જ નિર્દોષને રન્જાડવાનો છે.
  એટલે ભક્તો ગરી અને ચોર લુંન્તારા ને ધુતારા માલદાર છે.
  હવે તબિયત સારી હશે.
  આપની મેઈલ શ્રી કેતનભાઈને મળી ગઈ છે….વંદન.

  • aataawaani June 20, 2012 at 11:40 am

     ગોવિંદભાઈ  મારી તબિયત હવે સારી થતી જતી હોય એવું લાગે છે. जब दिलपे हुवा हमला बचाया हकिमोने दवा करते करते अब डर ये है अय मेरे यारो मुझे मार डालेगा  दवा करते करते દવાની આડ અસર હોય એવું લાગે છે .શરીર દુ:ખતું હોય ,બ્લડ પ્રેશર લો થઇ જાય છે.  પછી બરાબર થાય છે એવું બધું ચાલે છે પણ તમારા હૃદયની દુવાઓ થી મને કશું નથી થવાનું હવે પહેલાની જેમ મારે ઘરે રહું છું સુરેશ જાની ખબર કાઢવા આવ્યા છે .બે દિવસથી ગ્રાન્ડ કેનિયાન ગયા છે કાલે આવી જશે . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: