Daily Archives: મે 27, 2012

बे चोर

એક દિવસ બે ભાઈ બંધ ચોરને વિચાર આવ્યો,  કે આપણે ચોરી કરવા જઈએ .ભલે તે ચોર હોય પણ શુકન, અપશુકન,  જ્યોતિષમાં બહુ માનતા હોય છે .અને જ્યોતિષીઓ પણ એ લોકોને જોષ
જોઈ દેતા હોય છે .ચોરને એવો ઉપદેશ ના આપેકે ભાઈ  ચોરી નકરો કોઈ બીજો  નીતિનો ધંધો કરો .
બંને ચોર  કોઈ અતાઈ જોષીજેવા  પાસે શુકન જોવડાવવા  ગયા .જોશીએ કીધું કે  પૂર્વ દિશામાં જજો  .બંને ચોર જોશીની વાત સાંભરી ચાલતા થયા .જોશીએ પાછળ થી બુમ મારી કે એલાવ શુકન જોવડાવ વાના  પૈસા તો દેતા જાવ ?
એટલે બંને ચોર પાછા ફરીને  જોશીને પૈસા આપવા આવ્યા .જોશીએ કીધું કે પૈસા આપવામાં ઢીલ કરી છે એટલે કદાચ ઓછી સફળતા પણ મળે .
બંને ચોર રાતનો અંધાર પછેડો ઓઢી ને કરી કરવા ઉપડ્યા . પણ ક્યાય  ચોરી કરવાની  અનુકુળતા નો આવી .એટલે વિલે મોઢે ઘર તરફ પાછા  ફર્યા એવામાં એક ચોરની નજર બે મંદિરો ઉપર પડી .એટલે એક ચોર બોલ્યો .ચલ આ મંદિરમાં હાથ ફેરો કરી લઈએ ટોકરી  બોકારી જે કઈ હાથ આવે એ લઇ ને રવાના થઈએ . આ બે મંદિરોમાં એક ગણપતિ બાપાનું હતું અને બીજું શંકર દાદાનું હતું .પેલા ચોરની વાત સાંભરી  બીજો ચોર બોલ્યો ,એલા આપણાં થી મંદિરોમાં ચોરી થાય ? ગણપતિ બાપા અને  શંકર દાદા આપણાં પૂજ્ય દેવ કેવાય . તો એક ચોર બોલ્યો તારે ના આવવું હોય તો કઈ નહી બાકી હું તો જઈશ . હમણાજ તાજેતરમાં અશોક મોઢ વાડીયે  ગણપતિ બાપાને  ચાંદીનો ગેંડો બેસવા માટે લઇ આપ્યો છે. અને  શંકરદાદાને કોઈ ભગત ચાંદીનો મોટો નાગ આપી આવ્યો છે ..એટલે તારે ન આવ્બવું હોય તો કઈ નહિ હૂતો બધી વસ્તુ ઉપાડી લઉં છું. એમ બોલી એ મંદિરમાં જઈને કીમતી વસ્તુ ઉપાડી લઈને પોટકી બાંધીને રવાના થયો . સજ્જન ચોર આ વખતે દુર ઉભો હતો ./
પાછળ ગણપતિ બાપા અને શંકર દાદા  વિચાર કરવા લાગ્યા કે આ ચોરને  કૈંક  ચમત્કાર બતાવવો જોઈએ .જો એમ નહિ કરીએ તો પછી આપણને  દુનિયામાં માનશે કોણ ?એટલે  શંકરદાદા બોલ્યા . જો આપણે કંઈ નુકસાની કરાવી હોય એનું ધનોત પનોત કાઢ વું હોય તો ઓલો દુર ઉભો છે એ ચોરને નુકસાન કરીએ આ જે આપણાં  ગેંડા  અને નાગ લઇ જાય છે  .એને જો આપણે નુકસાન કરીશું તો એ બીજી રાતે આવીને આપણી  બંનેની મૂર્તિઓ ઉપાડીને  અમેરિકા ભેગી કરશે . જોકે મારીતો મૂર્તિ નથી ફક્ત લિંગ છે તોય ચોરનું ભલું પૂછવું.
અને પછી બાપડા નિર્દોષ ચોરનું નખ્ખોદ કાઢ્યું .   “બીએ એને સૌ બીવડાવે “