Daily Archives: મે 25, 2012

आताको हमारी उमर लगे

નીચેનો સંદેશો મળ્યો .. અને થોડીક શાંતિ થઈ…

मेरे अज़ीज़ अहबाव कनक रावल&सुरेश जानी 
आप दोनों  को  उर्दू बुर्दु में रस नहीं है  फिर भी आता अताई कीउर्दू  पढ़ते हो इसी लिए  मै आपका  शुक्रगुजार हु .
मै सोमवार को होस्पिताल्मे दाखिल हुवा ; एक बार इरदे के    हुम्लेने हास्पिटल में डाला ।  दवाईया  खिला खिला के बे मोत मार डाला 

આ ઈમેલ તમને હોસ્પિટલ માં થી લખું છું  બહુ થકાવટ  કરું છું .  

બે દિવસથી ટેન્શન હતું – ‘આતા ફોન કેમ ઉપાડતા નથી? ‘ હાસ્ય દરબાર પર તો કોમેન્ટ આવે છે.
તપાસ કરતાં ખબર પડી કે, અઠવાડિયા પહેલાં હૃદયની બિમારીને કારણે હોસ્પિટલ ભેળા થ્યા’તા.
( दिलकी वो क्या बिमारी थी; मुझे नहीं मालूम! ) 
અને માત્ર રાત્રિ સિવાય ( ડો. રાજેન્દ્ર ત્રિવેદી) કોઈને અણસાર પણ આવવા ન દીધો.

વાહ! ભડનો દીકરો કહું તે !

 અને રાત્રિએ પાકી ખબર આપી કે, એન્જિયોપ્લાસ્ટી કરાવી – દિલની નળીઓમાં બે સ્ટેન્ટ મેલાવ્યા છે. આય માળો એક સ્ટન્ટ જ ને !
       જોક્સ એપાર્ટ, આપણા બધાની દુઆથી આતા સાજા સમા, રમતા, જમતા પાછા બલોગ પર આવી જાય એવી શુભેચ્છાઓ….
( પણ ઈ માણસ ખાસ કાંઈ જમતો જ નથી – એ જ તો આ ઉમ્મરે એમની સ્વસ્થતાનું રહસ્ય છે! )