છોકરી કે છોકરો ?

અમદાવાદમાં એક છોકરો  કોલેજની ઉચ્ચ ડીગ્રી ધરાવતો હતો. હવે તે નોકરી અને છોકરીની શોધમાં હતો .   મુંબઈમાં  એક ધનાધ્યને ત્યાં દીકરી હતી .તે પણ સારું એવું ભણેલી હતી .છોકરી અને છોકરા બંનેના  કુટુંબને  વલીભાઈ કરીને એક સજ્જન  સારી રીતે ઓળખે .વલીભાઈ પોતાની અછાંદસની  કલાને લીધેમુલક  મશહૂર  છોકરીના  માબાપને એણે વાત કરીકે  તમારી દીકરીને યોગ્ય એક સારા કુટુંબમાં  ઉછરેલો.  સંસ્કારી,  સારું ભણેલો  વિદ્યા સાથે વિવેક વાળો  ,છોકરો છે. વળી એ તમારે ભળ્તે ભાણું છે. મતલબ કે તમારી જ્ઞાતિનો છે .તો તમારી સૌની ઈચ્છા હોય તો  લગ્ન સબંધ બંધાય તો  કંઈ   ખોટું નથી .મારેતો એમાં કંઈ સ્વાર્થ નથી. ફક્ત આંગળી ચિંધ્યાનું  મારે માટે તો પુણ્ય છે.
છોકરીના માબાપે જવાબ આપ્યો કે  હા અમે  આ બાબત  યોગ્ય લાગશે તો આગળ વધીશું ખરા ,
છોકરીના માબાપે વિચાર કર્યો કે  છોકરાને જોવા માટે પ્રથમ આપણે આપની દીકરીને મોકલીએ ,એણે જો છોકરો પસંદ પડે તો આપણે પછી છોકરાને અહી તેડાવીએ અને  સૌ  સગાં વહાલાં જોઈ લઈએ અને પછી નક્કી કરીએ .પછી છોકરીને છોકરાને જોવા માટે અમદાવાદ મોકલી અને સાથે એના નાના ભાઈને પણ મોકલ્યો .આ ફેશનના જમાનામાં  છોકરા છોકારીયુંના પહેરવેશ લગભગ સરખા .એમાય આ છોકરીના ભાઈને એની માએ બહુ લાડકો રાખેલો સાથે સાથે ઉત્તમ શિષ્ટાચાર પણ શીખવેલા . પણ વધુ પડતા લાડમાં  દીકરાને ચોકલેટ અને  વધુ દૂધ મેળવવા ઇન્જેક્શન મારેલાં ગાયો ભેંસોના દૂધ વાગે ખુબ ખાવાદાવેલ એટલે  છોકરો  જરા વધુ પડતો છાતીના ઉભાર વાળો થઇ ગએલો .અને ચાલવાની ઢબ પણ છોકારીયું જેવી થઇ ગએલી.
બંને બેન ભાઈ અમદાવાદ આવ્યાં છોકરાને મળ્યાં.    છોકરો એને  માણેક ચોક જેવા વિસ્તારમાં લઇ ગયો.  માણેક નાથ બાવાના ઇતિહાસની વાત કરી .અને  કેળાં બાજુમાં વેચાતાં હતા .  છોકરાએ  કેળાં ખાવાની ઓફર કરી .છોકરા છોકરી બંનેએ કેળાં ખાવાની   હા પાડી એટલે  છોકરાએ બેઉ  બેન ભાઈને  અકેકું કેળું ખાવા માટે   આપ્યું  .
છોકરીએ  એકદમ કેળાની  છાલ કાઢી નાખીને  કેળું ખાવાનું  શરુ કરી દીધું . અને ખાઈ લીધા પછી  બગડેલો હાથ  પોતાના શરત ઉપર લુંછી નાખ્યો . છોકરો આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો . જે છોકરો હતો. કેળું   એણે  કેળાની છાલ ધીમે ધીમે ઉતારીને  છાલ પકડીને કેળું ખાધું .ખાઈ લીધા પછે  છાલ ગાર્બેજ જેવા પીપમાં  નાખી આવ્યો એટલે છોકરાના હાથ પણ બગડેલા નહિ .
પછી છોકરો છોકરી જતાં રહ્યાં . પાછળ થી છોકરાએ કાગળ છોકરીના માબાપને લખ્યો .કે મને  મોટી યુવતી કરતા નાની યુવતી વધારે  ગમી છે .જો તમારો વિચાર હોય તો હું નાની યુવતી સાથે સગપણ કરવા તૈયાર છું . છોકરીના બાપે જવાબ આપ્યો કે  એ યુવતી નથી પણ યુવતો છે.

3 responses to “છોકરી કે છોકરો ?

 1. pragnaju એપ્રિલ 25, 2012 પર 5:44 એ એમ (am)

  આમેય દરેીક વ્યક્તી
  ચામ્પેય- ગૌરાર્ધ – શરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય
  ધમ્મિલ્લકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  કસ્તૂરિકા-કુંકુમ – ચર્ચિતાયૈ ચિતારજઃ પુંજ-વિચર્ચિતાય
  કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  ચલત-ક્વણત-કંકણનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય
  હેમાંગદાયૈ ભુજગાંગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાયૈ
  વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપંકે રુહલોચનાય
  સમેક્ષણાયૈ વિમક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  મન્દારમાલાકલિતાલકાયૈ કપાલમાલાંકિત કન્ધરાય
  દિવ્યામ્બરાયૈ ચ દિગંબરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  અમ્ભોધર શ્યામલ – કુંતલાયૈ તડિત્પ્રભાતામ્રજટાધરાય
  નિરીશ્વરાયૈ નિખિલેશ્વરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  પ્રપંચસૃષ્ટ્યુન્મુખલાસ્યકાયૈ સમસ્ત સંહારકતાંડવાય
  જગજનન્યૈ જગદેકપિત્રે નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  પ્રદીપ્ત રત્નોજ્જ્વકુંડલાયૈ સ્ફુરન્મહાપન્નગભૂષ્ણાય
  શિવાંવિતાયૈ ચ શિવાંવિતાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
  આપણે આ રીતે પણ કરી શકીએ :એકલો પુરુષ અપૂર્ણ છે તેમજ એકલી સ્ત્રી પણ અપૂર્ણ છે. બન્ને જોડાઈને એક પૂર્ણ આત્મા બને છે. આ જ વાતને ગુણોના સિદ્ધાંતને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. પુરુષમાં પુરુષના ગુણોની સાથે સ્ત્રીના ગુણો પણ હોવા જોઈએ અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણોની સાથે પુરુષના ગુણો પણ હોવા જોઈએ. થઈ ગયાને કંફ્યુઝ્ડ? આગળ વાત કરી કે પુરુષમાં પુરુષના ગુણો અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણો ખીલવા જોઈએ. અને હવે વાત આવે છે કે સ્ત્રી અને પુરુષમાં બન્નેના ગુણો હોવા જોઈએ.આ રીતે છોકરાએ કુદરતી રીતે પોતાને મળેલા ગુણોને ખીલવવાના અને સ્ત્રીના ગુણો કમાવી લેવાના અને છોકરીએ પોતાના પ્રાકૃતિક ગુણોને ખીલવવાના અને પુરુષના ગુણોને કમાવી લેવાના. તપોવનમાં જઈ સમર્પિતભાવે ગુરુસેવા કરવાથી ગુણોપાર્જનની આ ક્રિયા શક્ય બને છે.
  છેલ્લે મને ખૂબ ગમતી વાત…
  સીતા અશોકવાટિકામાં બેઠા છે અને સતત રામનું ચિંતન કરે છે. એકવાર સીતા બાજુમાં બેઠેલી ત્રિજટા નામની રાક્ષસીને કહે છે: “હું સતત રામનું ચિંતન કરું છું તેથી હું રામ બની જઈશ અને બે રામ થઈ જતા અમારું લગ્નજીવન સમાપ્ત થઈ જશે.” ત્યારે ત્રિજટા સરસ જવાબ આપે છે: “આપ સતત રામનું ચિંતન કરો છો તેથી આપ રામ બની જશો અને રામ સતત આપનું ચિંતન કરે છે તેથી તેઓ સીતા બની જશે. માટે તમારું લગ્નજીવન સલામત રહેશે.”

 2. સુરેશ એપ્રિલ 25, 2012 પર 7:21 પી એમ(pm)

  આતા
  ઠેઠ માણેકચોક સુધી ફરવા ગયા; અને ઓળખ પણ ના આપી? ! અશક્ય લાગે છે. એમનેમ મળ્યા હોય તો કદાચ આવી ભૂલ થાય .
  અહીં તો આવા ઘણા નંગ જોવા મળે છે.

  • aataawaani એપ્રિલ 26, 2012 પર 3:28 એ એમ (am)

   છોકરી સગાઈની ધૂનમાં કેવાનું ભૂલીગઈ હશે કે આમારો નાનો ભાઈ છે . અને છોકરે કઈ પૂછ પરચ કરી નહિ હોય .ઓલી કેવત પ્રમાણે “જાનને જમ્યાનો લોભ અને વરને કન્યાનો લોભ ”  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: