ડામરના પીપ હારે ડાન્સ !

હિપોપ્પોટેમસ  થી   જાય એવા ભારે શરીર વાળી  બાયડી સાથે  નાચ કરવાનોઆતા નો   વારો ચડ્યો .મ્યુઝીક વાગવા માંડ્યું .અને લોકો નાચ કરવા માંડ્યા  જુવાન છોકરાઓ પોતાની સાથે નાચનાર છોકરીઓને  આમ તેમ ચકરડી ભમરડી કરવા માંડ્યા .પણ આતા  આ  હેડીમ્બાને   કેવી રીતે ફેરવી શકે,  આતા થોડા ભીમ  હતા ?આ બાયડી આતાને ફેરવવા માંડેલી .પણ ઓલો અભી તાબ બચ્ચન  અમેરિકાની બાર્બી ડોલ ને ફેરવતો હોય .એવા આ રાક્ષસી  બાયડી પાહે લાગે .આતાને  એવી ફાળ પડીકે  જો હું આના હાથમાંથી વછૂટી જઈશ તો મારું એકેય હાડકું સાજુ નહિ રહે .એટલે આતાએ  વિનોદ પટેલના ગામના સ્વામી નારાયણ મંદિરના  મુછાળા  હનુમાન દાદાની માનતા માની કે જો દાદા હું  આમાં થી સાજો નરવો  હેમ ખેમ પાર ઉતરૂતો  તમને તલનું તેલ ચડાવીશ અને  વેચાતા લઈને અડદના  દાણા ચડાવીશ . પછી ગમેતેમ થયું હોય દાદાએ મારી વિનતી સાંભરી હોય કે ગમે તેમ  મ્યુઝીક ફર્યું .અને લોકો ધીમી ગતિએ ડાન્સ કરવા લાગ્યા .આપે આવો ડાન્સ જોયો હશે .વાતો કરતા જાય અને ધીમે ધીમે ખસકતા જાય .ઓલો જે પ્રથમ વાળો ડાન્સ હતો ઈમાં  આતાની પાઘડી હેઠી પડી ગઈ ખેસડો નીચે પડી ગયો .પણ ભલું થાજો ઓલા અમિત પટેલનું કે તેણે આતાની   વસ્તુ બધી સાચવી રાખેલી.ઓલી બાયડીને  આતા સાથે એવી મઝા આવી ગએલી કે કેવાની વાત નહિ .. એતો તાનમાં બરાબર આવી ગએલી .આ આતા ણીચા માટી  ઓલીની ડુંટી સુધી માંડ પુગે.  હવે  આ નમણી દેખાવા સારું સ્ક્ન્કેર લોશન  બહુ ચોપડે અને પાછી ઈ આખા શરીરે  ચોપડે , આપણાં બૈરા લોશન તો વાપરે પણ એક નાનકડી બાટલી  બે મહિના ચલાવે જયારે  આ  ગટોરગચ્છ ની મા એક આખું બાક્ષ ત્રણ દિમા  ખલાસ કરે  .એકતો આની ડુંટી  અમદાવાદની ચોખા  ખાંડવા વાળી યુના     ખાંડ ણીયા  જેવડી મોટી     તાનમા ને તાનમાં  આતાનું માથું દબાવ્યું ઈમાં  આતાનું માથું ઈની ડુંટીમાં  સલવાય ગયું .પંછી મ્યુઝીક બંધ થયું   . ડાન્સ બંધ થયો પણ આતા  મોન્જય ગયા એટલે ટાંટિયા  તરફડાવે.  બાયડી એવું સમજી કે આતા હજી નાચ કરે છે . એટલે બોલી હવે નાચ પૂરો થયો છે..પણ સલવાય ગએલા આતા નીકળે કઈરીતે .પછીતો સૌને ખબર પડીકે આતાનું  માંથું  આ બાયડીની ડુંટી મા  સલવાય ગયું છે  .એટલે  માથું કાઢવું કઈ રીતે  એના વિચારે બધા ચડી ગયા . એટલે  જુનાગઢ વાળા શકીલ ને વિચાર આવ્યો કે જો આ  બાયડી નાં  વાહામાં ગેંડો ભેટી મારેતો  આતા બખાક કરતા બાર નીકળી પડે . હવે ગેંડો લાવવો ક્યાંથી?  એટલામાં   કનક રાવલને વિચાર આવ્યો કે હમણાં થોડા દિવસ પેલા  જીવ દયા વાળાઓએ  સરકસમાંથી લાવીને એક ગેંડો ઝૂ મા
મુક્યો છે અને ઝૂ સુપ્રીન ટેંડ મારા ઓળખીતા છે .એટલે અત્યારે  રાતે  ગેંડો કાઢી આપશે . અને બાપુ પછીતો ગેંડો આવ્યો પણ હવે રીંગ માસ્તરનું કામ કોણ  કરે પણ  દયાળુ માણસો પણ હોય છેને ?  રાત્રિ(રાજેન્દ્ર ત્રિવેદી )   ક્યે  હું રીંગ માસ્તરનું કામ કરીશ આમ આતા ને  વગર મોતે મારવા નહિ દેવાય અને રાત્રી એ અવાજ કર્યો અને ગેંડે  બાયડી ના
વાહામાં ભેટી મારી અને આતા દારૂની બાટલી મા થી બુચ વછૂટે ઈમ આતા વછૂટી ને  જમીન ઉપર  ભડક કરતા  પડ્યા . ગમેતેમ તોય  બાયડી બહુ ભલી આતાને પૂછ્યું  આર યુ ઓક ? આતા ક્યે શું ઓકે જો વધુ વખત  આજ પરિસ્થિતિ મા રહ્યો હોત તો તારી ડુંટી મા ઓકી પડત .
.

9 responses to “ડામરના પીપ હારે ડાન્સ !

 1. pragnaju એપ્રિલ 20, 2012 પર 4:29 એ એમ (am)

  આ બનાવ કદાચ…
  આપણા સ્થૂળ દેહ સાથે સુક્ષ્મ તથા કારણ એમ બે દેહ રહેલા છે. આઘ્યાત્મવાદીઓ અને રહસ્યવાદીઓએ સંશોધનના આધારે જણાવ્યું છે કે, ‘‘સુક્ષ્મશરીર એટલે એસ્ટ્રલ બોડી.ગાઢ નિદ્રા સમયે આપણું સુક્ષ્મ શરીર દૂર દૂર સુધી વિહરે છે તે એક પાતળા દોરથી સ્થુળ દેહ સાથે ડુંટી સાથે જોડાયેલ રહે છે. આ પાતળા દોરને ‘સિલ્વર કોડ’’’ કહે છે અને તેને આધારે વિહરીને તે સ્થુળ શરીરમાં પ્રવેશે છે. વાયુ, અગ્નિ, આકાશ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોથી બનેલા આ દેહમાંથી જ્યારે દેહવિલય થાય છે ત્યારે જળ અને પૃથ્વી તત્વ નાશ પામે છે. સુક્ષ્મદેહમાં પાંચ જ્ઞાનેંન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા મન, બુઘ્ધિ, ચિત્ત અને અહંકાર આમ ૧૯ તત્વો રહે છે. આ દેહ વાયુપ્રધાન હોય છે.
  આજે જો સર્વસામાન્ય મત હોય તો તે એ છે કે મૃત્યુ એક એવી ઘટના છે જેમાં માણસનું ભૌતિક શરીર જ નષ્ટ થાય છે. આ મૃત્યુની ઘટના બાદ પણ માણસનું બીજુ શરીર એટલે ક સુક્ષ્મ શરીર સંપૂર્ણ રીતે સક્રીય રહે છે. જેને વિજ્ઞાનની ભાષામાં એસ્ટ્રલ બોડી કહે છે. આ જે સુક્ષ્મ શરીર હોય છે તે સ્થૂળ શરીર એટલે કે ભૌતિક શરીર કરતા અનેક રીતે અલગ અને વિશિષ્ટ હોય છે. આ સૂક્ષ્મ શરીરનો સ્પર્શ કરવો કે તેને નિહાળી શકવું દરેક સમયે શક્ય નથી હોતું.
  કોઇ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા જ આ શરીર પોતાની ઝલક કોઇને બતાવી શકે છે. આ સુક્ષ્મ શરીર પોતાની યોગ્યતા, પાત્રતા અને પ્રારબ્ધ અનુસાર નિશ્વિત સમય બાદ એક નવું શરીર પ્રાપ્ત કરે છે. નવું શરીર પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાના પ્રારબ્ધ કે મોહને કારણે કોઇ-કોઇ સૂક્ષ્મ શરીર ભૂત-પ્રેતની યોનિમાં એટલે કે ભૂત-પ્રેતની અવસ્થામાં પહોંચી જાય છે. માટે જે ભૂત-પ્રેત હોય છે તે બીજું કંઇ નહીં પરંતુ સૂક્ષ્મ શરીરની જ એક અવસ્થા હોય છે.

  • aataawaani એપ્રિલ 20, 2012 પર 5:51 એ એમ (am)

   પ્રજ્ઞા બેન તમારા પાસેથી ઘણું જાણવા મળ્યું .પહેલાંઆટલું મારી સમજમાં નોતું . ઘણું જાણવા મળ્યું બેન હું તમારો ઘણો આભાર માનું છું. આતા અતાઈ  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. સુરેશ એપ્રિલ 20, 2012 પર 8:04 એ એમ (am)

  હાશ! ડામરના પીપમાંથી છૂટ્યા!
  ————
  તલનું તેલ ચડાવીશ અને વેચાતા લઈને અડદના દાણા ચડાવીશ ..

  તલનું તેલ મોંઘું મળે એટલે માંગીને કે…… ચોરીને ? !!

  • aataawaani એપ્રિલ 20, 2012 પર 9:54 એ એમ (am)

   જો ખીસામાં કાવડિયા નો હોય તો પછી હમઝા ઘાંચીની ઘાણી એ જઈને કોકનું તલનું તેલ ચોરી લાવવું પડે . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 3. સુરેશ એપ્રિલ 20, 2012 પર 8:06 એ એમ (am)

  ઈવડી ઈ હારે ડાન્સ કર્યો તિં કર્યો; હવે આતાએ ‘ તીસરી કસમ ‘ લીધી છે .
  ડામરના પીપ અને તાડના ઝાડ થી દસ ગાઉ દૂર રે’વું !

 4. Bhupendrasinh Raol એપ્રિલ 21, 2012 પર 5:43 એ એમ (am)

  આતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડામરના પીપને એક જોક્સ કહ્યો હોત તો ગેંડાની જરૂર નો પડત.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: