આતાના ભત્રીજાનો દીકરો માલદે અમેરિકા આવ્યો .આ અદ્ભુત દેશની અજાયબીઓ જોઈ માલદેને થયું કે આવું બધું મારાં માબાપ જુવે તો તેને કેટલો અચંબો લાગે ,એને વિચાર થયો કે મારા બાપને અહિ તેડાવું .અને અમેરિકાની ઝાક ઝમાળ દેખાડું એને દેશમાં એના બાપને કાગળ લખ્યો કે તમે અહિ આવો .બાપે કીધું કે અત્યારે વાવણીની સીજન છે એટલે મારાથી આવી શકાય એમ નથી .ઓલી કેવટ છેને કે” વાવણી અને તાવણી “એનો મોકો ચૂકાય જવો નો જોઈ એ .પછી માલદે કહે તમારાથી ના આવી શકાય તો આતાને મોકલો પણ કોક અહિ આવો ખરા .
માલદે એ આતાને વાત કરી કે માલદે અમેરિકા તમને ફરવા તેડાવે છે જવું છે ? અને ફરતિયાળ આતા કહે હા ગીગો તેડાવતો હોય તો સુ કરવા નો જાઉં ?
માલદેને એના બાપે વાત કરી કે આતા એ અમેરિકા આવવાની રાજી થઈને હા પાડી છે . સાંભરી ને માલદે ઘણો ખુશ થયો .અને ભલામણ કરીકે આતા માટે ત્રણ ચાર સુઈટ સિવડાવી આપજો . આતાને માટે સુઈટ નું માપ લેવા દરજીને બોલાવ્યો .પોતાને અમેરિકા જતી વખતે સુઈટ પહેરવું પડશે એવું સાંભરિયા પછી આતા આડા ફાટ્યા .બોલ્યાકે હું
યુરુપિયન લોકુ જીવાં લૂગડાં પેરીને અમેરિકા નો જાઉં . હું દેશ મુકું પણ વેશ નો મુકું .આતાને બહુ સમજાવ્યા પણ એકના બે નો થયા ,અને પોતાના હઠ ઉપર કાયમ રહ્યા. એટલે માલદેએ કીધું કે ભલે દેશી કપડાં પહેરીને આવે .અહીં ના લોકોને ભલે કુતુ હલ થતું.
અને પછી આતો લઇ દઈને તૈયાર થયા .મોટા ઝોળા વાળો ચોરણો, આંગડી ,માથે મોટો પાઘડો , ખંભે ખેસડો .કડે ભેંઠાઈ .,આ બધાં બગલાની પાંખ જેવાં ધોળાં ફૂલ લૂગડાં .અને એવાજ ધોળા દાઢીના કાતરા ,માથે લીંબુ મુકો તો હેઠું નો પડે એવા મૂછોના આંકડા . અને આતા ન્યુ યોર્ક ના કેનેડી એર પોર્ટ ઉપર ઉતર્યા .આવું વિચિત્ર પ્રાણી જોઈ લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આતાને ધારી ધારીને જોવા માંડ્યું .અને પછી આતાને માલદેએ ઘર ભેગા કર્યા.ઘરમાં આતાને લોન્ડ્રી મશીન ,ડ્રાયર .ડીશ વોશર .વગેરે સાધનો માલદે દેખાડવા માંડ્યો આતા તો આ બધું જોઇને હેરત થઇ ગયા . એક દિવસ આતાએ માલદેને કહ્યું તું નોકરી ઉપર જાય છે .ત્યારે હું આટલા વ્શાલ ઘરમાં એકલો થઇ રહું છું .એટલે તું મને ઈંગ્લીશમાં અને ગુજરાતીમાં આપણા ઘરનું સરનામું . અને મારે ક્યાં જવું છે . એવું બધું લખી દે તો હું મારી મેળે ગામમાં હરી ફરી શકું . આતા બે ચોપડી ભણેલ ખરા. પણ માસ્તર અમૃતલાલ ને માસ્તર તરીકે કેમ પાસ કર્યા એ નવાઈ લાગે .
એકવખત પરિક્ષક અધિકારીએ એક વિદ્યાર્થી ને નકશામાં “તિબેટ “બતાવવાનું કીધું વિદ્યાર્થી અરબી સમુદ્રમાં શોધવા માંડ્યો .એટલે પરિક્ષક અધિકારીએ માસ્તરને કીધું હવે તમે તિબેટ બતાવો . માસ્તર હિન્દી મહાસાગર માં ગોતવા માંડ્યા .હવે આવા આતાના માસ્તર પણ માસ્તરની મૂછો બહુ મોટી અને ઘાટી ચા પીએતો પોણી રકાબી ચા માસ્તરની મૂછોમાં ભરાય જાય .પણ માસ્તર ચા અબાર નો જવાદ્યે પોતાની જીભ થી મૂછો ચૂસી જાય . એક દિવસ આતા ન્યુ યોર્કના મેન્હાટનમાં બસની વાત જોતા બસ સ્ટેન્ડ ઉપર બેઠા હતા. એટલામાં સુરેશ જાની આવ્યા .આતા ઈને ઓળખે આતાએ સુરેશ જાની ને પૂછ્યું .એલા તારી પાહેતો વોલ્વો, બીએમ ડબ્લ્યુ એવી મુંઘી મોટરું છે અને તું બસમાં બેસવા કીમ આવ્યો ? સુરેશ જાની કહે હું બસમાં બેસવા માટે નથી આવ્યો .અમારી કંપનીમાં પાર્ટી છે એટલે કંપની તરફથી એક બસ આવશે એ અમને બધાય ને લઇ જશે એટલે એ બસની વાટહું જોઉં છું. આતાએ સુરેશ જાનીને કીધું એલા મને પાર્ટીમાં લઈજાને ? સુરેશ જાની કહે આ પાર્ટીમાં ફક્ત કંપનીના કર્મ ચારિઓનેજ આમંત્રણ છે.એટલે બીજા માણસોને નો લઇ જવાય .જુવો મારી ઘરવાલીને હું ક્યાં લાવ્યો છું .આતાએ એને કીધું તું મેનેજરને પૂછી તો જો કે એક માણસ ઇન્ડીયાથી આવ્યા છે .ઈને આવું બધું જોવાનો બહુ હરખ છે. માટે એને પાર્ટીમાં આવવાની મંજુરી આપો . સુરેશ જાની કહે મેનેજર નહિ માને ઉલટો મને કહેશેકે આ પાર્ટી ફક્ત આપણા લોકો માટે છે . એતમને ખબર છે .છતાં કેમ પૂછો છો ?આતા કહે એલા ભાઈ ટ્રાયતો કર્ય.આપણેલીલા સોનારાને કહીએ કે ભાઈ થોડુક સોનું દેને લીલો બહુતો એમ કહે કે દારૂના નિશામાં બોલો છો ?સોના કોઈદી
મફત મળતા હશે ,એમ બોલે તો આપણે કેવાનું કે તો નો દે બીજું શું એ કઈ બંદવાન તો નહિ કરેને? આમતો સુરેશ પરગજુ માણસ વડીલોનું માં રાખે એવા ખરા . સુરેશ જાની એ
આતાનું માન રાખીને ફરી મેને જરને પૂછ્યું , બહુ હોશિયારીથી પૂછેલું એટલે મેનેજરે આતાને પાર્ટીમાં લઇ આવવાની હા પાડી .અને આતાને કહ્યુકે આતા દુડી લાગી ગઈ .હવે તમને પાર્ટીમાં લઇ જવાશે .આતાતો એવા રાજી થઇ ગાયકે દેશીન્ગા ના ડોબાં ચારવાવાલાને બાપુ કયો અને રાજી થાય એવા .
હવે આતાને કેવી બાયડી હારે નાચ કરવાનું પાનું પડ્યું .એ બાયડી કેવી હતી એ વાંચો .એ બાયડી ડામર જેવી કાળી ભમ્મર સાત ફૂટ અને ત્રણ ઇંચ ઉંચી પદની કાંધ જેવી તો એની સાથળો નિતંબ તો એટલા મોટાકે પાંચ પાંચ વરસના બે છોકરા નિતંબ ઉપર બેસી શકે એ ભાખોડીયાભર થાય તો હિપોપોટેમસ હોય એવી લાગે .ઈ આડે પડખે પડીહોય અને ઇના વાસે ખુરસી ઉપર રાજેન્દ્ર ત્રિવેદીને બેસાડો તોય માંડ દેખાય , ગરમાળા ની શીંગો જેવી તો એની આંગળિયું એક વખત એવું બન્યું કે અમારા ગામમાં એક મીસીસ દુધી દેવી કરીને દાંતની ડોક્ટર છે . એ માંડ પાંચ ફૂટ ઉંચી છે .એનો પતિ હાડકાનો સ્પેશિયલ દાકતર છે .એક દિવસ દુધી દેવીની નર્સ ને રજા ઉપર જવાનું થયું . એટલે એણે એના પતિને કીધુકે આજ તું તારી ઓફિસમાં રજા રાખજે અને મારી ઓફિસમાં નર્સ તરીકે કામ કરજે પતિ કહે ભલે .આ મલકમાં બાયડીયુંને ના નો પડાય ઈ ઓફિસમાં બેઠો હતો અને આકદાવાર બાયડીનો એમ્પોઈ મેંત માટે ફોન આવ્યો .એણે ટાઇમ અને તારીખ આપી એ ટાઇમ સર આવીને હાજર થઇ પણ ઓફિસમાં આવી નો શકે .ઓફિસોના બારના કઈ હાથીને આવવા માટે થોડા બનાવ્યા હોય .? એટલે પતિ એની વહુને એ જ્યાં કામ કરતી હતી ત્યાં કહેવા ગયો કે એક પેશન્ટ આવ્યું છે .તો શું થઇ ગયું એનો વારો આવે ત્યારે અહિ મોકલી દેજે પતિ કહે ઈ ઓફિસમાં આવી શકે એમ નથી એ માસી પૂતના જેવી છે .તો દુધી એના પતિને ધમકાવવા માંડી કે તે એવીને એમ્પોત્મેન્ત કેમ આપ્યું .પણ ઓલો કે ફોન ઉઅપરથી અવાજ ની ખબર પડે કેટલી લાંબી છે એ કેમ ખબર પડે .?પછી જેમ તેમ કરીને માંડ એના દાંત ચેક કર્યા અને વિદાય આપી . આબાયડી પાર્ટીમાં આવી .એણે સુરેશ જાનીને અને કનક રાવલને અશોક મોઢવાડિયા ,શકીલ,હમઝા. વગેરેને પોતાની સાથે નાચ કરવા ઓફર કરી પણ કોઈને હિંમત હાલી નહિ .પછી એણે વિનોદભાઈ પટેલ પૂછી જોયું .એવી આશાએ કે આસજ્જન માણસ મારી સાથે નૃત્ય કરવાની નાં નહિ પાડે પણ વિનોદ પટેલે પણ નાં પડી એટલે એણે વિનોદ પટેલને મારા બાબત પૂછ્યું કે હાવ અબાઉટ યોર આતા તો વિનોદભાઈ કહે હા તારી સાથે નાચ કરશે કેમકે તે અમદાવાદમાં પી ડબલું ડી માં નોકરી કરતા હતા એટલે તેને ડામરના પીપડા ફેરવવાની ટેવ છે.
Like this:
Like Loading...
Related
પી ડબલું ડી માં નોકરી કરતા હતા એટલે તેને ડામરના પીપડા ફેરવવાની ટેવ છે.
———-
વાહ ! આતા વાહ!
પ્રિય સુરેશ ભાઈ
તમે મને ભયંકર ઝેરી નાગ આપ્યો સવારના પોરમાં મને નાગ દેવતા જોઇને બહુ નવાઈ લાગી .કનક ભાઈના મિત્ર શ્રી મહેન્દ્ર શાહે દોરેલું મારું ચિત્ર મુક્યું એ પણ સારું કર્યું એની કદર કરી કહેવાય .મારા ત્રણેક ફોટા કંપ્યું ટરમાં મુક્યાછે આજે સવારે મુક્યા છે એક હાફેઝ નામના ઈરાનના કવિની બુક સાથે ફોટો છે .આ બુક ફારસી ભાષામાં છે આ બુક મને ઈરાનની ૨૩ વર્ષની છોકરીએ ભેટ આપી છે .એને મારા મિત્રે વાત કરેલીકે હું “હિંમત ” ફારસી ભાષાના થોડાક શબ્દો અને થોડુક વાંચી પણ શકે છે . એ છોકરીએ એના મિત્રને વાત કરેલીકે મને મારી બેન પણીઓ એવી ભલામણ કરે છેકે જો તું તારા હોઠ રંગ મોઢે પાવડર ચોપડ તો વધુ સુંદર લાગે .
મારા મિત્રને મેં એ છોકરી માટે એક ઉર્દુ શેઅર લખી આપ્યો અને તેનું ઇંગ્લીશમાં ભાષાંતર કરીને એ છોકરીને મોકલવાનું કીધું શેઅર આ પ્રમાણે લખેલો खुदाने तुज्को दी है हूरकी सूरत नजाकत भी
तुजे क्या है ज़रूरत अपने लबको रंग करनेकी अने बुक भेट मली आताने करनेकीvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
.h
આતા, સરસ વાર્તા… મઝા પડી ગઈ … પેલી બાઈ તો ખરેખર ગજબ કાળી અને જમ્બો હતી, એની જોડે ડાન્સ કરવું એ આપડું કામ નઈ.
મેં ડાન્સ તો કર્યો પણ કેવી મુશ્કેલીમાં મૂકી ગયો .એ હવે એકાદ દિવસમાં લખવાનો છું .એમાં મિત્રોને પણ ગોઠવવાનો છું બહુ રમુજ થશે સહુને ગમશે. આતા બાપુ Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
જરૂર થી આતા .. લેખ વહેલાસર મુકજો…ઇન્તેજારી રહેશે !!!
પ્રિય હમઝા તમારા જેવા ઉત્સાહ પ્રેરકજ મારી તંદુરસ્તી ટકાવી રાખે છે. ડામરના પીપ પછી જે ડાન્સ થયો છે . તે વિષે હું બહુ ઇન્ત્ઝારી નહિ કરવા દઉં .સિવાય કે મારું વાયડું નો થાય . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
ડામરના પીપળાનો બીજો ભાગ મુકીજ દીધો છે. કેમકે કમ્પ્યુટર વાયડું નો થયું અને સીધી રીતે કામ કરી આપ્યું .
Pingback: ઉનાળાનો વરસાદ, કેક, આતાનો લેખ « હમઝા ઘાંચીના વિચારો
આદરણીય વડીલ શ્રી આતા,
સરસ વાર્તા અને એટલો જ ભાવ સભર ઉપદેશ વડીલે આપ્યો છે.
tmaro aabhaar