ભરોસાની ભેંસને પાડો આવે

બે  ભેંસો વાળા  પોત પોતાની  તરતમાં વ્યાય એવી ભેસોને લઈને  બહાર ગામ જઈ રહ્યા હતા  . એક ભેંસ વાળો કેવાતી  હલકી જાતનો હતો અને બીજો ઉત્તમ કુળનો હતો .હલકી જાતનો માણસ બહુ દુરથી  આવતો હતો .તે ઘણો થાકેલો હતો અને તેને સખત ઊંઘ પણ આવતી હતી .બંનેની ભેંસો  તુરતમાં જ વિયાવાની હતી .ઉનાળાની સખત ગરમીનો દિવસ હતો .થોડે દુર એક ઘેઘુર  વડલાનું ઝાડ હતું  ,ત્યાં બંને જણાઓએ આરામ કરવાનો વિચાર કર્યો .
હલકી જાત વાળાએ ઉત્તમ જાત વાળાને કહ્યું કે  અહી આ વડલાના ઝાડ નીચે આપણે આરામ કરીએ  ભેંસો પણ વિયાવાની તૈયારીમાં છે એટલે એ પણ આરામ કરે , મને સખત ઊંઘ આવે છે માટે હું ઊંઘી જાઉં છું .આપ ભેંસોનું    ધ્યાન રાખજો અને જો મારી જરૂર જણાય તોજ મને   ઉઠાડજો  નહીતર મને આરામ
કરવા દેજો .એમ કહી તે ઊંઘી ગયો .થોડીજ વારમાં  હલકી જાત વાળાની ભેંસ વ્યાંનીઅને એ ભેંસે પાડીને જન્મ દીધો .પળવારમાં તો ઉત્તમ કુળના ગણાતા
માણસની ભેંસ પણ વ્યાંની અને એ ભેંસે પાડાને જન્મ આપ્યો .હજી પાડીવાળી  ભેંસ બેહોશ જેવી દશામાં હતી .એટલામાં  ઉત્તમ ગણાતા માણસે  યશોદાના પડખામાં  કૃષ્ણને મૂકી દીધા. એમ પાડાવાળી ભેંસના માલિકે પાડો ,પાડી વાળી ભેંસના  પડખામાં મુકીને  પાડી પોતાની ભેંસ પાસે મૂકી દીધી .બંને ભેંસો પોતાના બચ્ચા  સમજીને  ધવરાવવા માંડી .આવું દૃશ્ય એક ગામડિયા લોક કવિના બારેક વરસના  દીકરાએ જોયું .અને તેણે એક જોડકણું રચ્યું કે —–
ઉત્તમ કુળને ભરોસે રહીશ નૈ અને નીચ જાણી તું નિશ્ચય  કરીશ નૈ
હરદાસ હર દ્વાલ ભણે છે     ભરોસાની  ભેંસ  પાડો જણે છે .પછી  ઉંચે નીચને જગાડ્યો  કે આપણી ભેંસો વ્યાંની છે .  નીચ માણસે  ઉંચનો ભેંસોની કાળજી રાખવા બદલ ઉપકાર માન્યો .

6 responses to “ભરોસાની ભેંસને પાડો આવે

  1. pragnaju એપ્રિલ 12, 2012 પર 8:15 પી એમ(pm)

    વાહ
    નાના હતા ત્યારે કાદવિયા ગામમા મહેમાન થયા અને પાદરે જવાનું હોય તો બેસવાની નાની ખાટ ભેંસ પર બાંધી મને બેસાડતા!પાછળ ગોવાળ લાકડી સાથે ચાલે.ભેંસને તો કાદવ પર વહાલ આવે અને બેસવા કરે કે ગોવાળ …હજુ તે મઝા ભૂલાતી નથી…

    ૧ જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો…એ તો જાણીતી કહેવત થઇ ગઇ
    ૨ સ્ત્રી ભૃણ હત્યાનો પ્રશ્ન પેચીદો છે.ત્યારે ભેંસની અક્કલે વિચારે તો પાડીની કીમ્મત સમજાય
    ૩અને આધ્યાત્મિક જાગરણ માટે તો સંતો પોકારી પોકારીને કહે છે
    યે પ્રિત કરનકી રીત નહીં
    રબ જાગત હૈ તું સોવત હૈ
    અને સદા જાગ્રત રહેતી રાધાને ઝપકી જ આવી તો…

  2. સુરેશ એપ્રિલ 13, 2012 પર 5:36 એ એમ (am)

    અમારા વલીદાનો ભેંસાનુભવ પણ વાંચવા જેવો છે.
    શોધીને મોકલીશ.

  3. aataawaani એપ્રિલ 13, 2012 પર 5:41 એ એમ (am)

    પ્રજ્ઞા બેન તમે પણ ગામડાની કાદવ વળી ભેંસોની મજા લુંન્ટેલી છે .એવો જલસો અમેરિકામાં આવે .?
    હું અમદાવાદના હાંસોલ ગામ પાસે રહેતો હતો .હું બકારીયું રાખતો મારા દીકરાઓને અને મારી પત્ની અને મારે બકરીઓ ચરાવવી પડતી .મારી ગરીબીને કારણે દીકરાઓને ઉઘાડે પગે બકારીયું ચરાવવી પડતી (હાલ બંને દીકરા અમેરિકામાં રહે છે અને કેમી.&મીકે .એન્જીનીયર છે .મોટો દીકરો કોલગેટ માં રીચર્સ સેન્ટરમાં કામ કર્યું છે અને એક એવા સાબુની શોધ કરીકે જે પલુષણ નથી કરતો આ સાબુ દુનિયાના ઘણા દેશોમાં વેંચાય છે .એ સાબુનું નામ આયરીશ સ્પ્રિંગ છે .હાલ બંને દીકરા રીટાયર્ડ છે . આ દીકરાને તમે પુછોકે તમને હાંસોલ્માં મજા આવતી કે અહી જવાબ મળશે ,હાસોલમાં .
    પ્રજ્ઞા બેન મેં એક ભજન બનાવ્યું છે .संतो भाई समय बड़ा हरजाई समयसे कोण बड़ा मेरे भाई ……….संतो (આ ભજન સુરદાસના नाथ कैसे गजको बंध छुडायो)
    नंगे पैर बकरियाँ चराई कालेज डिग्री पाई
    कोल्गेटने बड़ा बोस बनाकर नै नै शोध करवाई …………..संतो

  4. aataawaani એપ્રિલ 13, 2012 પર 6:01 એ એમ (am)

    પહેલો ગોવાળિયો ગદ્યસુરમાં મળશે ?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: