Daily Archives: માર્ચ 18, 2012

કવિ દલપતરામનો છપ્પો

કવિ દલપતરામનો છપ્પો  કવિ દલપતરામે છપ્પા બનાવ્યા હોય એવું યાદ નથી .કવિ શામળદાસ છપ્પા તરીકે જાણીતા ,હું છપ્પો આપની આગળ રજુ કરું છું તે એક  અપવાદ ગણાય .પણ  છપ્પો  કોયડા જેવો છે .આ છપ્પામાં  કવિએ પ્રશ્ન અને ઉત્તર બેય આવી જાય છે .એવી રચના કરી છે.
શ્રીફળમાં શું હોય   દગો કરતાં શું હારે             એક જવાબ તમને તમને સહેલું રહે એમાંટે   આપું છું . શ્રીફળમાં શું હોય કે કોપરું
અધિક ગામડા માય  લહે કોણ પદવી ભારે
મટે નહિ તે કોણ પરમ સુખ સૌ થી શું છે
દાટી આદ્ય ને અંત  તહાં જે નામ રહ્યું છે
વાચા અવિચલ એ દેવ છે  રાખી રેમ  નજર  રહે
દન દન પદ આદિ વરણ  પર મધ્ય વરણ કવિ જન કહે
હવે આનો સાચો જવાબ આપવા આપ સહુને હું વિનતી કરું છું.જો આપી શકો. તો આતા તરફથી શાબાશી, અને નો આપી શકો તો બે દિવસ પછી હું જવાબ આપી દઈશ  રાજી ?