અપ્રિલ ૧૫ ૨૦૧૧ ૯૦મા જન્મ દિવસની પાર્ટી

i
માનનીય પુ. વડીલ શ્રી હિંમતકાકા  જન્મ દિવસની વધાઈ

જેમ ગંગાની જળરાશીના વહેણબારેમાસ ,જેમ કચ્છડો બારેમાસ, નાયગ્રા ધોધનો ઘુઘવાટબારેમાસ તેમ   અમારા अताई “वडिल श्री હિંમત કાકાનો મેહકતો માહોલ બારેમાસ
એમના ક્ષન ભર ના સહવાસમાં અનુભવીએ  કળાયેલ મોર સમાન  સુંદર રંગોની સજાવટ કલ્પનાસંગીની  કાવ્ય રચના ,શાયરી,ભાવ ભરેલાં લખાણો,તો સૌના દિલને બહેવલાવતા  હસ્યભારપુર   ,જોક્સનો  ખજાનો .
માતબર  જીવનની આ સફરમાં સંસારના અનેક સુખ દુ:ખ ,તડકો છાયડો અનુભવતાં પોતાની હૈયાસુજ  અને કામ કરી છૂટવાની ધગશના કારણે અનેક કસોટીમાંથી પસાર થઇ ,પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ બજાવતાં ,જીવનમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરનાર હિંમતકાકાનું  ઉદાહરણ પ્રેરણા દાયક છે .
શાયરી ,શબ્દ,અને સૂરનો સુમેળ સાધનાર ટહુકતા મીઠા માનવી  હિંમત કાકા એ મંઝીલ પાર કરી સાહસ સાથે આત્મબળના આધારે ક્રમબદ્ધ  શિક્ષન   ન lમેળવતા   છતાં એક અભ્યાસી  બની પોતાની આગવી સમાજ અને હોશિયારીના  કારણે આજે પણ એમની આંખોમાં ચમક અને દિલની ઝમકનો ઝંકાર  રણકે છે.   શાયરીના બોલ કે લખાણ લખાય  ત્યાં એમના જીવન ના અનુભવોનો નીચોડ  ચીતરાય  જે ઉદાહરણ રૂપ છે .
સ્વભાવે સાલસ ,આનંદી ,ઉત્સાહી ,પ્રેમાળ ,માયાળુ માનવીએ  તેમની ધર્મ પત્ની ભાનુબેન ની અંતસમય સુધી તન,મન,ધન થી સેવાકરી  અને ચીર વિદાય આપી .
આજે એમની ૯૦મી  વર્ષ ગાંઠ નિમિત્તે  શુભેચ્છાનો ગુલદસ્તો પાઠવતાં મન ગોરવ અનુભવે છે. જીવનમાં ભલે પાન ખર પરંતુ મન ની વાડીએ સદા વસંતની મેહફીલ માણો  એવી અભ્યર્થના સહીત  જન્મ દિન મુબારક   લી. હિતેશ +મીતા

9 responses to “અપ્રિલ ૧૫ ૨૦૧૧ ૯૦મા જન્મ દિવસની પાર્ટી

 1. pragnaju માર્ચ 16, 2012 પર 9:38 એ એમ (am)

  જન્મ દિન મુબારક

 2. સુરેશ માર્ચ 16, 2012 પર 9:56 એ એમ (am)

  ગયા વરસ માટે બહુ મોડી અને આ વરસ માટે બહુ વહેલી છે !

 3. ગોવીંદ મારુ માર્ચ 17, 2012 પર 8:10 એ એમ (am)

  જન્મ દીવસની હાર્દિક શુભેચ્છાઓ..

 4. aataawaani માર્ચ 17, 2012 પર 10:53 એ એમ (am)

  અરે વેલી કે મોડી મારી બર્થ ડે યાદ કરો છો એ ઘણું છે.

 5. પરાર્થે સમર્પણ માર્ચ 20, 2012 પર 1:17 એ એમ (am)

  આદરણીય અને વંદનીય વડીલ શ્રી હિમતલાલ જોશી એવમ આતાને
  સ્વપ્ન ના નમસ્કાર…વંદન…પ્રણામ સાથે નેવુંમાં જન્મ દિનની વધાઈ.
  ” નામ હિમતલાલ છે એટલે કે હિમતે મર્દા તો મદદે ખુદા
  પણ આતો સમજ નિર્ભયતા, વાસ્તવિકતા છે મહાન દાદા
  “વંદન છે ગોવિંદના સુખી તમ જીવન રહો
  પ્રેમના આશીર્વાદ વર્ષાવી પ્રેમે પાવન રહો
  આફત કદીના આવે ઢુંકડી એ પ્રભુ પાસે માગું
  બ્લોગ જગતના દાદા માટે આટલું પ્રભુ યાચું.”

 6. aataawaani માર્ચ 20, 2012 પર 3:38 એ એમ (am)

  પ્રિય ગોવિંદ ભાઈ તમે મને આનંદ વિભોર કરી દીધો .તમાર જેવા પ્રેમાળ ,શુભેચ્છકો ,મને આફત તો નજીક નહિ આવવા દ્યો પણ વૃદ્ધ અવસ્થા પણ નજીક નહિ આવવા દ્યો .
  તમને હું સુભ આશીર્વાદ પાઠવું છું કે તમેપણ તમારી ૯૦ વરસની પછીની ઉમરમાં હાલ છો એનાથી પણ વિશેષ બુદ્ધિ શાળી ,તંદુરસ્ત ,અને તાકાત વાલા રહેશો . આતા

 7. vkvora Atheist Rationalist એપ્રિલ 1, 2012 પર 9:24 એ એમ (am)

  આજે રવીવાર અને ૧લી એપ્રીલ ૨૦૧૨ એમ રવીવાર અને ૧૫મી એપ્રીલ, ૨૦૧૨. આતાદાદાની જયંતીનો જય હો……

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: