Daily Archives: માર્ચ 16, 2012

અપ્રિલ ૧૫ ૨૦૧૧ ૯૦મા જન્મ દિવસની પાર્ટી

i
માનનીય પુ. વડીલ શ્રી હિંમતકાકા  જન્મ દિવસની વધાઈ

જેમ ગંગાની જળરાશીના વહેણબારેમાસ ,જેમ કચ્છડો બારેમાસ, નાયગ્રા ધોધનો ઘુઘવાટબારેમાસ તેમ   અમારા अताई “वडिल श्री હિંમત કાકાનો મેહકતો માહોલ બારેમાસ
એમના ક્ષન ભર ના સહવાસમાં અનુભવીએ  કળાયેલ મોર સમાન  સુંદર રંગોની સજાવટ કલ્પનાસંગીની  કાવ્ય રચના ,શાયરી,ભાવ ભરેલાં લખાણો,તો સૌના દિલને બહેવલાવતા  હસ્યભારપુર   ,જોક્સનો  ખજાનો .
માતબર  જીવનની આ સફરમાં સંસારના અનેક સુખ દુ:ખ ,તડકો છાયડો અનુભવતાં પોતાની હૈયાસુજ  અને કામ કરી છૂટવાની ધગશના કારણે અનેક કસોટીમાંથી પસાર થઇ ,પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ બજાવતાં ,જીવનમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરનાર હિંમતકાકાનું  ઉદાહરણ પ્રેરણા દાયક છે .
શાયરી ,શબ્દ,અને સૂરનો સુમેળ સાધનાર ટહુકતા મીઠા માનવી  હિંમત કાકા એ મંઝીલ પાર કરી સાહસ સાથે આત્મબળના આધારે ક્રમબદ્ધ  શિક્ષન   ન lમેળવતા   છતાં એક અભ્યાસી  બની પોતાની આગવી સમાજ અને હોશિયારીના  કારણે આજે પણ એમની આંખોમાં ચમક અને દિલની ઝમકનો ઝંકાર  રણકે છે.   શાયરીના બોલ કે લખાણ લખાય  ત્યાં એમના જીવન ના અનુભવોનો નીચોડ  ચીતરાય  જે ઉદાહરણ રૂપ છે .
સ્વભાવે સાલસ ,આનંદી ,ઉત્સાહી ,પ્રેમાળ ,માયાળુ માનવીએ  તેમની ધર્મ પત્ની ભાનુબેન ની અંતસમય સુધી તન,મન,ધન થી સેવાકરી  અને ચીર વિદાય આપી .
આજે એમની ૯૦મી  વર્ષ ગાંઠ નિમિત્તે  શુભેચ્છાનો ગુલદસ્તો પાઠવતાં મન ગોરવ અનુભવે છે. જીવનમાં ભલે પાન ખર પરંતુ મન ની વાડીએ સદા વસંતની મેહફીલ માણો  એવી અભ્યર્થના સહીત  જન્મ દિન મુબારક   લી. હિતેશ +મીતા