ઉર્દુ ભાષા વિષે

ઉર્દુ ભાષા વિષે
ઉર્દુ ભાષા એ કોઈ એક જાતિ કે ધર્મ વાળાઓની ભાષા નથી .એ ભારતમાંજ મુસલમાન રાજ્ય કર્તાઓના સમયમાં નવી બનાવેલી ભાષા છે .આ ભાષામાં વ્રજ  ભાષાના બોજ્પુરી ભાષાના  અને એવી બીજી ઘણી ભારતમાં બોલાતી જૂની ભાષાના શબ્દો છે. અરે અપભ્રંશ થએલા ઈંગ્લીશ, પોર્ટુગીઝ ,ગ્રીક વગેરે ભાષાઓના શબ્દો પણ ગોઠવેલા છે .આપ સહુ જાણતાજ હશો પણ કોઈ નજાણતા હોય એવા સ્નેહીઓ માટે હું જેના તેના પાસેથી થોડું ઘણું પૂછી પૂછીને શીખ્યો છું એ રજુ કરું છું .બનવા જોગ છે કે એમાં કઈ મારી ભૂલ પણ થતી હોય .તો આપ જ્ઞાની માણસો મારી ભૂલો તરફ ધ્યાન દોરવા કૃપા કરશો .
ઉર્દુનો અર્થ  છાવણી અથવા છાવણીની બજાર એવો થાય છે .અને આ ઉર્દુ શબ્દ તુર્કી ભાષાનો છે .ઉર્દુ ભાષામાં વધુ પડતા શબ્દો અરબી અને ફારસી છે અને આ ભાષા ઇસુ ખ્રિસ્ત થી
પણ પહેલાં લોકો બોલતા આવ્યા છે અને આ સમયના લોકો મૂર્તિપૂજક અને અગ્નિ પૂજક હતા .ફારસી શબ્દ ઈરાનમાં અરબોનો પ્રવેશ થયા પછી અરબોએ પાર્સીનું ફારસી કરી નાખ્યું છે .કેમકે અરબી ભાષામાં “પ”નો ઉચ્ચાર વાળો અક્ષર નથી ,એટલે એલોકોએ પારસીને બદલે ફારસી કરી નાખ્યું . હાલ અરબ દેશોમાં  “પીઝા હટ”છે તેને અરબી ભાષા બોલનારા  બીઝાહત  કહેછે .કેમકે “પ”નીજેમ “ટ” ના ઉચાર વાળો   અક્ષર પણ નથી .”ચ” ના ઉચાર વાળો અક્ષર પણ અરબીમાં નઅરબ લોકો ચાય (ચા)નો ઉચચાર શાય
કરે છે. આ થોડું આપની જાણ ખાતર થોડું કીધું .
અત્યારે અરબી, ઈરાની , દેશો  ખનીજ ઓઈલ ના લીધે ઘણા આગળ પડતા છે .પણ જુના વખતમાં ગરીબ હતા. આસમયે ભારતમાં નોકરી અર્થે આવતા બાદશાહો એને લશ્કર માં
ભરતી કરતા .જ્યાં જ્યાં છાવણી પડે. તેની નજીકમાંસ્થાનિક  લોકો પોત પોતાની વસ્તુઓ વેંચવા આવથી .એટલે તા .અને સિપાઈઓ વસ્તુ ઉપર આંગળી ચીંધી પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલતા  પરિણામ એ આવ્યું કે સ્થાનિક લોકો  લશ્કરી લોકોની ભાષા બોલતા શીખી ગયા .અને આરીતે શમ્ભુ મેળા જેવી ભાષા બોલાવા લાગી .પછી એ સમયના વિદ્વાનોને
વિચાર આવ્યો કે  આવી ખીચડી ભાષાને પધ્ધતિ સરનું ભાષાનું રૂપ આપ્યું હોય તો કેવું ?અને છેવટે એક નવી ભાષાનો જન્મ થયો .એની લીપી ફારસી રાખવી એવું નક્કી થયું
અને બોલવાની રીત દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષા કે જે ખડી ભાષા ના નામે  ઓળખાતી .ભાષાની રાખી .અને વખત જતા એટલીતો લોક પ્રિય થઇ કે  ગુજરાતી ગામડિયા લોકો પણ બોલવા માંડી ગયા અને ઈ.સ. ૧૯૯૯ માં ગુજરાત સરકારે ઉર્દુ  ગુજરાતી dixneri  બહાર પાડી .જય જય ગરવી ગુજરાત

2 responses to “ઉર્દુ ભાષા વિષે

  1. હમઝા ઘાંચી માર્ચ 14, 2012 પર 9:30 પી એમ(pm)

    માનનીય આતાશ્રી , ઉર્દુ વિષે સરસ લેખ લખ્યો આપે. ગુજરાતી ઉર્દુ ડીક્સ્નેરી વિષે જાણી અચરજ થયું.

  2. aataawaani માર્ચ 14, 2012 પર 11:56 પી એમ(pm)

    ગુજરાત સરકાર માબાપે ઉર્દુ ગુજરાતી દિક્ષનેરિ તો કાઢી અને એય પાણીના મુલે વેચવા કાઢી બહુજ સરસ અક્ષરો વાળી ઘણી માહિતી સભર અને મોટા કદની

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई