ધર્મ સ્થાપકો અને ઈશ્વરવ્તારો એશીયામંજ કેમ જન્મ્યા ?

વર્ષો પેલાં  હું મારે ગામડે ગએલો .એક ઘરે ગયો `ખડકી ઉઘાડી અંદર પ્રવેશ કર્યો .કે તુરત એક યુવાન મારી પાસે આવ્યો મારા ચરણ સ્પર્શ કર્યા.મને હર્ષભેર આવકાર આપ્યો .અને એની દાદી મને ઉદ્દેશીને બોલ્યો . આઈ હેમત આતા આવ્યા છે ? આઈને આંખે ઝાંખું ઝાંખું દેખાતું હતું .તે મને જોઇને બોલ્યાં  .એ આવ્ય દીકરા આવ્ય  આં  મારી હામ્ભો બેહ  ગીગી
આતા હારું હાંગા માસી લેવ્ય ?સાંગા માચી આવી .હું આઈ સામે સાંગા માચી ઉપર બેઠો .અરે દીકરા તી મન આંધરીને દર્હન દીધાં? આઈ હું તમારાં દર્શન કરવા આવ્યો છું દર્શન દેવા નથી આવ્યો. દીકરા ગોવિંદ આવ્યો હુંતો (ગોવિંદ એ મારો દીકરો હરગો વિંદ )મી ઈને કયું (કહ્યું )ગોવિંદ તું મારા ખોરામાં બેહ મારે તુને વાલો કરવો છે  આઈ હવે હું મોટો ભાયડો થઇ ગયો છું ત્રણ દીકરાનો બાપ થઇ ગયો છું .હું તમારાં ખોરામાં બેસું તો તમને ભાર લાગે.તો તું ઈમ કર્યહું ખાટલા માં  એક વાહુ બેહુ અને તું મારા ખોરામાં માથું રાખ્ય અને લાંબો

થે ને હુ(સુ)હર ગોવિંદ આઈના કહ્યા પ્રમાણે સુતો અને આઇએ  મોઢા  ઉપર હાથ ફેરવીને  ખુબ ચુંબન કર્યાં.  जिसको कहते है मुहब्बत जिसको कहते है खलूस / ज़ोपड़ो में  हेतो हे पुख्ता मकनोमे नहीं .
આઇએ મને પૂછ્યું ગીગા એક પરસન કરા? હા બોલો મને આવડશેતો જવાબ  દઈશ   નહિ તર હાથ ખંખેરીને ઉભો થઇ જઈશ .બોલો શું પ્રશ્ન છે ?ગીગા મોટા મોટા દૂધાધારી માત્માને

પર્સન  કર્યોસ  પણ હજે સુધે કોઈએ જવાબ દીધો નેથ . આઈ તમે એવા દંભી બાવાને માત્મા કહો છો .હુ તો એવા ધતીન્ગીયાને   આંગણે ઉભાવાજ નો દઉં કે જે બચ્ચાના માટે પરમેશ્વરે  દૂધ બનાવ્યું હોય એ દૂધ  પોતે પી જાય .હુ તો એવા બાવાને માન આપું  કે જે  ગાયો ભેંસોના મુતર પી ને જીવતો હોય એવા મુતાધારી બાવાના પગમાં પડું .ભેંસોના આ ભવે દૂધ પી જઈને દુધાધારી માતમાં કેવ્ડાવે છે એવા  બાવા  આવતે ભવ પાડા સરજે છે   .અને ખાટી છાશ પીને મરી જાય છે.   (મારીવાત સાંભરી આઈ હસવા માંડેલા)આઈ હવે તમારો  પ્રશ્ન પૂછો . ગીગા   આ ભગવાન આપણા મલક્માંજ કીમ અવતાર લ્યેછે બીજા દેશમાં કીમ અવતાર લેવા નેથ જાતા ?મેકીધું આઈ હુ અમેરિકા માં રહું છું ઈ દેશના માણસો એવા નીતિ વારાંકે  હુ વાત કરું તો તમે નઈ માનો   અને આપણા મલકના માણસો એ  મોટાં ટીલાં કર્યાં હોય દુકાનમાં ભગવાન ની મોટી મૂર્તિ રાખી હોય અને ઘરાકને છેતરવામાં  જરાય અચકાય નહિ .એટલે ભગવાન ને લોકોને સુધારવા અવતાર વારેવારે લેવો પડે છે .મારી વાત એક ધ્યાન થી સાંભરી આઈ બોલ્યાં  ગીગા તી મન ઘૂંટડો ઉતારે . દીધો .हजारो खिज्र पैदा कर चुकी है नस्ल आदम की इ तस्लीम लेकिन आदमी अब तक भटक्कता है .

2 responses to “ધર્મ સ્થાપકો અને ઈશ્વરવ્તારો એશીયામંજ કેમ જન્મ્યા ?

  1. સુરેશ જાની માર્ચ 9, 2012 પર 6:23 એ એમ (am)

    વચારવા જેવી વાત કીધી ..
    જો કે, અમેરિકા/ યુરોપમાં જે પાપાચાર થયા છે – એવા કશે થયા નહીં હોય. આ તો સુધરેલી જમાત જોઈને આપણે અંજાઈ જઈએ. અમેરિકાનો ઈતિહાસ કાળા કુકર્મોના પહાડોથી ભરચક છે.
    પણ એક વાત વિચારવા જેવી ખરી કે એ યુરોપ અને અમેરિકામાં સારા માણસોના દિ આવ્યા; અને એમણે બધા કુકર્મીઓને મોતને ઘાટ ઊતારી દીધા અથવા …
    દેશપાર કરી દીધા
    એ બધી જમાત પૂર્વના દેશોમાં હિજરત કરી ગઈ !!!

  2. Vinod R. Patel માર્ચ 11, 2012 પર 4:28 પી એમ(pm)

    આતા, તમે પહેલાં દેશમાં ગયેલા ત્યારે તમારી અને આઇની વાતચીત વાંચવાનો આનદ લીધો.

    આઈ જેવાં પ્રેમાળ અને ભલાં ભોળાં આદમીઓ દીવો લઈને શોધવા જઈએ તો કદાચ થોડાં ગણાં જ મળે.

    જમાનાના બદલાવ સાથે હવે આદમી સ્વાર્થી થતો જાય છે .એમાં મારું કેટલું અને મારે શું એ ગણિત

    બધાં ગણતાં થઇ ગયાં છે.અહી શું કે દેશમાં શું !બધે કાગડા કાળા !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: