Daily Archives: માર્ચ 8, 2012

ધર્મ સ્થાપકો અને ઈશ્વરવ્તારો એશીયામંજ કેમ જન્મ્યા ?

વર્ષો પેલાં  હું મારે ગામડે ગએલો .એક ઘરે ગયો `ખડકી ઉઘાડી અંદર પ્રવેશ કર્યો .કે તુરત એક યુવાન મારી પાસે આવ્યો મારા ચરણ સ્પર્શ કર્યા.મને હર્ષભેર આવકાર આપ્યો .અને એની દાદી મને ઉદ્દેશીને બોલ્યો . આઈ હેમત આતા આવ્યા છે ? આઈને આંખે ઝાંખું ઝાંખું દેખાતું હતું .તે મને જોઇને બોલ્યાં  .એ આવ્ય દીકરા આવ્ય  આં  મારી હામ્ભો બેહ  ગીગી
આતા હારું હાંગા માસી લેવ્ય ?સાંગા માચી આવી .હું આઈ સામે સાંગા માચી ઉપર બેઠો .અરે દીકરા તી મન આંધરીને દર્હન દીધાં? આઈ હું તમારાં દર્શન કરવા આવ્યો છું દર્શન દેવા નથી આવ્યો. દીકરા ગોવિંદ આવ્યો હુંતો (ગોવિંદ એ મારો દીકરો હરગો વિંદ )મી ઈને કયું (કહ્યું )ગોવિંદ તું મારા ખોરામાં બેહ મારે તુને વાલો કરવો છે  આઈ હવે હું મોટો ભાયડો થઇ ગયો છું ત્રણ દીકરાનો બાપ થઇ ગયો છું .હું તમારાં ખોરામાં બેસું તો તમને ભાર લાગે.તો તું ઈમ કર્યહું ખાટલા માં  એક વાહુ બેહુ અને તું મારા ખોરામાં માથું રાખ્ય અને લાંબો

થે ને હુ(સુ)હર ગોવિંદ આઈના કહ્યા પ્રમાણે સુતો અને આઇએ  મોઢા  ઉપર હાથ ફેરવીને  ખુબ ચુંબન કર્યાં.  जिसको कहते है मुहब्बत जिसको कहते है खलूस / ज़ोपड़ो में  हेतो हे पुख्ता मकनोमे नहीं .
આઇએ મને પૂછ્યું ગીગા એક પરસન કરા? હા બોલો મને આવડશેતો જવાબ  દઈશ   નહિ તર હાથ ખંખેરીને ઉભો થઇ જઈશ .બોલો શું પ્રશ્ન છે ?ગીગા મોટા મોટા દૂધાધારી માત્માને

પર્સન  કર્યોસ  પણ હજે સુધે કોઈએ જવાબ દીધો નેથ . આઈ તમે એવા દંભી બાવાને માત્મા કહો છો .હુ તો એવા ધતીન્ગીયાને   આંગણે ઉભાવાજ નો દઉં કે જે બચ્ચાના માટે પરમેશ્વરે  દૂધ બનાવ્યું હોય એ દૂધ  પોતે પી જાય .હુ તો એવા બાવાને માન આપું  કે જે  ગાયો ભેંસોના મુતર પી ને જીવતો હોય એવા મુતાધારી બાવાના પગમાં પડું .ભેંસોના આ ભવે દૂધ પી જઈને દુધાધારી માતમાં કેવ્ડાવે છે એવા  બાવા  આવતે ભવ પાડા સરજે છે   .અને ખાટી છાશ પીને મરી જાય છે.   (મારીવાત સાંભરી આઈ હસવા માંડેલા)આઈ હવે તમારો  પ્રશ્ન પૂછો . ગીગા   આ ભગવાન આપણા મલક્માંજ કીમ અવતાર લ્યેછે બીજા દેશમાં કીમ અવતાર લેવા નેથ જાતા ?મેકીધું આઈ હુ અમેરિકા માં રહું છું ઈ દેશના માણસો એવા નીતિ વારાંકે  હુ વાત કરું તો તમે નઈ માનો   અને આપણા મલકના માણસો એ  મોટાં ટીલાં કર્યાં હોય દુકાનમાં ભગવાન ની મોટી મૂર્તિ રાખી હોય અને ઘરાકને છેતરવામાં  જરાય અચકાય નહિ .એટલે ભગવાન ને લોકોને સુધારવા અવતાર વારેવારે લેવો પડે છે .મારી વાત એક ધ્યાન થી સાંભરી આઈ બોલ્યાં  ગીગા તી મન ઘૂંટડો ઉતારે . દીધો .हजारो खिज्र पैदा कर चुकी है नस्ल आदम की इ तस्लीम लेकिन आदमी अब तक भटक्कता है .