બે ગપોડી ભેગા થયા

બે ગપોડી ભેગા થયા
અમદાવાદના ફૂટપાથ ઉપર રાતે સુતી વખતે વાતોએ ચડ્યા .
એક ગપોડી બોલ્યો હવે મારી માઠી દશા બેઠી છે .અને કોક પાસે રકાબી ચાની માંગણી કરવી પડે છે .
બાકી મારા બાપ દાદા ભેંસો રાખતા  એ એક એક ભેંસ  બબ્બે મણ દૂધ કાઢતી હતી .સાંભળીને બીજો બોલ્યો .
મારા બાપ દાદા બકરીઓ રાખતા હતા .એક એક બકરી મણ મણ દૂધ કાઢતી હતી .એ બકરી મરી ગઈ એટલે એના આંચલ કાપીને લટકાળી રાખ્યા છે .એ આંચલ માંથી  પાંચ શેર દૂધ તો હજી નીકળે છે.
ગપ #૨  એક ગપોડી કહે  મારા બાપ દાદા પાસે એટલા બધાં ઘોડાં હતાં કે ઘોડારના એક છેડે થી ખરેરો કરતા કરતા બીજે છેડે જાય .ત્યાં જે ઘોડી ગાભણી થઇ હોય એ ઘોડી  ઠાણ દ્યે .મતલબકે ઘોડારના  એક છેડેથી બીજે છેડે પહોંચતાં એક વરસ જેટલો સમય લાગે .પછી બીજો ગપોડી બોલ્યો  ,મારા બાપ દાદા એટલું મોટું ભાલું રાખતા કે   અમદાવાદના જમાલ પુર દરવાજે બેઠા બેઠા  ઓખાના વાઘેર બહારવાતીયાઓને ભાલેથી મારી નાખતા .બીજે ગપોડીએ સવાલ કર્યો
આટલું  લાંબુ ભાલું  ક્યે ઠેકાણેરાખતા હતા ? સાંભળીને   બીજો ગપોડી બોલ્યો .તારા બાપ દાદાની ઘોડારમાં રાખી આવતા હતા .

Advertisements

5 responses to “બે ગપોડી ભેગા થયા

  1. સુરેશ જાની ફેબ્રુવારી 5, 2012 પર 10:24 એ એમ (am)

    આના પરથી મનેય ત્રણ ગપોડીની એક વાત યાદ આવી છે. હા દ પર મૂકીશ .

  2. હમઝા ઘાંચી ફેબ્રુવારી 5, 2012 પર 10:17 પી એમ(pm)

    આનાથી મોટી ગપોડીની રચના ( કે જોક) વાંચી નથી … આભાર ..

  3. અશોક મોઢવાડીયા ફેબ્રુવારી 6, 2012 પર 10:49 પી એમ(pm)

    વાહ ! ક્યા ગપ્પ હૈ !!
    મને ય એકાદ બે ગપ્પા યાદ આવ્યા.
    હા.દ. માટે મેઇલથી જ મોકલી આલું !!
    આતા, આ ગપબાજીનીએ કળા છે, આપણી ઢારું ક્યાંક ક્યાંક એને ’મૂહરું મેલવું’ એમ પણ કહે !! મજા આવી લ્યો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: