Daily Archives: ફેબ્રુવારી 2, 2012

કરકસર

કરકસર
કેટલીક સ્ત્રીઓ  ભેગી થઈને મોંઘવારી  વિષે ચર્ચા કરી રહી હતી .કેટલીય વખત સરકારને ગાળો પણ ભાંડતી હતી .મુઈ સરકાર કઈ કરતી નથી .
કોઈ બેન એમ પણ કહેતી હતી કે  બેનો મોંઘવારી કોઈ મટાડી શકે એમ નથી .આપને બૈરાઓએ કરકસર કરવી જોઈએ ,પુરુષો તો કમાઈ જાણે પણ આપણે ગૃહ
લક્ષ્મી કહેવાઈએ ઘર વહેવાર આપણે ચલાવીએ છીએ ,માટે આપણે કરકસર કરવાનું શરુ કરી દેવું જોઈએ . સાભરીને એક બાઇ બોલી  . મેંતો કરકસર કરવાનું શરુ પણ કરી દીધું છે ,તમારા ભાઈને ઘી વગર જરાય નો ચાલે .દરરોજ ખીચડીમાં અને રોટલીમાં થઈને એને બે ચમચા જોઈતા .પણ હવે હું એકજ ચમચો ઘી વાપરું છું એમાં ખીચડી અને રોટલી માં બધેજ પૂરું કરું છું .ત્યાં બીજી બોલી આવીરીતે ઘી વાપરોતો ક્યાંથી પૂરું થાય .ઘી વગરતો તમારા ભાઈને પણ નથી ચાલતું એટલે હું નાની ચમચીજ  ઘી વાપરું છું .અને રોટલી ખીચડી બધામાં પૂરું કરું છું .ત્યાં ત્રીજી બાઈ બોલી મારો ધણી પણ ઘી વગર ખાય નહિ .અને મેંતો બેનો ચમચીના ડાંડલાઠી  ઘી વાપરવાનું શરુ કર્યું છે .ત્યાં ચોથી બોલી બેન આને કરકસર કરી નો કેવાય , ઘી વગરતો તમારાભાઈ નું ભાણું હું પીરસતી નથી .અમારા ઘરમાં ચાંદીની દાંત ખોતરની   પડી છે .એ ભરી ભરીને હું ઘી વાપરું છું. એ બધી સ્ત્રીઓની  વાતો સાંભર્યા પછી એક પાંચમી સ્ત્રી બોલી  .આવીરીતે ઉડાવ પણે ઘી વાપરીએ તો કોઈદી પૂરું થાય નહિ .આ પાંચમીની  વાત  સાંભરી  બધી સ્ત્રીઓ હેરતભરી નજરે આ બાઇ સામે જોઈ રહી .અને વિચાર કરતી થઇ ગયું કે આ બાઈ કેવી રીતે કરકસર કરતી હશે ,બધી સ્ત્રીઓ આ પાંચમીના   મોઢા સામી જોઈ રહી હતી .આ પાંચમી બોલી હું મારા માવતરેથી  પાશેર  ઘી  લાવેલી  અને બાટલીમાં ઘી નાખીને  બાટલીનું બુચ બંધ કરી દીધું છે .અને રોટલી ઉપર આ બાટલી  ફેરવી લઉં છું અને એવી રીતે ખીચડીમાં પણ બાટલી  હલાવી લઉં છું તમે માનશો .હજી ઘી એમને એમ છે .અને તમારા ભાઈ ઘી ખાય છે અને મજા કરે છે આજે આઠ મહિના થવા આવ્યા ઘી એમને એમ છે .આનું નામ કરકસર કહેવાય