Monthly Archives: જાન્યુઆરી 2012

બાળકીનું બલિદાન

મેર લોકોમાં  ઘણા નાના  મોટા બહાર વાટિયા થઇ ગયા છે .પણ નોંધ ફક્ત નાથા મોઢવાડિયાની લેવાણીછે.
જુના વખતમાં  પોરબંદર રાજ્ય સામે ભૂતિયા શાખાના  મેરને કૈક પોરબંદર રાજ્ય સામે વાંધો પડ્યો  એટલે કેટલાક મેર જુવાનોબહારવટે ચડ્યા .અને રાજ્યમાં રંજાડ શરુ કર્યો . અને
મહારાણાની ઊંઘ હરામ કરી દીધી .
બહારવટિયાઓને   જીવતા  યા મુવા પકડાવવા માટે મોટાં ઇનામો જાહેર કર્યાં પણ કોઈ સંજોગોમાં બહારવટિયા  જબ્બે થતા નોતા ,પણ એક દિવસ  બહારવટિયા  લશ્કરની નજરે ચડ્યા  અને લશ્કરે પીછો કર્યો.બહારવટિયા ભાગીને નેરાનાંગામમાં ઘુસ્યા , નેરણા  ગામને મેરલોકો નારાણું કહે છે.   અને મારું માનવું છેકે નારાણું નામ યોગ્ય છે .કેમકે તે નામ નારાયણ ઉપરથી પડેલું હોય એમ માની શકાય .
બહારવટિયા  નારાણાં ગામમાં  આવીને  પોતાના ગોરના ઘરમાં ઘુસી ગયા .સિપાહિયો  વાહા લગા  ગામમાં ઘુસ્યા .
બહારવટિયા બ્રાહ્મણના ઘરમાં સંતાયા છે . એવી બાતમી કોઈકે    સિપાઈઓને આપી. એટલે સિપાઈઓ  બ્રાહ્મણના   ઘર આગળ આવીને ઉભા રહ્યા .અને બ્રાહ્મણને ધમકી આપીકે  તે ઘરમાં ડાકુઓને  આશરો આપ્યો છે. એટલે જો તું તારું હિત  ઈચ્છતો હોયતો  લુંટારાઓને  ઘર બહાર કાઢ્ય .બ્રાહ્મણે જવાબ આપ્યોકે  મારા ઘરમાં કોઈ છેજ નહિ .માટે તમે ક્યાંક બીજે તપાસ કરો .એક જણ સિપાઈ ગીરીથી બોલ્યો , ડાકુઓને કાઢે છેકે પછી અમે તારા ઘરમાં ઘૂસીને  અમારી જાતેજ કાઢી લઈએ ? બ્રાહ્મણે જવાબ આપ્યોકે જો તમે મારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરશોતો જોયા  જેવી થશે . સિપાઈઓએ બ્રાહ્મણ ની વાતને ગણકારી નહિ અને ઘરમાં ઘુસવા પ્રયાસ કર્યો . આવખતે બ્રાહ્મણની બાજુમાં તેની ચારેક વરસની ઉમરની તેની દીકરી ઉભેલી હતી .આ અભોર બાળાને એકજ  ક્ષનમાં બે પગ પકડીને ક્રૂર બ્રાહ્મણે  પત્થર ની શીલા ઉપર પટકી  બાળકીનું માંથું  દહીંની દોણી ફૂટે એમ ફૂટી ગયું .અને મગજના છોતરા  વેરાઈ ગયાં. બ્રાહ્મણ દીકરીનું લોહી  સિપાઈઓ ઝખ્વાના ના પડી ગયા .  અને જતા રહ્યા . થોડીવારે  બહારવટિયા  ઘર બહાર નીકળ્યા ,અને બ્રાહ્મણને  ઠપકો આપ્યો કે અમને બચાવવા  આવું ક્રૂર કૃત્ય શામાટે કર્યું . અમે તો ખડિયામાં  ખાંપણ લઇ નેજ ફરતા હતા . આજ નહિ તો બે દિવસ પછી અમેતો મરવાના  હતાજ   આવું બાળકીને મારી  નાખવાનું  અધમ કૃત્ય કરવા કરતાં તે અમને પકડાવીને  ઇનામ લીધું હોત તો સારું હતું .બ્રાહ્મણ બોલ્યો .મારે આશરે આવેલા મારા યજમાનને  પકડાવી દઈ મારી પેઢી દર પેઢી ઉપર કાળી ટીલી લાગવા દેવાનું હું ઈચ્છતો નોતો.
એમ કહેવાય છે કે  બાળકીનું બલિદાન દેનાર બ્રાહમણનું   નખ્ખોદ નીકળી ગયું . હાલ આ ક્રૂર બ્રાહ્મણના ભાયાતોના વારસો એ  બાળકીનું કુળ દેવી  તરીકે સન્માન કર્યું .અને બહારવટિયાઓના વારસદારો વાર તહે વારે નૈવેદ્ય  ધરાવે છે.
.

માંમૈયો માતંગ #૨

મામૈયા માતંગના  થોડાક દોહરા
કુંવર વિક્નીંડા કાઠયું, રા ` વીકનીડા  ઘાહ     વિકાનીન્ધા = વેંચશે ઘાહ = ઘાસ ન્યા= ઇન્સાફ
માંમૈયો માતંગ ચ્યે નાણે વિકંધા  ન્યા   ૧
ખચરડા ખીર ખાયન્ડા  તગડા ઈંડા    તાજી      ખચર ડા  = ખચ્ચર ખીર = દૂધ   તાજી =અસલી ઘોડા ઉત્તમ જાતિના ઘોડા   વડા =મોટા  વેહી=બેસી પાજી =નાલાયક
વડા માડુ વેહી રોંધા  પૂછા ઇન્ધા પાજી  ૨
સને જીવેજી સરમ ન રોંધી નરોન્ધી મનમે મેર
ધન ખર્ચે  ધર્મી ચવાંધા  કંધા વડેસે વેર  ૩           સને જીવ =  ગરીબ લોકો    મેર = મહેર ,દયા ,.અનુકંપા
મેડીયું પાડેને મારગ થીંદા ,કબરમેથીંદા ઘર            રસ્તા પોળા કરવા ઊંચા ઊંચા મકાનો પાડી નાખવામાં આવશે અને મોટા શહેરોમાં  ગરીબ લોકોને રહેવા ઘર નહિ મળે એટલે કબ્રસ્તાનમાં                                                       લોકો કબર સ્તાનમાં  ઝુંપડા બાંધીને  એમાં રહેશે.

અસ્ત્રી વેહંધી  તખત પે જાળી લોદીન્ડે નર  ૪

મામૈયો માતંગ

જુના વખતમાં  કચ્છમાં એક આગાહી કરનારો થઇ ગયો હતો.તેની માં   મેઘવાળ જ્ઞાતિની હતી ,અને બાપ અસલી બ્રાહ્મણ હતો .તેજન્મવાનો હતો ત્યારે મુહુર્ત એવું હતું કે  આબાલક
દુરાચારી ,માબાપ અને કુટુંબનું નામ ,ડુબાવનારો થશે .પણ જો  બે પલ પછી જન્મે.  તો મહાન માણસોમાં  ગણતરી થાય એવો પરાક્રમી થાય .પછી એના બાપે  જન્મ દ્વાર ઉપર પાતાની પત્નીને  તંગ બાંધી દીધો.  અને પલકવાર પછી છોડ્યો .અને દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો .બાળકનું નામ રાખવા માટે એના બાપને કહેવામાં આવ્યું. પણ બાપે એવું કહ્યું કે
નામ પાડવાનો હક્ક હું એની માતા,જનેતાને આપું છું .કેમકે તેણે ઘણું કષ્ટ વેઠયું છે .અને હજુ પણ એ બાળકના  ઉછેરની , યોગ્ય કેળવણી આપવાની જવાદ્દારી એનેજ મારા કરતાં વધુ
ઉપાડવાની છે .માટે બાળકની નામકરણ વિધિ એની માજ  કરે !
માને પોતાની જ્ઞાતિના માણસોના નામો યાદ આવ્યાં. એને  ખોળસંકર , ભોળ શંકર ,ફૂલશંકર , ધૂળા શંકર.   યાદ નો આવ્યાં , એને માંમૈયો નામ યાદ આવ્યું .અને નવજાત શિશુનું નામ મામૈયો રાખવામાં આવ્યું અને એ નામ સૌ પસંદ પડ્યું .
પણ
એના જન્મ વખતે માને તંગ બાંધવો પડેલો .  એપ્રસંગ હંમેશા યાદ રહે એમાટે એના બાપે માતંગ શબ્દ ઉમેર્યો .અને પછી એ” મામૈયામાતંગ ” નામે ખ્યાતી પામ્યો .એના થોડા દોહરા. .
શાહ છડીન્ધા શાહ પણું ,સચ્ચ છડીન્ધા  શેઠ
ભામણ ભણન છડીન્ધા ,જાડેજા કંધા વેઠ
ભૂખ માડુ તે ભડ ધ્રીજંધા  શિયાળે ધ્રીજંધા સી
પે ધીજંધા પુતરતે હેડા અચીંધા ડી
દીકરો વહુજો વાહો કન્ધો માકે દીન્ધો ગાળ
મામૈયો માતંગ ચ્યે હેડો અચીન્ધો કાળ
સૂકજી વેંધી સાબરમતી   કાન્કરીયે થીન્ધો ગાહ
મામૈયો માતંગ ચ્યે ખીર વિકણીદા   રાહ
માંનીયું થીન્દીયું મઠ જી  તેલજા  થીંદાઘી
મામૈયો માતંગ ચ્યે  હેડા અચન્ડા ડી

કાપા ઉ પર નો મુતરે

કાપા   ઉ પર  નો મુતરે
હું જયારે પહેલ વહેલો અમેરિકા ફરવા આવ્યો ત્યારે મને ઈંગ્લીશ આવડે નહિ .
હું મારા ભત્રીજા વિક્રમને ઘરે ઉતરેલો .વિક્રમ ઉત્તર ન્યુ યોર્ક સ્ટેટમાં રહે ,અને મારો દીકરો હરગોવિંદ ન્યુ જર્સીમાં રહે .મારે મારા દીકરાને ઘેર જવું હોયતો વિક્રમને મને લઇ જાય ત્યારે થાય ,એમ એક બીજાને અનુકુલતાહોય તે પ્રમાણે  આવજા કરે ,એક વખત મેં વિક્રમને કીધું કે તું મને ઇંગ્લીશમાં અને ગુજરાતીમાં એમ બે ભાષામાં લખી આપ કે મારે ક્યા જવું છે .બસની ટીકીટ લેવા ક્યાં જવું એવા જરૂરી શબ્દો લખી આપ કે જેથી કરીને હું એકલો તારે અને હરગોવીન્દને ઘરે આવ જા કરી શકું .આ પ્રમાણે વ્યવસ્થા  થઇ ગઈ એટલે હું એકલો આવ જા કરવા માંડ્યો .વિક્રમના ઘર નજીકથી ગાડીમાં બેસું અને ન્યુ યોર્કના સ્ટેશને ઉતરું , સ્ટેશનથી બહાર નીકળ્યા પછી થોડો વખત બસમાં બેસીને ન્યુ જર્સી જવા માટે પોર્ટ ઓથોરીટી બસ ટર્મિનલ જાઉં અને ત્યાંથી ન્યુ જર્સીની બસમાં બેસીને  નિયત સ્થળે ઉતારી જાંવ .
વિક્રમ અને હરગોવિંદ એક બીજાને મારી ખબર અંતર પૂછવા અવાર નવાર ફોન કર્યા કરે . એક વખત મને ટેલીફોનના  બીલના ખર્ચાની ખબર પડી ગઈ .મેં રૂપિયામાં ગણતરી કરી તો મારી રાડ ફાટી ગઈ ,એટલે મેં એક વખત બંને જણાને કહી દીધું કે ઘડી ઘડી ફોન નકરવો .હું મજામાંજ હોઉં છું  .બહુ જરૂર જેવું હોય તોજ ફોન કરવો .
એક વખત હું ન્યુ યોર્ક નાં રેલ્વે સ્ટેશનથી   બસમાં બેસીને પોર્ટ ઓથોરીટી જવા રવાના થયો . મારી સામેની સીટમાં  એક ગોરો લાકડામાં કૈક કોતરકામ કરી રહ્યો હતો ,હું કુતુહલતાથી  કોતરકામ જોઈ રહ્યો હતો . અકસ્માત ગોરાનું ચાકુ મારી  આંગળી ઉપર લાગ્યું ,અને મને આંગળીમાંથી લોહી નીકળવા માંડ્યું .
પણ ઓલી કહેવત છેને કે” કાગને બેસવું અને તાડને ભાંગવું .”એ ન્યાએ એક અલેકરી બાયડી એના નાનકડા દીકરાનું બારોતીયું બદલાવવા બેઠી.જેવું બારોતીયું ખોલ્યું કે  છોકરે મુતરની ધાર કરી , અને મેં તુર્તજ મારી કપાએલી  આંગળી મુતરની ધાર નીચે મૂકી .અનેતેજ ઘડીએ  બાળકની માં તાડૂકી અને મને ધમકાવવા માંડીકે  તે મુતરની ધાર નીચે આંગળી કેમ મૂકી  મારાદીકારનું મુતર ઊંચું ચડી જાત તો ? મારો દીકરો માંદો પડીજાત , મેં કીધું બેન એનું મુતર કઈ ઊંચું નથી ચડ્યું  હજી ધારાવાડી ચાલુજ છે .અને બેન તારા દીકરાના મુતરનો મેં દવા તરીકે ઉપયોગ કર્યો છે .અરે તમે આવા  તે કેવાં    અમેરિકાનો જખમ ઉપર પણ નો મુતરો ? બાયડી  તાડૂકી  હું તારી કોઈ દલીલ સાભારવા માગતી નથી એમ બોલીને એનીએતો પોલીસને ફોન કર્યો .અને પોલીસ તાબડતોબ આવી પહોંચ્યો .અને મને પોતાની વાનમાં બેસાડી દીધો.અને મને ન્યુ બ્રન્સ્વીકના  પોલીસ થાણે લઇ ગયો .અને મને એ ભલા પોલીસે કહ્યું તમારે તમારા કોઈ સગાવહાલાને ફોન કરવો હોયતો કરો.  મેં કીધું મારે કોઈને ફોન કરવો નથી .જમવા બાબત મને પૂછ્યું . મેં કીધું  માંસાહાર હું નથી કરતો એટલે મને બીજું કશુક આપજે .એતો ગાજર, ટામેટા  ,લેટસ , વગેરે ખાવા માટે આપ્યું. અને પછી જેલમાં મૂકી  દીધો .
આવાતને થોડા દિવસ વીત્યા ,એટલામાં વિક્રમને ઘરે પાર્ટી હોવાથી વિક્રમે ફોન કર્યોકે અમુક દિવસે બધાએ મારે ઘરે આવવાનું છે. અને સ્વાભાવિક મારા સમાચાર પૂછ્યા , હરગોવિંદ કહે અહી આવ્યા નથી .એટલે સૌને ચિંતા થઇ અને તપાસ આદરી તો ખબર પડીકે હું ન્યુ બ્રાન્સ્વીકની જેલમાં છું.  એટલે બધા ન્યુબ્રન્સ્વિક આવ્યા અને મને જેલમાં મળ્યા અને મને જમીન ઉપર છોડાવવાની તજવીજ આદરી .મેં સાફ નાં પાડીકે મારે જમીન ઉંપર નથી છૂટવું . હરગોવિંદ થોડોક ચિડાઈ ગયો અને બોલ્યો .એજ લાગના છે ભલે જેલમાં પડ્યા .
મને કોર્ટમાં લઈજાય મુદ્દતું પડતી જાય .
સામે વળી બાઇએ વકીલ રાખ્યો .આવકીલ સ્ત્રી હતી .જજની પણ ફેં ફાટે એવી  ખતરનાક હતી .એનું મોઢું બુલડોગ કુતરાજેવું હતું . વકીલો એને બુલડોગ કહેતા .
એક વખત એવું બન્યું કે એકવખત એક વકીલ મારી પાસે આવ્યો .અને પોતાની ઓળખાણ આપતા કહ્યું કર હું પણ જોશી છું .હું વિચારમાં પડીગયો કે આવો ગોરો જગલ બિલાડા જેવી આંખો વાળો જોશી કેવી રીતનો ? મેં એને પૂછ્યું આપના બેય જોશીનો સ્પેલિંગ સરખો છે ?તે કહે હા પછી એણે પોતાના પૂર્વજનો ઈતિહાસ મને કહ્યો .કે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરના બાપ  સોરાષ્ટ્રના હાલારના ભોગાત ગામના રહેવાસી  એક દિવસ  અંગરેઝ ઘોડાગાડીમાં બેસી ક્યાંક જઈ રહ્યું હતું .અને ઘોડાગાડીમાં બેઠા બેઠા એકબીજા  કિસિંગ કરતા હતા
મારા વળવાને આ નાગમ્યું  એણે અંગરેઝ ના આભારત છે .અહી અમારી સંસ્કૃતિને તમારે મન આપવું જોઈ એ  ,અંગ્રેજ ગુસ્સે થઇ ગયો અને મારા વળવાને વેક લાફો મારી દીધો .એટલે મારા વડવાઈ એની પીખડી પકડીને  ઘોડાગાડી  નીચે ફેંકી દીધો .આગુન્હાં બાબત કાલાપાનીની સજા થઇ ,
એક દિવસ કંટાળીને આપઘાત કરવા સમુદ્રમાં  જંપલાવ્યું . અન અમેરિકન હેલી કોપ્તારે  બચાવી  લીધા અને   અમેરિકા ભેગા કરી દીધા .આ એ અમારા વાળવાનો હું પરિવાર છું.
એ જોશી હતા એટલે એરીતે હું  જોશી છું.અને હું તમારો ધર્માદા  વકીલ તરીકે તમને મદદ કરીશ એટલે તમને એક પેનીનો ખર્ચ નહિ થાય .
અને મારો કેસ ચાલ્યો .પણ બુલડોગ વકીલે અમને હરાવ્યા અને મને બે વરસની સખત મજુરી સાથેની સજા થઇ .
અહીના કાયદા પ્રમાણે  કેદીને મહેનતાણું મળતું હોય છે . જજે મને પૂછ્યું દેશમાં તમે કેટલું કમાતા હતા  .મેં સાચું કહ્યું  અહીના હિસાબે રોજની ૩ પેની થઇ . જજ દયા કરીને બોલ્યો ,,.તમને ૩ પેનીના હિસાબે પૈસા મળે છે પણ કોર્ટ તમારી ઉપર દયાકરીને એક નિકલ ના હિસાબે પૈસા મળશે .એટલે મારો વકીલ બોલ્યો  મારા અસીલે ગુન્હો અમેરિકામાં કર્યો છે .જેઈલ
અમેરિકાની ભોગવશે ,અને પૈસા આપવાની વાત આવે છેતો તમે ભારતને કેમ વચ્ચે લાવો છો ?એમ રકઝક કરતા છેલ્લે અહીના કાયદા પ્રમાણે પૈસા મને મળે એમ નક્કી થયું .એટલે જજે મને પૂછ્યું તમારે કઈ કહેવું છે ?વકીલે મને પૂછ્યું હવે તમારે કઈ  કહેવું છે ? મેં કીધું હા  વકીલ કહે શું કહેવું છે મેં કીધું મારી જે બે વરસની સજા છે એ વધારીને પાંચ વરસની કરે .વકીલ કહે તમે ગાંડા થઈગયા છો ? એવી વધારે સજાની માગણી કરતી હશે ? મેં કીધું થોડોક વધુ જેલમાં રહું તો મારી પાસે થોડા પૈસા થઈજાય .એટલે હું દેશમાં જલસા કરું.

પોલા દેખકે પેઠ જા

 એક જૂની કહેવત છે કે
“જામને ખાધો ધારે ,
રાણાને ખાધો ખારે
અને
નવાબને ખાધો અંધારે “
નવાબના અને એવા બીજા મુસલમાન રજવાડામાં દિવાન અને એવા બીજા ઉચ્ચ હોદ્દા ઉપર નગરો અને બ્રાહ્મણો રહ્રતા .અને આ રાજાઓ  બીજા રાજાઓ કરતાં   કેમ વિશેષ દેખાય એની સતત કાળજી લેતા .
દ્વારકા ગાયકવાડ સરકારનું અને હિંદુ લોકોનું યાત્રા ધામ .એમાં યાત્રાળુઓએ  વેરો (tax ) ભરવાનો રહેતો .અંબાજી માતાના દર્શને જવું હોયતો ત્યાં  માથાદીઠ (મુન્ડકા  )   વેરો ભરવો પડતો. એવી રીતે સુદામાપુરી (પોરબંદર )જવું હોયતો વેરો ભરવો પડતો . પણ નવાબના રાજ્યમાં  જ્યોતિર્લીંગ સોમનાથ ,અશોક મોઢવાડિયાની ભાષામાં કહું તો  તેત્રીસ કોટી દેવતાઓના સ્થાન વાળો ગઢ ગીરનાર ,અને બીજા નાના મોટાં દેવસ્થાન નવાબના રાજ્યમાં પણ કોઈ જાતનો વેરો ભરવાનો નહિ . તદુપરાંત  ગામડામાં રહેતા બ્રાહ્મણ, સૈયદ ,સાધુ ફકીર . આવાલોકોને ઘર બાંધવા અને ઘરના આંગણા માટે મફત જમીન આપવામાં આવતી ,અને એનો કોઈ જાતનો tex (વેરો )ભરવાનો નહિ .બીજું નવાબ એક સદગુણ એ હતોકે એની આગળ  કોઈ કામ માટે રૂબરૂ મળો કે કોઈ ફરિયાદ માટે રૂબરૂ માળો તો નવાબ એની ફરિયાદ શાંતિથી સાંભરે અને તેને સંતોષ કારક જવાબ આપે . પણ નવાબ સુધી એના ખાન્ધીયાઓ  કેજેને આજની ભાષામાં કહેવું હોયતો ચમચાઓ પહોચવા દ્યે તો થાય ને ?
એક વરસ  ઇન્દરમહારાજે મેર કરી ,અને બારે મેઘ ખાંગા થયા .અને મુશળ ધાર વરસાદ પડ્યો .
આવા સમયમાં એક કુંભારને વિચાર આવ્યોકે અત્યારે  ચોમાસામાં  માટીના વાસણો પકાવી નો શકાય એટલે નિભાડો ખાલી હોય ,જો આ નિભાડામાં   ચીભડાનું વાવેતર કર્યું હોય તો ઘરનું કામ મળી જાય અને બે પૈસા કમાણી પણ થાય .
અને કુંભારે (પ્રજાપતિએ )વિચાર અમલમાં મુક્યો અને ચીભ્ડાનું. વાવેતર કર્યું . અને  ચીભડાનો મબલખ  પાક ઉતાર્યો .
એક દિવસ કુભાર ગધેડી ઉપર લગડું લાદી લાગળા ઉપર ચોફાર ગોઠવી ,એમાં ચીભડા ભરી જૂનાગઢની  મોટી શાક મારકીટમાં વેચવા માટે જવા રવાના થયો.

જેવો જુનાગઢના  દરવાજામાં પ્રવેશ કર્યો , કે તુરત એક પોલીસવાળો  અમદાવાદીની ભાષામાં કહેવું હોયતો મફતલાલ અને બીજી ગામડાની ભાષામાં કહેવું હોયતો ઠોલો ભટકાણો     અને બોલ્યો .

जेम बावा बनया होए तो हिंदी बोल्या वगर सुटका  नहीं है.

એમ   પોલીસ બન્યા હોઈએ તો

हिंदी बोल्या वगर सुटका नहीं है .

એ ન્યાયે  હિન્દી બોલ્યો

एय गधी वाला  क्या लेके जाता है .

प्रजापति बोल्यो   .

साब हु चिभडा लाईने वेच्वा जाता हु

કુભારને એમ કે આ ઠોલો પુરબીયો હશે એટલે કુભાર પણ હિન્દીમાં બોલ્યો .પોલીસે હુકમ કર્યો ,

थोड़े चिभड़े दे .

કુભારે થોડા ચીભડા આપ્યા .અને હાલતો થયો ,ત્યાં બીજો ઠોલો ભટકાણો એણેપણ થોડા ચીભડા પડાવ્યા .જરાક આઘો ગયો ત્યાં વળી એક પોલીસ મળ્યો એણે પણ થોડાં ચીભડા આપ્યાં.એમ કરતાં કરતાં માર્કીટે પહોંચ્યો ,ત્યાં એની પાસે વેચવા માટે એકેય ચીભડું  વધ્યું નહિ .  જયારે કુભાર ચીભડાં વેચવા જઈ રહ્યો હતો ત્યારે એના મગજમાં   એવા વિચારો ઘૂમતા હતા, કે આજે ઘરે જઈશ
ત્યારે મારી  ગારાની ખુંદવા વાળી    ,,રાતે પગ અને માથું દબાવનારી અને રોટલાની ઘડનારી  હારું  ગાંઠિયા પેડા,ચેવડો .લઇ જઈશ અને અમે બેય જણાં પાહે પાહે બેહીને  ખાહું એવી
જે મીઠી આશાઓ  હતી .એના ઉપર પાણી ફરી વળ્યું .

જયારે કુભાર વિલે મોઢે પાછો ઘરે જઈ રહ્યો હતો ત્યારે  વળી.એક ઠોલો મળ્યો  તે બોલ્યો ,

साले पैसे निकाल माल बचके जाता है .

કુભારે ઘણી આજીજી કરી અને કહ્યું મારી પાસે ફૂટી બદામ પણ નથી .(બદામ એ જમાનામાં  હલકામાં  હલકી  કિમતનું નાણું હતું)   પોલીસ એકદમ ચીડાઈ ગયો, અને એક    ઘૂસતો મારીને ચોફાર આચકી લીધો .ભૂખ્યો  તરસ્યો કુભાર   મહા મુસીબતે ઘેર પહોંચ્યો .અને પોતાની ઘરવાલીને દુખદ બીના  કહી સભરાવી .

ઘરવાળીએ સલાહ આપીકે તમે ફરિયાદ કરો ,

કુભાર કહે  આ નવાબી રાજતંત્રમાં કોઈ સાંભરે એમ નથી .
કોઈ દયા માણસે કુભારને સલાહ આપીકે  તું ગમે તેમ સાહસ કરીને નવાબને રૂબરૂ મળ અને નવાબને તારી કથની સભરાવ તુને જરૂર ન્યાય મળશે .
પછી એક દિવસ કુભારને ખબર પડી કે  નવાબ આજે મોતીબાગમાં જવાના છે .પોલીસનો પુરેપુરો બંદોબસ્ત હશે .ચકલું પણ નવાબ સુધી જઈ શકે એમ નથી . પણ તું ધક્કા મુક્કી કરીને નવાબની ઘોડા ગાડી સુધી પહોંચી જા .

અને કુભારને મોકો મળ્યો અને નવાબની ઘોડાગાડી સુધી પહોંચી ગયો .નવાબે તેને બહુ નરમ ભાષામાં  પૂછ્યું તુને ષું તકલીફ છે.? કુભારે ચીભડા વાળી વાત અથ થી ઇતિ સુધી નવાબને કહી સભળાવી .નવાબે બહુ શાંતિથી કુભારની વાત સાંભરી અને પ્રશ્ન કર્યો તારા ચીભડાં બધાં વેચાઈ જાત તો તુને કેટલા  રૂપિયા મળત ?

કુભાર કહે સો રૂપિયા

.નવાબે પોતે  સવાસો રૂપિયા આપવા માટે તિજુરી ઓફિસરને ચિઠ્ઠી લખી આપી અને ચિઠ્ઠી કુભારને આપી .અને નવાબે કુભારને કીધું . હાહે તારે કઈ કહેવું છે?

કુભાર બોલ્યો.  સાહેબ તમારા રાજમાં  આવું અંધેર આવી પોલ ?

સાભરીને નવાબ એકદમ ચિડાય ગયો અને ચિઠ્ઠી આંચકી લીધી અને બોલ્યો .

मेरे राजमे  पोल है ?तो जा तूबी पोला देखके  पेठ जा .

કુંભાર નિરાશ થઈને ઘેર આવ્યો .પણ કોઈએ કીધું છેકે

“કઈ લાખો નિરાશામાં અમર આશા  છુપાઈ છે ”
કુભારને વિચાર આવ્યો કે દામોકુંડ  છે તેનું મહાત્મ્ય  ગંગા જેટલું છે એટલે અહી નજીકના ગામડાના માણસો મૃત દેહનો અગ્નિ સંસ્કાર કરવા  દામોકુંડ આવે છે ;. જો દામોકુંડ પાસે બાવાના ભગવાં કપડાં પેરી  અને દામોકુંડ પાસે બેસી  જવું અને   મડદા વેરો  ઉઘરાવવાનું ચાલુ કરી દેવું .પછી એક દિ દામોકુંડ પાસે ઝુપડી બનાવી અને બેસી ગયો .
અને મડદા દીઠ  એકેક કોરી ઉઘરાવવા માંડ્યો .એકાદ વરસમાં તો એ માલદાર બની ગયો .  દીકરાઓને  કહ્યું કે જામનગરમાં એક બંગલો બનાવી લ્યો ,આજુબાજુ વિશાલ જગ્યા રાખો અને એમાં બગીચો બનાવો .બંગલામાં એક હિંડોળો રાખો .અને ખાઓ પીઓ  અને જલસા કરો .હવે ગારો ખુન્દવાના દિવસો પુરા થાય છે .

હવે  બન્યું એવું કે  એક દિવસ અમરજી ભાઈ દીવાનના માં  મરીગયા .અમરજી ભાઈ સાથે  વિશાળ સ્મશાન યાત્રા  દામોકુંડ આવી .અને બાવે રુવાબ્થી  જમીન ઉપર ચીપીયો પછાડ્યો અને બોલ્યો .

पहले मेरा कर भरो और पीछे मुर्दा जलाओ .

અમરજી ભાઈ વિચારમાં પડી ગયા કે આખા નવાબી રાજ્યમાં  ક્યાંય  કર નથી. કદાચ ભૂલમાં આ મડદા કર કાઢવાનું રહી ગયું હશે .એમ માની અને  કર ભરીને અમરજી  ભાઈએ કોરી બાવાને આપી દીધી .અને માનો અગ્નિ સંસ્કાર કરી સૌ પોત પોતાને ઘરે ગયા .

બીજે દિવસે અમરજી ભાઈએ દરેક ઓફિસોમાં મુર્દા  કર બાબત તપાસ કરાવી , ક્યાંય  મુર્દા જોવા મળ્યો નહિ .એટલે એણે  બાવાને બોલાવ્યો .બાવાને કોઈ સજ્જને એવું કહેલું કે સરકારી માણસ  બોલાવે તો ભાગવું નહિ .અને એવા સરકારી માનસ આગળ જુઠું બોલવું નહિ .એટલે બાવે દિવાન સાહેબ આગળ  સાચી વાત કહી દીધી .

અમરજી ભાઈએ બાવાને કહ્યું કે તું સાચું બોલ્યો .એટલે તુને કઈ સજા નથી કરતો પણ હવે તું જૂનાગઢની હદમાં રહેતો નહિ .અમરજી ભાઇની   વાત સાંભરી કુંભાર બાવો અમરજી ભાઈને પગે લાગ્યો અને જામનગર જઈને પોતાના બંગલાની  હિંડોળા ખાટ ઉપર બેસી પત્ની સાથે કિચુડ કિચુડ  હિંચકવા  માંડ્યો .

અંબાજી પોલીસ સ્ટેશન

અંબાજી પોલીસ સ્ટેશન
અંબાજી માં અમદાવાદથી આવેલા અને ગુજરાતના બીજા જીલ્લાઓમાંથી  આવેલા પોલીસો ધીમે ધીમે પાલનપુર અને એવે બીજે ઠેકાણે જતા રહેલા એટલે બહારથી આવેલાઓમાં અંબાજીમાં ફક્ત એકલો હુંજ રહેલો ,અને બાકીના સ્થાનિક પોલીસોજ રહેલા .એક ફોજદાર અને એક જમાદાર તરીકે ઓળખાતો માણસ અને થોડા પોલીસવાળા હતા .ફોજદાર અને જમાદાર તરીકે
જે હતા એલોકોએ કાયદાની બુકો સાધારણ વાંચેલી .આસિવાય બીજું કોઈ જાતનું ખાતાકીય જ્ઞાન નહિ કેમકે તેઓને દરબારે સીધાજ નીમી દીધા હોય છે .એના પાસે ધોકાની આવડત અને આદિવાસી લોકોને દબાવવાની આવડત .અમને અમદાવાદ જેવા શહેરોમાંથી નવા આવેલા પોલીસોને ખાસ ભલામણ કરેલીકે આદિવાસી પ્રજા સાથે ભળવું નહિ .અને મોએ ચડાવવા નહિ .સ્થાનિક વેપારી વર્ગ અને બીજા લોકો પણ આદિવાસી પ્રજા સાથે કામ પુરતો વહેવાર રાખવો એવી ભલામણ કરેલી . મને આવું નાગમતું , એટલે હું બહુ ભાળીને એલોકો સાથે રહેતો અને તેઓ સાથે ઓરમાયું વર્તન રાખતો નહિ .
પોલીસને નોકરી જેવું કઈ લાગે નહિ .થોડા દિવસોમાં ફોજદારની બદલી હડાદ ગમે થઇ .હુંતો આડી વાસીના ગામડાઓમાં રખડ્યા કરતો .હથિયારમાં અમદાવાદ સીટી પોલીસની જેમ ફક્ત બેટન કમરે લટકાવીને ફરવાનું નહિ .હું તો બંધુક લઈને ફરતો .દરેક આદિવાસી પાસે ઉપર ભરવાની બંધુક રહેતી .એમને લાયસન્સની જરૂર રહેતી નહિ .
બહારથી આવેલા પોલીસોને આદિવાસી પ્રજા “કોન્ગ્રેસેરા સિપાઈ “તરેકે ઓળખતી,બહુ અલ્પ સમયમાં હું આદિવાસી પ્રજામાં ઓળખીતો અને માનીતો થઇ ગએલો ,
થોડા વખતમાં દિનુભાઈ ઓઝા સબ ઇન્સ્પેક્ટર તરીકે આવ્યા .અને સુરતથી  થોડા પોલીસો આવ્યા .આદિવાસી કોઈ ફરિયાદ લઈને આવે તો દિનુભાઈ મને બોલાવે .અને હું જે રીતે ફરિયાદનો નિકાલ કરવો હોય એ રીતે કરી નાખતો .અને દીનું ભાઈને મારી વાત મંજુર રહેતી .
આ સમયે  આબુરોડથી અંબાજી સુધીની બસો દોડતી એનો માલિક પારસી હતા .બસો સિવાય એની ટેક્ષી પણ ચાલતી .પોલીસનો સામાન્ય માણસ જરૂર પડ્યે , ટેક્ષી નો ઉપયોગ કરી શકતો  અને એ પણ કાનામાતર વગર (મફત )બસમાં તો મફત ફરવાનું .અંબાજી નજીકનું ગામ કુંભારિયા ,કે જ્યાં સરસ કોતરકામ વાળું જૈન મંદિર છે .દાંતા રાજ્યના વખતમાં એ મંદિરને ફરતી દીવાલ નોતી  આઝાદી આવ્યા પછી  મંદિર ફરતી મોટી બધી દીવાલ ચણી લીધી છે.
અંબાજી નજીક  રીછડી , કોટેશ્વર ,પાન્સા.વગેરે ગામો છે .
આપણે લોકો  આદિવાસી પ્રજાને  એકજ જાત સમજીએ છીએ પણ એવું નથી .કુંભારિયા અને નજીકના ગામના રહેવાસી પોતાને ગરાસીયા તરિકે ઓળખાવે છે .રીંછડી અને  પાનસા વગેરે ગામમાં રહેતા લોકોને ગરાસીયા તરીકે ઓળખાવતા  લોકો ભીલ તરીકે ઓળખે છે પણ આ ભીલ લોકો પોતાને ગામેતી કહેવડાવે છે . ગરાસીયા લોકો ગાય,બળદ ,રોઝ (નીલગાય ) નું માંસ નથી ખાતા ઉપરાંત સફેદ રંગનું ઘેટું કે બકરા નું માસ નથી ખાતા  અને દુધી સફેદ હોવાથી દુધી પણ નથી ખાતા .
ગામડાઓમાં  કુમ્ભારીયાના   પટેલનો દીકરો કિશનો .રીછડીનો સુતારી કામ જાણનાર કિશનો પારગી ,કોટેશ્વરનો ચુનીયો ગમાર આલોકોનો પ્રેમભાવ મને હજી યાદ છે .અંબાજીમાં નોકરી જેવું તો કઈ લાગેજ નહિ.પણ મારા દીકરા દીકરીઓના ભવિષ્ય નું ધ્યાન રાખી ,હું બદલી કરાવીને અમદાવાદ આવી ગયો .અમદાવાદ શહેરમાં હું રહેતો હોઉં તો મારા સંતાનો ઘરે રહીને કોલેજોમાં ભણવા જઈ  શકે. અને ફક્ત આજ કારણસર હું  અંબાજીનો જલસો છોડી , અમદાવાદની  હાડમારી ભરેલી નોકરી કરવા અમદાવાદ આવ્યો .અંબાજીથી અમદાવાદ આવ્યે ,વરસો થઇ ગયા .પછી એક વખત હું મારા દીકરા હરગોવિંદ કે જે  ન્યુ જર્સીમાં રહે છે ,અને સેવાભાવથી રેડિયો ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે.અહે એ દેવ જોશી તરીકે ઓળખાય છે. એને લઈને હું અંબાજી આવ્યો .આવખતે હરાગોવીન્દની ઉમર સાતેક વરસની હશે .અમો બાપ બેટો  આજુબાજુ જંગલમાં રખડીને ચુનિયા ગમાંરના ઘરે આવ્યા .
અમો ઓચિંતાના અતિથી તરીકે ચુનિયાને ઘરે ગયા ,ચુનીયાના હરખનો પાર નરહ્યો .તાત્કાલિક એની વહુએ ઘઉં  દળ્યા અને લોટ તૈયાર કર્યો ગોળ ઘી નાખીને સુખડી બનાવી અને શાક બનાવ્યું .અમે જમ્યા .
હરગોવિંદ એના ઘરમાં જઈને બાળ સહજ સ્વભાવ પ્રમાણે વસ્તુઓ આડી અવળી કરવા માંડ્યો .હું ખીજાણો અને હર્ગોવીન્દને ઘર બહાર નીકળવાનું કહ્યું . ચુનીયે મને હાથ જોડીને કહ્યુકે બાબાને  જેમ કરે તેમ કરવા દ્યો .હું શાંત રહ્યો એટલે હરગોવિંદ ફરીથી એના ઘરમાં ઘુસ્યો અને ચુનીયનું ધનુષ્ય બાણ ઉપાડી લાવ્યો અને મને દેખાડ્યું .ચુનીયાએ હરાગોવીન્દને પુછ્યું તને ગમે છે ? હર્ગોવીને હાપાડી એટલે ચુનીયો કહે તું લઈજાજે .મેં ચુનિયાને નાપાડીકે અમારે કઈ જોતું નથી .
ધનુષ્ય બાણને આલોકો ધુનરી કહે છે .  મેં ચુનિયાને હાથ જોડીને કીધું કે ભાઈ એને કઈ આપવાનું નથી .છતાં ચ્નીઓ માન્યો નહિ .અને અમારે બસની ઉપર બાંધીને મહામુશીબત્ર ઘર ભેગું કર્યું .અને આખર  એ  ધુનરી સાચવાનને અભ્હાવે ધૂળ ધાની થઇ ગઈ .
કોઈ અનુભવીએ કીધું છેકે મુંબઈ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પ્રેમભાવ છે એનાથી ઘણો વધારે નાના શહેરોમાં છે. અને નાના શહેરોથી વધારે પ્રેમભાવ ગામડાના લોકોમાં છે .અને ગામડાના લોકોથી વધારે પ્રેમભાવ જંગલમાં વસતા લોકોમાં છે .
જેને ક્યેછે નિખાલસતા ,જેને ક્યે  છે પ્રેમભાવ
કુબોમાં હશે પણ પાકા મકાનોમાં નથી
.