ઇસ્લામ ધર્મ ઉત્પન્ન થયા પહેલાં

હઝરત મહંમદ પેગંબર સાહેબના જન્મ પહેલાની આવાત છે .એ સમયે અરબો દીકરીને બહુ ઈચ્છતા નહિ .દીકરીને પરણાવીને જે જમાઈ કર્યો હોય, એના કરતા
દીકરીને દાટી દઈને કબર જમાઈ કરવો સારો એવી એ સમયે માન્યતા હતી .જેમ ભારતમાં  કેટલીક જાતિઓમાં  દીકરીને દુધથી ભરેલા વાસણમાં દીકરીને ડુબાડીને મારી નાખવામાં આવતી .તેવી રીતે પ્રાચીન સમયના અરબો દીકરીને રણમાં ઊંડે ખાડોકરી દાટી દેતા હતા .એવા સમયમાં  એક ઉસ્માન નામના અરબને ઘરે દીકરીનો જન્મ થયો .જન્મ થયાની સાથે દીકરીને દાટી દેવાની એના બાપે તૈયારી  કરી .પણ એની વાઇફે એવું કીધુકે  મને ધાવણ પુષ્કળ આવે છે .
એટલે જો દીકરીને હમણાં દાટી દેવામાં આવશેતો  મારી છાતીમાં ખુબ ધાવણ ભરાશે અને એ કારણે કદાચ હું માંડી પડી જઈશ અન મારી જઈશ ,માટે દીકરી ધાવે છે ત્યાં સુધી  ભલે જીવે પછી તે થોડી મોટી થાય એટલે એને દાટી  દેવી.
આમ દિવસ ઉપર દિવસ જવા માંડ્યા ,દીકરી મોટી થવા માંડી .હવેતો એ અગિયાર બાર વરસની ઉમરની થઇ ગઈ .એટલે દીકરીના પિતાએ હવે જલ્દી દાટી દેવી જોઈએ .એવું વિચારી કોશ, કોદાળી , દીકરીને પોતાની આંગળીએ વળગાળી ને દુર રણમાં દાટવા જવા રવાના થયો .બારેક વરસની ઉમરની દીકરી બધું સમજતી હતી કે હવે હું બહુ થોડા સમયમાં   મરવાની છું છતાં  એના મુખ ઉપર દુ:ખની કોઈ નિશાની ન હતી .આવી સહન શક્તિ પરમેશ્વરે સ્ત્રીને આપી છે.
ઉસ્માને ખાડો તૈયાર કર્યો .અને સોરઠમાં વરરાજા ને તેડે છે એમ તેડી અને ખાડામાં મુકવાજાતો હતો .ત્યારે  ખાડો ખોદવાના કારણે જે એની દાઢીમાં ધૂળ ભરાઈ
ગયેલી  એ ધૂળ દીકરી ખંખેરવા માંડી .અને બોલી અબ્બા મારી માને મારાવતી એટલો સંદેશો દેજો કે મને દાટવા તમને જે મહેનત પડી છે .એ કારણે તમારું શરીર  દુ:ખતું હશે એને જરા માલીશ કરે અને તમને ગરમ કાવો પીવડાવે . આવું  જગદંબા  દીઅરીજ કરી શકે .દીકરી તારો જય જય કાર થાઓ .

Advertisements

5 responses to “ઇસ્લામ ધર્મ ઉત્પન્ન થયા પહેલાં

 1. સુરેશ જાની January 25, 2012 at 9:57 am

  અગિયાર વરહની થૈ , ત્યાં લગણ ધાવતી’તી? ગજબની વાત .

  • aataawaani January 25, 2012 at 10:44 am

   સુરેશ ભાઈ ધાવવાની ઉમર સુધીજ ધાવી હોય .પણ પછી આજકાલ કરતા મોટી થઇ ગઈ હોય .અને પછી ઋતુમાં આવવાની તૈયારીની ઉમર થવા માંડી એટલે પછી બાપે ઉતાવળ કરી અને દાટવા હાલ્યો . મારા પ્રિય માસ્તર સાહેબ તમારો વિદ્યાર્થી મૂરખ જરૂર છે .પણ હદ વગરનો મૂરખ નહિ હોય . તમને કેમ લાગે છે ? એક હાસ્ય દરબારમાં અશોકને જવાબ આપવાનો હતો .ગુજરાતીમાં લખીને તૈયાર રાખ્યું પણ ક્યાં મુકવું એ જડ્યું નહિ . આવા વિદ્યાર્થીને મૂરખ નો કહેવાય તો બીજું શું કહેવાય . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 2. અશોક મોઢવાડીયા January 27, 2012 at 7:57 am

  એ રામ રામ આતા,
  આ મુણે આપવાનો જબાબ (અમેં કાંઠાળ વાળા ’જવાબ’ને ’જબાબ’ બોલીએ !!) ઘાં (ક્યાં) મેલવો ઈ ભુલે જાવ ઈમાં અમારે તાં નૂકશાનીને ? હેવ રાતબધી નીંદર નૈ આવે કે આતા કાંઉ જબાબ દેવાનાં હશે ?

  પણ આ અરબસ્તાનમાં આવો રિવાજ હશે ઈ આજ પેલુંવેલું જાણ્યું. તે‘દિ દીકરીયુની કદર નો‘તી. કદાચ સમો એવો હશે, ને માણહને કોઈ આરોવારો નંઈ રે‘તો હોય. જે હોય તે, પણ હવે દીકરીયુ આભને ટેકા દે એવી થયુ છે ને માણહને દીકરીયુનાં મોલ થયા છે. બઉ સારી વાત છે. મેં તાં દીકરી જલમી (જન્મી) તે દુ ગામમાં પેંડા વેંચ્યા તા. હેવ સાંજે ઘેર પુગું તાં દીકરી ડેલીએ વાટ જોઈને ઊભી હોય કે મારો બાપો ભૂખો-તરસો આવહે, ઈના હારું ટાઢા પાણીનો કરશીયો (કળશ) તૈયાર રાખાં. (ને દીકરાનું ધ્યાન બાપાનાં ગજવે હોય કે કાંઉ કમાઈને લેઈવો ! જલ્દીથી કાઢે લાં !!!) આતા લખતા રે‘જો, બ‘વ ગમે છે. કારક (ક્યારેક) આવું લખો છો તો આંખમાં જળજળીયાયે આવે છે.

 3. હમઝા ઘાંચી January 28, 2012 at 1:48 am

  અદ્ભુત વાર્તા આતાશ્રી, સરસ આલેખન

  • aataawaani January 28, 2012 at 8:48 am

   મારી વાત તને ગમી એની મને ખુશી થઇ.  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: