વાણીયો & વાણંદ

નાનકડા ગામમાં એક બ્રાહ્મણ ,એક વાણીયો (દુકાનદાર  )એક મોચી,એક સઈ(દરજી )એક લુહાર ,એક સુતાર,એક કુંભાર , વાણંદ ,એકાદ ઘર રબારી ,થોડાં ઘર
મેઘવાળના  અને બાકીના ખેડૂતો હોય .દુકાનદાર વારે તેવારે  વાણંદ ને જમવાનું આપે કોઈ વખત કપડાંલત્તા આપે બદલામાં વાણંદ એની હજામત કરી આપે
એવીરીતે ખેડૂતો ખેત પેદાશમાથી અનાજ વગેરે આપે અને બદલામાં વાણંદ એની હજામત કરી આપે .વસવાયાં (કુંભાર,સુતાર ,વગેરે )પોતાને યોગ્ય વાણંદ ને કામ કરી આપે .આવી રીતે ગામડામાં બધો વહેવાર ચાલે .
હજામતમાં માથા ઉપર ચોટી રાખવાની અને મોઢા ઉપર મૂછો રાખી દેવાની  બાકી બધું સાફ કરી નાખવાનું .દરેક જાતિઓની આ રીતે હજામત  થાય
કાટીયાવરણ (ક્ષત્રિયવર્ણ)ને દાઢી હોય એટલે એની દાઢી સરખી કરવાની ,દાઢીને કાતરા કહેવાય .દુકાને આપણે જેમ વસ્તુ ખરીદવા જઈએ એમ વાણંદ ને ત્યાં
હજામત કરાવવા જવું પડે .જે ખેડૂત વાણંદ ને વધારે પડતું અનાજ વગેરે આપે એને ઘરે જઈને પણ વાણંદ હજામત કરવા પણ જાય હજામત એ મૂળ અરબી ભાષાનો શબ્દ છે .ગુજરાતી ભાષામાં  ફારસી અરબી ભાષાના ઘણા શબ્દો છે અને એરીતે આપણેગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે .અમે ગામડિયા હજામત માટે વતું શબ્દ વાપરીએ છીએ .
એક દિવસ તલકચંદ વાણીયો વાણંદ પાસે વતું  કરાવવા ગયો .ચોટલી રાખીને બાકીના  માથાના વાળ સફાચટ કરી નાખ્યા .વાણિયાનું  સફાચટ માથું જોઈ વાણંદને  ટકોરો મારવાનું મન થયું .અને અંગુઠા પાસેની આંગળી બેવડી વાળીને  વાનંદે  ટકોરો મારી પણ દીધો .વાણીયો એકદમ ગુસ્સે થઇ ગયો .પણ આતો વાણીયો  ગુસ્સો ગળી ગયો. અને  વાણંદને  દસ રૂપિયાની નોટ બક્ષીસ તરીકે આપી , વાણંદ ને નવાઈ લાગી ,એટલે એને વાણીયાને પૂછ્યું  શેઠ તમે મને દસ રૂપિયા આપ્યા એ કઈ ખુશી માટે આપ્યા  વાણીયો કહે  આજે મારું માથું સખત દુ:ખતું હતું .તે મારા માથામાં ટકોરો માર્યો એટલે મારું માથું  દુ:ખ તું એ મટી ગયું .આ  દૃશ્ય પેલેથી છેલ્લે સુધી .એક બારેક વરસની ઉમરના છોકરાએ જોયું હતું . છોકરે  વાણીયાને કીધું .તલકા કાકા  તમને માથામાં માર્યું અને તમે વાણંદને  દસ રૂપિયા આપ્યા ? વાણીયો બોલ્યો ,દીકરા આ દસ રૂપિયા એને મરવી નાખશે તું જોયાકર  ,છોકરો વિચાર કરે કે આ દસ  રૂપિયા વાણંદ ને કેવીરીતે મરવી  નાખશે .એ જોવા માટે છોકરો વાણંદનાં ઘર આગળ આંટા ફેરા ખાતો રહે .એક દિવસ એક વાઘેર વાણંદ પાસે વતું કરાવવા ગયો .અને   વાણંદને કીધું .મારું  વતું જલ્દી કરી નાખ કેમકે  મારું માથું સખત દુ:ખે છે એટલે મારે ઘરે જઈને આરામ કરવો છે.
વાઘેર  જનુની કોમ કહેવાય છે .મૂળુ માણેક અને જોધા માણેક જે બહાર વાટિયા થઇ ગયા એ વાઘેર જાતિના હતા .
વાણંદને વિચાર આવ્યો કે  એક વાણીયો કે જેને પાઇ પાઇ  ની કીમત છે એવા માણસે મને દસ રૂપિયા આપ્યા તો આતો દરબાર કેવાય એતો મને ખુબ પૈસા
આપશે .એણેતો  વાઘેરનું વતું કરીને માથામાં જોરથી ટકોરો માર્યો . અને વાઘેરનો પિત્તો ગયો .વાઘેરે  એકજ પલ માં વાણંદના  પેટમાં  જમૈયો  ખોસી  દીધો
વાણંદનાં  આંતરડા બહાર કાઢી નાખ્યાં .ઓલો છોકરો દોડતો  દોડતો વાણીયા પાસે ગયો અને બોલ્યો.   તલકાકાકા    ઓલા રાજુભા વાઘેરે વાણંદના પેટમાં જમીઓ હુલાવી દીધો.

5 responses to “વાણીયો & વાણંદ

  1. Suresh Limbachiya જાન્યુઆરી 23, 2012 પર 9:45 પી એમ(pm)

    pl do not comments any ones job related as well as caste, it is not fair, on world there are lot off literature, but is it not for views. must be modified.

  2. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 24, 2012 પર 6:07 એ એમ (am)

    અને એક આ, શ્રી.ભીખુદાનભાઈ કનેથી સાંભળેલી.

    શેઠ દૂકાને બેઠા હતા તેવામાં પાસેના ગામડેથી એક ખેડૂ આવ્યો, કહે: શેઠ રામ રામ ! શેઠ કહે: રામ રામ.
    ખેડૂ કહે: ઓણ ભીંડા ભારે થયા છે ને આમણો આવતો‘તો તી થયું કે લાવ શેઠ માટે ભીંડા લેતો જાઉં ! તો લ્યો આ ભીંડાની થેલી, ભારે મીઠું શાક થશે.
    શેઠ કહે: એ સામી ભીંતે મેલી દે. અને બોલ બીજું કંઈ કામકાજ ? ખેડૂ કહે: ના રે શેઠ, તમારી દયા છે. આવજો !
    થોડી વારે શેઠાણી દૂકાનમાં આવ્યા, તાજામાજા ભીંડા જોયા તે કહે: વાહ, આજે સાંજે આ ભીંડાનું શાક બનાવીશું!
    શેઠ કહે: રે‘વાદે ! થેલી ભલે ત્યાં ને ત્યાં પડી. રાતે ભીંડા ન ખવાય ! સવારે વાયડા લાગે !!
    જો કે શેઠાણીને એ ન સમજાયું કે આવા તાજા તાજા, અને પાછા “મફત”નાં ભીંડા વળી વાયડા શાને લાગે !

    ખેર, બીજો દિવસ ઉગ્યો અને પેલો ખેડૂ વળી શેઠ પાસે આવ્યો, કહે: શેઠ એક કામ પડ્યું, થોડા દિ માટે હજારેક રૂપિયા જોતા તા. શેઠ કહે: એ સામી ભીંતે ભીંડાની થેલી પડી છે, તું મુકી ગ્યો એમને એમ છે. લઈ લે મારો બાપલીયો ને માંડ્ય ઠેકવા !!! રૂપિયા બૂપિયા તો ભઈલા હાથવગા નથી !!!

    આ તંયે શેઠાણીને ખબર પડી કે આ, “મફત”નાં ભીંડા વાયડા કેવા લાગે 🙂 અમથા કંઈ ડાહીમાનાં દિકરા કહ્યા હશે ! એને અગાઉ સૂઝી જાય કે ’આ ન કરાય !!’ અને આપણને કામ કર્યા પછી ખબર પડે કે ’આ કામ કર્યા જેવું નો‘તું !!’

  3. હમઝા ઘાંચી જાન્યુઆરી 28, 2012 પર 1:54 એ એમ (am)

    આ વાર્તાથી જાણવા મળે કે દરેક જોડે અલગ વ્યવહાર રાખવો. બધા સરખા નથી હોતા.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: