ભગવાન ભવો ભવ આવી બાયડી આપજે
અમારી પડોશમાં એક ઘુન્ધરી અને બાજરો નામનું દંપતી રહે .મને અને બાજરાને દારૂ પીવાના બહુ હેવા ગામમાં અમને બધા દારૂડિયા તરીકેજ ઓળખે .પણ અમારે મોઢે કોઈ દારૂડિયા શબ્દ નો બોલે ,મોઢેતો ભાઈ ભાઈ કહે .એ એટલા માટે કે વખતે દારૂના નશામાં લમધારી નાખે .
ઘુન્ધરીને અને મારી ઘરવાળીને દારૂ પ્રત્યે ખુબ નફરત .પણ અમને કંઈ કહી નો શકે બિચારીઓ બહુ બહુ તો અમને દારૂ ના પીવા માટે પાણી મુકાવે .અને પાણીવાળા હાથ હજી સુકાણાં ના હોય ત્યાં દારૂની માંગણી કરીએ ,
એક વખત મેં પાણી મુક્યા પછી મારી ઘરવાળીને કીધું . આજ તો થોડો વલાતી (વિલાયતી )પીવો છે .એટલે રામનું નામ લઈને રમ પીવડાવ્ય આમતો હું દેશી મહુડાની પેલી ધારનો દારૂ પીવા વાળો માણસ પણ કોકદી મેમાન મય આવ્યે પોરહ કરવા વલાતી પણ પીયું ખરો .
મારી ઘરવાળી બોલી હજેતો તમે પાણી મુક્યું ઈ પાણીવારા હાથપણ સુકાણાં નથી. અને તમે દારૂ માગો છો ?તમને શરમ નથી આવતી ?અરે શરમ આવતી હોત તો માગત શું કરવા .ઈ તારે સમજી લેવાનું હોય .લાવ લાવ જટ કર્ય ઈમ હશેતો પીધા પછી પાછો પાણી મૂકી દઈશ .
ઓલી કેવત છેને કે” ત્રાથી બાયડી રણચદી થાય અને આંતરી બિલાડી વાઘ થાય”એ પ્રમાણે એક્દી મારી ઘરવાળી વિફરી અને નક્કી કર્યું કે આજતો ઈને ખુબ લમધાર વાસ , અને ઈ અર્ધી રાતે ઘુન્ધરી પાસે ધોકરડું માગવા ગઈ ,એલી ઘુન્ધરી તારી પાસે ધોકરનું છે .?ધોકરનું તો છે પણ તમારે અરધી રાતે ધોકરના નું શું કામ પડ્યું ?એમ ઘુધરીએ પૂછ્યું .મારી ઘરવાળી બોલી આજે હું ઈને લંમ્ધારવાની છું . ઇવોતો મારવો છેકે દારૂ પીવાની ખો ભૂલીજાય.
સારું લઇ જાવ પણ પછી કામ પતે એટલે તરત દઈજાજો. ઘરવાળી એ પૂછ્યું તારે વળી અર્ધી રાતે ધોકાનું શું કામ પડ્યું ?મારે પણ આજે મારા ઘરવાળાને ખુબ પીટવો છે .
મારી ઘરવાળી હાથમાં ધોકો લઈને ખડકી બહાર ઉભી રહી અને ઓલા બેસ બોલ વાળા બોલની વાટ જોતા દંડો નથી ઘુમાવતા ?એમ ધોકો ઘુમાવતી ઉભી રહી થોડી વારે હું આવ્યો જેવો એની નજીક ગયો કે તુર્તજ ધોકો માર્યો .એટલે એ મારવાજ મંડી પડી .પણ એટલું દયાન રાખ્યું કે હાડકું ન ભાંગવું જોઈએ એટલે તે વાસા ઉપર ઢીંધા ઉપર જ્યાં માંસ વધારે હોય ત્યાં ધોકા ઠોકડવા મંડી પડી .પછી મારો નીશો ઉતારવા મંડ્યો એટલે ઘરમાં ઘુસી ગઈ અને ખડકી બંધ કરી દીધી .થોડી વારમાં હું ઢસડતો ઢસડતો ખડકી પાસે આવ્યો અને ઘાયલ ઘેટાના જેવી બુમ મારી એ ખડકી ઉઘાડ આ મારી દશાતો જો ? મારી ઘરવાળીએ
ખડકી ઉઘાડી અને મને જોઇને બોલી અરે મારા પ્રીતમ આવી દશા તમારી કોણે કરી .એટલું બોલી એ મને ઘરમાં લઇ ગઈ અને પથારીમાં સુવડાવ્યો .અને હરદર મીઠું ભેગું કરી .અંદર પાણી નાખી .ગરમ કરી મારા શરીરે ચોપડવા મંડી .અને કીધું હું હમણાં તમને શીરો ખવડાવું છું .આતમને મુંઢ માર પડ્યો છેને એટલે તમને દુખાવો મટવા માંડે . મેં ભગવાન ને પ્રાર્થના કરીકે હે દીનાનાથ ભવોભવ મને આવી બાયડી આપજે .અને પછી મારી ઘરવાળી ઘુન્ધરીને ધોકો દઈ આવી .
ઘુન્ધરી પણ મારી ઘરવાળીની જેમ ધોકો સજ્જ કરતી એના ધણીની વાટ જોતી ઘર બહાર ઉભી રહી .
હવે બન્યું એવું કે બજારો જયારે કલાલને ઘેર દારૂ પીવા જતો હતો ત્યારે કલાલના ઘર નજીક એક ઈશ્વર ભક્ત રહે એને ત્યાં સત્યનારાયણની કથા હતી એટલે લોકો એ ભગતને ઘરે જઇ રહ્યા હતા . બાજરો એવું સમજ્યોકે પોલીસની બીકે આજે કલાલે ઘર બદલ્યું હશે એટલે દારુ અહી આપતો હશે .જ્યાં બજારો ઘર નજીક ગયો ત્યારે ખબર પડી કે અહીં તો કથા વંચાય છે .પણ સત્યનારાયણ ભગવાનનો કાયદો એવું કે કથા વાંચતી હોય એવી ખબર પડે તો કથા સાંભર્યા સિવાય અને પ્રસાદ ખાધા સિવાય જવાયજ નહિ. જો જાય તો સત્યનારાયણભગવાન એનું નખ્ખોદ કાઢી નાખે એટલે એ બીકે બાજરો કથા સાંભરવા બેસી ગયો .અને કથા પૂરી થઇ એટલે ઘરે આવવા રવાના થયો .અને ઘરે પહોંચ્યો .ઘુન્ધરી વાટ જોઈ રહી હતી. બાજરો નજીક ગયો અને ઘુન્ધરીએ મારવા માટે ધોકો ઉગામ્યો કે તરત બાજરે ઘુન્ધરી નો હાથ પકડી લીધો .અને ધોકો હાથ માંથી આંચકી ઘુન્ધરીને મારવાની તૈયારી કરી .એટલે ઘુન્ધરી ગભરાઈને બોલી એય મારી વાટ સાંભર્યા વિના કઈ પગલું ભરતો નહિ .મારી વાત સાંભર્યા પછીતારે મારી નાખવી હોય તો મારી નાખજે .બાજરો કહે બોલ તારે શું કહેવું છે? ઘ્ન્ધારી બોલી મને એમ કે કોઈ લફંગો તમે ઘેર નથી એવું જાણીને કોઈ માણસ બદ ઈરાદે ઘરમાં આવતો હશે એટલે મેં વિચાર કર્યોકે આ માણસને હું મારી નાખું .અને પછી એની લાશ તુને દેખાડું . ઘુન્ધરીની વાત સાંભરી બાજરો બોલ્યો .હે દીનાનાથ ભવોભવ મને આવીજ બાયડી દેજે .
Like this:
Like Loading...
Related
હવે તો બરાબર પીતા હશો !
દારૂ પીધે દુખ ઘટે સુખના ઉઘડે દ્વાર અતી ક્યે આખો બાટલો પીજો સાંજ સવાર Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
राम युग्मे दूध मिला और कृष्ण युग्मे घी
गाँधी युग्मे दारू मिला बेटा दबा दबा के पि
માર ખાતો જાય તોબા કરતો જાય તોય દારૂ પીતો જાય
એજ ફિનિક્ષ અરિઝોનાનો જુવાન સાવઝ કેવાય
🙂
જબરી બાયુની જબરી વાર્તા.
એટલેજ મને કોઈ માણસ સ્ત્રીને અબળા કહે છે ઈ નથી ગમતું Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
માણસ સ્ત્રીને અબળા કહે છે ઈ નથી ગમતું ….
Then why Daer Aataai,
” Nari Tadan ke Adhikari” – Tulsidas says in Ramayan !!!!
What is the uderstanding ???
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
માન.ડૉ.સાહેબ.
આપ જેવા જ્ઞાની કંઈ અમસ્તા તો સવાલ ન જ ઉઠાવે, અને આતા આપણને કંઈક જ્ઞાન આપે તે પહેલાં હું પણ આ ’નારી તાડન’ મુદ્દે નમ્રતાથી મારી વાત અહીં રાખું. (જેથી આતા પાસેથી કંઈક વધુ જાણવા મળે !)
રામચરિતમાનસનાં સુંદરકાંડની અંતમાં આ ચોપાઈ છે.
“ढोल गवाँर सूद्र पसु नारी। सकल ताड़ना के अधिकारी॥”
આમ તો કથા પ્રમાણે આ વાત ભય પામેલો સમૂદ્ર કહે છે. ’सभय सिंधु गहि पद प्रभु केरे। छमहु नाथ सब अवगुन मेरे॥’ અને વિદ્વાનોએ આ પર ઘણાં અર્થ અને વાદવિવાદ કર્યા છે. પરંતુ રા.ચ.મા.નાં એક પ્રખર પંડિતે કરેલો તાર્કિક અર્થ પણ સમજવા જેવો છે ! આ મારો વિચાર નથી, એ રામાયણીનો છે. અહીં માત્ર જાણકારી માટે જ.
અધિકારી (સત્તાધીશ, પાત્ર, લાયક, હક્કદાર, અમલદાર વ.વ.) શબ્દ સત્તા દર્શાવે છે અર્થાત આગળ જણાવેલાં પાંચેયને તાડનાનો (દંડનો, શાસનનો) અધિકાર છે !!! અથવા તો તેની ઝપટે ચડો તો તે તાડના કરી શકે છે. (સાવધાન !!)
તો અન્ય દૃષ્ટિએ જોઈએ તો આ વાત સમુદ્ર કહે છે, અર્થાત એક ’જડ’ (જડ = અજ્ઞાન; જાડી બુદ્ધિનું; ઝટ સમજી શકે નહિ એવું; કમઅક્કલ; મૂર્ખ; ઠોઠ; મંદબુદ્ધિ. — ભ.ગો.મં.) ની આ વિચારધારા છે. ’गगन समीर अनल जल धरनी। इन्ह कइ नाथ सहज जड़ करनी॥’ અહીં તુલસીદાસ તો લેખક છે તેઓ તેની, લેખક તરીકેની, ફરજનાં ભાગરૂપે સમાજને જણાવે માત્ર છે કે આવી નિમ્નકોટિની વિચારધારા કોઈ જડનીં જ હોઈ શકે. આમાં ક્યાંય તુલસીદાસ એવું નથી કહેતા કે “આમ” કરવું !!! હા, પછીથી પેલા ડાર્વિનવાદની જેમ જ, હિત ધરાવતા જડસુઓ આખી વાતને તોડી મરડી પોતાનાં ફાયદા માટે વાપરે તો તેમાં તુલસીદાસનો શો દોષ ?! અન્યથા આ તો ભયાનક ચહેરો ધરાવતો મનુષ્ય આયનાને દોષ દે તેવું થાય !!! તો હવે આપણે આતા પાસેથી આ વિષયે કંઈક વધારે જાણવા મળે તેવી પ્રાર્થના કરીએ. આભાર.