પાપ નો ધોવાણા

પાપ નો ધોવાણા
એક ભજન છે જે મીરાં બાઈના ભજન “સાઈ મેંતો પકડી આંબલીયાની ડાળી રે “એ રાગથી ગઈ શકાશે .
હેજી અમે અડસઠ તીરથ ચારે ધામ ફરી આવ્યા  તોય પાતક અમારાં નો બળ્યાં રે …જી
હેજી અમે ગંગા ,જમના ,સરસ્વતી  નાયા તોય  પાપો અમારાં નો ગયાં    રે….જી            ૧
સતકાજ સુકરાતે હળા હળ પીધાં ઈસા,મન્સુરને શુળીએ ચડાવ્યા  તોય શુળીના ઘડ તલ નો રડ્યા રે….જી  ૨
હાથમાં તરવારું લઈને  દોરી ઉપર નાચ્યા .જીભ માથે ભાલાં ઉભાં  રાખ્યાં તોય તાડીયુંના પાળતલ  નો મળ્યા  રે….જી  ૩
ગીતડાં  બનાવ્યાં અમે આખી રાત જાગી રાગડા તાણીને લોકો આગળ ગાયાં તોય ઉત્સાહ દેનારા  નો મળ્યા રે ….જી 4
કવિ વરે ખેતી કીધી હળથી હેત રાખ્યાં કરેલી કવિતાઓદીધી ઇનીયે દાટીરે  કદરુના કરતલ  નો મળ્યા રે ….જી  ૫
ગુરુ ગોતવા અતાઈએ  ઝાઝાં ફાંફાં માર્યાં મનના ગુરુએ ભ્રમણા ઓ  ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે ……જી  ૬

8 responses to “પાપ નો ધોવાણા

  1. સુરેશ જાની જાન્યુઆરી 21, 2012 પર 5:54 પી એમ(pm)

    બહુ જ સરસ અને દર્દ નીતરતું કવિત. આ કોઈ સારા રાગે અને સંગીતની સાથે ગાય તો રડાવી દે એવું એનું પોત છે.
    આત્મ નિરીક્ષણ અને ક્ષમાયાચનાનો ભાવ જ અહંને ઓગાળી શકે.
    ફરીથી… બહુ જ ગમ્યું .

  2. dhavalrajgeera જાન્યુઆરી 21, 2012 પર 6:58 પી એમ(pm)

    હેજી અમે અડસઠ તીરથ ચારે ધામ ફરી આવ્યા તોય પાતક અમારાં નો બળ્યાં રે …જી
    હેજી અમે ગંગા ,જમના ,સરસ્વતી નાયા તોય પાપો અમારાં નો ગયાં રે….જી
    How true self observation!

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  3. jjkishor જાન્યુઆરી 22, 2012 પર 6:10 પી એમ(pm)

    ક્રિયાઓ અને એના કર્તાઓ માટેના અસ્સલ કાઠિયાવાડી શબ્દોએ ભજનને મહેકાવ્યું છે.

    શુળીના ઘડતલ (શૂળીનો ઘડનારો)
    તાળિયુંના પાડતલ (તાળી પાડનારઃ પ્રોત્સાહન આપનાર)
    કદરુના કરતલ (કદરદાન)

    બહુ ગમ્યું.

  4. aataawaani જાન્યુઆરી 23, 2012 પર 3:40 પી એમ(pm)

    શ્રી જુગલકીશોર ભાઈ તમે મારી આવડતની કદર કરો છો એથી મારો ઉત્સાહ ઘણો વધી જાય છે .
    તમે “ઘડ્તલ ” જેવા શબ્દોનો અર્થ કર્યો એ ઘણું સારું કર્યું . આભાર ,ધન્યવાદ

  5. Vinod R. Patel માર્ચ 11, 2012 પર 4:12 પી એમ(pm)

    આતાજી,

    દુલા કાગની લઢણનું તમારું કાવ્ય વાંચીને મનનો મોરલો ગહેંકી ઉઠ્યો.

    સુરેશભાઈએ સાચું કહ્યું છે કે આ ગીત કોઈ સારો ગાયક ગાય તો મન ડોલાવી જાય,માય્લાને હલાવી જાય .

    ગુરુ ગોતવા અતાઈએ ઝાઝાં ફાંફાં માર્યાં મનના ગુરુએ ભ્રમણા ઓ ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે …

    વાહ, આતા. આવા બીજા કાવ્યો આપો એવી આશા રાખીએ છીએ.

    • aataawaani માર્ચ 12, 2012 પર 4:54 એ એમ (am)

      પ્રિય વિનોદ ભાઈ તમારા જેવા મિત્રોનો ઉત્સાહ મારો જુસ્સો ટકાવી રાખે છે .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: