મામૈયો માતંગ

જુના વખતમાં  કચ્છમાં એક આગાહી કરનારો થઇ ગયો હતો.તેની માં   મેઘવાળ જ્ઞાતિની હતી ,અને બાપ અસલી બ્રાહ્મણ હતો .તેજન્મવાનો હતો ત્યારે મુહુર્ત એવું હતું કે  આબાલક
દુરાચારી ,માબાપ અને કુટુંબનું નામ ,ડુબાવનારો થશે .પણ જો  બે પલ પછી જન્મે.  તો મહાન માણસોમાં  ગણતરી થાય એવો પરાક્રમી થાય .પછી એના બાપે  જન્મ દ્વાર ઉપર પાતાની પત્નીને  તંગ બાંધી દીધો.  અને પલકવાર પછી છોડ્યો .અને દેવના ચક્ર જેવા દીકરાનો જન્મ થયો .બાળકનું નામ રાખવા માટે એના બાપને કહેવામાં આવ્યું. પણ બાપે એવું કહ્યું કે
નામ પાડવાનો હક્ક હું એની માતા,જનેતાને આપું છું .કેમકે તેણે ઘણું કષ્ટ વેઠયું છે .અને હજુ પણ એ બાળકના  ઉછેરની , યોગ્ય કેળવણી આપવાની જવાદ્દારી એનેજ મારા કરતાં વધુ
ઉપાડવાની છે .માટે બાળકની નામકરણ વિધિ એની માજ  કરે !
માને પોતાની જ્ઞાતિના માણસોના નામો યાદ આવ્યાં. એને  ખોળસંકર , ભોળ શંકર ,ફૂલશંકર , ધૂળા શંકર.   યાદ નો આવ્યાં , એને માંમૈયો નામ યાદ આવ્યું .અને નવજાત શિશુનું નામ મામૈયો રાખવામાં આવ્યું અને એ નામ સૌ પસંદ પડ્યું .
પણ
એના જન્મ વખતે માને તંગ બાંધવો પડેલો .  એપ્રસંગ હંમેશા યાદ રહે એમાટે એના બાપે માતંગ શબ્દ ઉમેર્યો .અને પછી એ” મામૈયામાતંગ ” નામે ખ્યાતી પામ્યો .એના થોડા દોહરા. .
શાહ છડીન્ધા શાહ પણું ,સચ્ચ છડીન્ધા  શેઠ
ભામણ ભણન છડીન્ધા ,જાડેજા કંધા વેઠ
ભૂખ માડુ તે ભડ ધ્રીજંધા  શિયાળે ધ્રીજંધા સી
પે ધીજંધા પુતરતે હેડા અચીંધા ડી
દીકરો વહુજો વાહો કન્ધો માકે દીન્ધો ગાળ
મામૈયો માતંગ ચ્યે હેડો અચીન્ધો કાળ
સૂકજી વેંધી સાબરમતી   કાન્કરીયે થીન્ધો ગાહ
મામૈયો માતંગ ચ્યે ખીર વિકણીદા   રાહ
માંનીયું થીન્દીયું મઠ જી  તેલજા  થીંદાઘી
મામૈયો માતંગ ચ્યે  હેડા અચન્ડા ડી

4 responses to “મામૈયો માતંગ

 1. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 13, 2012 પર 7:37 એ એમ (am)

  શાહ શાહપણું ત્યજી દેશે, શેઠીયાઓ (વેપારીઓ) સાચ ત્યજશે,
  બ્રાહ્મણો ભણવાનું છોડશે, જાડેજાઓ (રાજકુટુંબ) વેઠ કરશે.
  દીકરો વહુની પાછળ ચાલસે અને માંને ગાળો ભાંડશે,
  એવો કળીયુગ આવશે.
  સાબરમતી સૂકાઈ જશે, કાંકરીયે કાદવ ભરાશે,
  તેલનું ઘી થશે…..એવા દી આવશે … વગેરે વગેરે…આટલું સમજાયું !

  આ તો ખરે જ રસપ્રદ વાતો છે. જો કે કચ્છીભાષામાં બહુ ન આવડે તેથી કંઈક ભાવાર્થ પણ લખો તેવી વિનંતી છે. આ માતંગજીના વધારે કશા દોહરા હોય તો તે પણ સમયાનૂકુળતાએ આપશોજી. આભાર આતા.

  • aataawaani જાન્યુઆરી 13, 2012 પર 10:29 એ એમ (am)

   ભૂખ = નિર્માલ્ય માડુ=માણસ ભડ=શુરવીર ધ્રીજંધા =ધ્રુજશે ,ગભરાશે .સિયાડે= શિયાળ થી સી = સાવઝ પે= બાપ પુતર = દીકરો સાબરમતી નદીમાં જ્યાં ત્યાં બંધ બંધાઈ ગયા એટલે સાબરમતીમાં વહેતું પાણી હવે જોવા નો મળે . કાન્કરીયું તળાવ એક વખત ખાલી કરાવી નાખ્યું અને એમાં ઘઉં નું વાવેતર કરાવેલું . મોટી ઉમરના માણસને ખબર હશે સુરેશને કદાચ ખબર હોય .માની =રોટલા માની=રોટલા અનાજની અછત ઉભી થેલી ત્યારે લોકોએ મઠના રોટલા ખાધેલા છે .અમે પોતે અમદાવાદ હતા ત્યારે મઠના રોટલા ખાધેલા છે . ડાલડા ઘી તેલ્માથીજ બનેછેને ?ખીર = દૂધ પાતળી દરબાર ભેંસો રાખતા . અમદાવાદ ગુજરાત કોલેજ પાસે એનો બંગલો છે .ફારસી ભાષામાં દુધને શિર કહેછે સંસ્કૃતમાં ક્ષિર કહે છે . અત્યારે હું સેન્ટર માં છું ઘેર ગયા પછી ખૂણે ખાંચરેથી ગોતીને મામૈયા માતંગના વધુ દોહા અર્થ સાથે મોકલીશ . અશોક તારી જીજ્ઞાસા વૃતિ ઉપર વારી જવાય છે .તારા સિવાય કોઈને પ્રશ્ન ઉભો નથી થયો. અને થશે પણ નહિ . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 2. Suresh Jani જાન્યુઆરી 13, 2012 પર 1:36 પી એમ(pm)

  વાહ બાપુ! મજો આવી ગયો .
  મામૈયા માતંગની જે …

 3. Himmatlal Joshi જાન્યુઆરી 13, 2012 પર 2:04 પી એમ(pm)

  મારો બાપોસુરેશ ડોહાનું દયાન રાખવા વારો બેઠો છે બાર વરસનો એટલે તો ડોહો
  જુવાન જેવા પડકાર કરે છેને ?

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: