કાપા ઉ પર નો મુતરે

કાપા   ઉ પર  નો મુતરે
હું જયારે પહેલ વહેલો અમેરિકા ફરવા આવ્યો ત્યારે મને ઈંગ્લીશ આવડે નહિ .
હું મારા ભત્રીજા વિક્રમને ઘરે ઉતરેલો .વિક્રમ ઉત્તર ન્યુ યોર્ક સ્ટેટમાં રહે ,અને મારો દીકરો હરગોવિંદ ન્યુ જર્સીમાં રહે .મારે મારા દીકરાને ઘેર જવું હોયતો વિક્રમને મને લઇ જાય ત્યારે થાય ,એમ એક બીજાને અનુકુલતાહોય તે પ્રમાણે  આવજા કરે ,એક વખત મેં વિક્રમને કીધું કે તું મને ઇંગ્લીશમાં અને ગુજરાતીમાં એમ બે ભાષામાં લખી આપ કે મારે ક્યા જવું છે .બસની ટીકીટ લેવા ક્યાં જવું એવા જરૂરી શબ્દો લખી આપ કે જેથી કરીને હું એકલો તારે અને હરગોવીન્દને ઘરે આવ જા કરી શકું .આ પ્રમાણે વ્યવસ્થા  થઇ ગઈ એટલે હું એકલો આવ જા કરવા માંડ્યો .વિક્રમના ઘર નજીકથી ગાડીમાં બેસું અને ન્યુ યોર્કના સ્ટેશને ઉતરું , સ્ટેશનથી બહાર નીકળ્યા પછી થોડો વખત બસમાં બેસીને ન્યુ જર્સી જવા માટે પોર્ટ ઓથોરીટી બસ ટર્મિનલ જાઉં અને ત્યાંથી ન્યુ જર્સીની બસમાં બેસીને  નિયત સ્થળે ઉતારી જાંવ .
વિક્રમ અને હરગોવિંદ એક બીજાને મારી ખબર અંતર પૂછવા અવાર નવાર ફોન કર્યા કરે . એક વખત મને ટેલીફોનના  બીલના ખર્ચાની ખબર પડી ગઈ .મેં રૂપિયામાં ગણતરી કરી તો મારી રાડ ફાટી ગઈ ,એટલે મેં એક વખત બંને જણાને કહી દીધું કે ઘડી ઘડી ફોન નકરવો .હું મજામાંજ હોઉં છું  .બહુ જરૂર જેવું હોય તોજ ફોન કરવો .
એક વખત હું ન્યુ યોર્ક નાં રેલ્વે સ્ટેશનથી   બસમાં બેસીને પોર્ટ ઓથોરીટી જવા રવાના થયો . મારી સામેની સીટમાં  એક ગોરો લાકડામાં કૈક કોતરકામ કરી રહ્યો હતો ,હું કુતુહલતાથી  કોતરકામ જોઈ રહ્યો હતો . અકસ્માત ગોરાનું ચાકુ મારી  આંગળી ઉપર લાગ્યું ,અને મને આંગળીમાંથી લોહી નીકળવા માંડ્યું .
પણ ઓલી કહેવત છેને કે” કાગને બેસવું અને તાડને ભાંગવું .”એ ન્યાએ એક અલેકરી બાયડી એના નાનકડા દીકરાનું બારોતીયું બદલાવવા બેઠી.જેવું બારોતીયું ખોલ્યું કે  છોકરે મુતરની ધાર કરી , અને મેં તુર્તજ મારી કપાએલી  આંગળી મુતરની ધાર નીચે મૂકી .અનેતેજ ઘડીએ  બાળકની માં તાડૂકી અને મને ધમકાવવા માંડીકે  તે મુતરની ધાર નીચે આંગળી કેમ મૂકી  મારાદીકારનું મુતર ઊંચું ચડી જાત તો ? મારો દીકરો માંદો પડીજાત , મેં કીધું બેન એનું મુતર કઈ ઊંચું નથી ચડ્યું  હજી ધારાવાડી ચાલુજ છે .અને બેન તારા દીકરાના મુતરનો મેં દવા તરીકે ઉપયોગ કર્યો છે .અરે તમે આવા  તે કેવાં    અમેરિકાનો જખમ ઉપર પણ નો મુતરો ? બાયડી  તાડૂકી  હું તારી કોઈ દલીલ સાભારવા માગતી નથી એમ બોલીને એનીએતો પોલીસને ફોન કર્યો .અને પોલીસ તાબડતોબ આવી પહોંચ્યો .અને મને પોતાની વાનમાં બેસાડી દીધો.અને મને ન્યુ બ્રન્સ્વીકના  પોલીસ થાણે લઇ ગયો .અને મને એ ભલા પોલીસે કહ્યું તમારે તમારા કોઈ સગાવહાલાને ફોન કરવો હોયતો કરો.  મેં કીધું મારે કોઈને ફોન કરવો નથી .જમવા બાબત મને પૂછ્યું . મેં કીધું  માંસાહાર હું નથી કરતો એટલે મને બીજું કશુક આપજે .એતો ગાજર, ટામેટા  ,લેટસ , વગેરે ખાવા માટે આપ્યું. અને પછી જેલમાં મૂકી  દીધો .
આવાતને થોડા દિવસ વીત્યા ,એટલામાં વિક્રમને ઘરે પાર્ટી હોવાથી વિક્રમે ફોન કર્યોકે અમુક દિવસે બધાએ મારે ઘરે આવવાનું છે. અને સ્વાભાવિક મારા સમાચાર પૂછ્યા , હરગોવિંદ કહે અહી આવ્યા નથી .એટલે સૌને ચિંતા થઇ અને તપાસ આદરી તો ખબર પડીકે હું ન્યુ બ્રાન્સ્વીકની જેલમાં છું.  એટલે બધા ન્યુબ્રન્સ્વિક આવ્યા અને મને જેલમાં મળ્યા અને મને જમીન ઉપર છોડાવવાની તજવીજ આદરી .મેં સાફ નાં પાડીકે મારે જમીન ઉંપર નથી છૂટવું . હરગોવિંદ થોડોક ચિડાઈ ગયો અને બોલ્યો .એજ લાગના છે ભલે જેલમાં પડ્યા .
મને કોર્ટમાં લઈજાય મુદ્દતું પડતી જાય .
સામે વળી બાઇએ વકીલ રાખ્યો .આવકીલ સ્ત્રી હતી .જજની પણ ફેં ફાટે એવી  ખતરનાક હતી .એનું મોઢું બુલડોગ કુતરાજેવું હતું . વકીલો એને બુલડોગ કહેતા .
એક વખત એવું બન્યું કે એકવખત એક વકીલ મારી પાસે આવ્યો .અને પોતાની ઓળખાણ આપતા કહ્યું કર હું પણ જોશી છું .હું વિચારમાં પડીગયો કે આવો ગોરો જગલ બિલાડા જેવી આંખો વાળો જોશી કેવી રીતનો ? મેં એને પૂછ્યું આપના બેય જોશીનો સ્પેલિંગ સરખો છે ?તે કહે હા પછી એણે પોતાના પૂર્વજનો ઈતિહાસ મને કહ્યો .કે મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધરના બાપ  સોરાષ્ટ્રના હાલારના ભોગાત ગામના રહેવાસી  એક દિવસ  અંગરેઝ ઘોડાગાડીમાં બેસી ક્યાંક જઈ રહ્યું હતું .અને ઘોડાગાડીમાં બેઠા બેઠા એકબીજા  કિસિંગ કરતા હતા
મારા વળવાને આ નાગમ્યું  એણે અંગરેઝ ના આભારત છે .અહી અમારી સંસ્કૃતિને તમારે મન આપવું જોઈ એ  ,અંગ્રેજ ગુસ્સે થઇ ગયો અને મારા વળવાને વેક લાફો મારી દીધો .એટલે મારા વડવાઈ એની પીખડી પકડીને  ઘોડાગાડી  નીચે ફેંકી દીધો .આગુન્હાં બાબત કાલાપાનીની સજા થઇ ,
એક દિવસ કંટાળીને આપઘાત કરવા સમુદ્રમાં  જંપલાવ્યું . અન અમેરિકન હેલી કોપ્તારે  બચાવી  લીધા અને   અમેરિકા ભેગા કરી દીધા .આ એ અમારા વાળવાનો હું પરિવાર છું.
એ જોશી હતા એટલે એરીતે હું  જોશી છું.અને હું તમારો ધર્માદા  વકીલ તરીકે તમને મદદ કરીશ એટલે તમને એક પેનીનો ખર્ચ નહિ થાય .
અને મારો કેસ ચાલ્યો .પણ બુલડોગ વકીલે અમને હરાવ્યા અને મને બે વરસની સખત મજુરી સાથેની સજા થઇ .
અહીના કાયદા પ્રમાણે  કેદીને મહેનતાણું મળતું હોય છે . જજે મને પૂછ્યું દેશમાં તમે કેટલું કમાતા હતા  .મેં સાચું કહ્યું  અહીના હિસાબે રોજની ૩ પેની થઇ . જજ દયા કરીને બોલ્યો ,,.તમને ૩ પેનીના હિસાબે પૈસા મળે છે પણ કોર્ટ તમારી ઉપર દયાકરીને એક નિકલ ના હિસાબે પૈસા મળશે .એટલે મારો વકીલ બોલ્યો  મારા અસીલે ગુન્હો અમેરિકામાં કર્યો છે .જેઈલ
અમેરિકાની ભોગવશે ,અને પૈસા આપવાની વાત આવે છેતો તમે ભારતને કેમ વચ્ચે લાવો છો ?એમ રકઝક કરતા છેલ્લે અહીના કાયદા પ્રમાણે પૈસા મને મળે એમ નક્કી થયું .એટલે જજે મને પૂછ્યું તમારે કઈ કહેવું છે ?વકીલે મને પૂછ્યું હવે તમારે કઈ  કહેવું છે ? મેં કીધું હા  વકીલ કહે શું કહેવું છે મેં કીધું મારી જે બે વરસની સજા છે એ વધારીને પાંચ વરસની કરે .વકીલ કહે તમે ગાંડા થઈગયા છો ? એવી વધારે સજાની માગણી કરતી હશે ? મેં કીધું થોડોક વધુ જેલમાં રહું તો મારી પાસે થોડા પૈસા થઈજાય .એટલે હું દેશમાં જલસા કરું.

5 responses to “કાપા ઉ પર નો મુતરે

  1. વિરેન શાહ જાન્યુઆરી 11, 2012 પર 9:55 એ એમ (am)

    Is this really a true story? જો આવું થયું હોય તો ઘણીજ રસપ્રદ અને સાથે સાથે કમનસીબ વાત છે. આપણે એ બાયડીને હરાવવાની જરૂર હતી.

  2. jjkishor જાન્યુઆરી 11, 2012 પર 5:48 પી એમ(pm)

    અદા, તમે અંદરબહાર અસ્સલ કાઠિયાવાડી છો. પહેરવેશ (સંદર્ભઃ બ્લોગ–ફોટો), ભાષા, ગમે તેવી પરિસ્થિતિનેય ઘોળીને પી જવાની તાકાત અને તૈયારી, લખાણના વિષયો… … …

    તમે બ્લોગ શરૂ કરીને કાઠિયાવાડ સર્જ્યું છે. આ નેટજગતના સૌ સૌરાષ્ટ્રીયનો વતી ધન્યવાદ !!

  3. અશોક મોઢવાડીયા જાન્યુઆરી 13, 2012 પર 7:24 એ એમ (am)

    આતા,
    આ ખરેખર દુઃખદ ઘટના કહેવાય ! (જો કે અંતે એમ પણ થયું કે સુઃખદ ઘટનાએ કહેવાય !!)
    આપણે અમુક લોકો ’વઢાણી ઉપર ન મુતરે’ એમ પણ કહે છે. આ વાતથી આ કહેવત તો જાણે પાકે પાયે સમજાઈ ગઈ. ખરેખર તો તમારી જગ્યાએ ત્યાંનો કોઈ ’માણસ’ હોત તો પેલા કોતરકામ કરનાર અને (ભલે અજાણતામાં જ) ચાકુ લગાડનાર પર કેસ ઠોકી દેત !!

    હવે આ અમેરિકાની વાહ વાહ કરનારાઓ ભલે કરે, પણ એટલું તો સમજવું ઘટે જ કે, ’ન્યાં વઢાણી ઉપરેય કોઈ ન મુતરે !!!’ ઈથી ભલી આ ભોમકા…..

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: