Daily Archives: ડિસેમ્બર 29, 2011

મુંબઈનો મેમાન #2

મુંબઈનો મેમાન #૨
મુંબઈના મેમાન વાળી અધુરી રહેલી વાત હવે શરુ કરુંછું .
હવે મને ઘેર જવાની ઈચ્છા થઇ ,માબાપને  ટભા ભાઈના કડવા  અનુભવની અને બીજી મુંબઈના  ખાટા મીઠા અનુભવની માબાપ પાસે વાતો કરવાની મરજી થઇ .મેં શેઠને  દેશમાં જવાની વાત કરી .શેઠે થોડો અણગમો દર્શાવ્યો ,પણ છેવટે રાજી થઈને હા પાડી .અને પગાર ઉપરાંત સો રૂપિયા વધારે આપ્યા ,અને  જયારે આવ ત્યારે તારી નોકરી તૈયાર છે એવી ખાતરી પણ આપી.
મેં જનકને દેશમાં જવાની વાત કરી , જનક કહે ભલા માણસ આંય પડ્યોરેને ?દેશતો તેં ધોરા દિનો જોયો છે?  પછી મારા સમજાવવાથી શેઠની જેમ જાનકે પણ રાજી થઈને હાપાડી .અને મારા માટે  સ્યુટ, શુજ, હેટ , અને ટાઈ  ખરીદી લાવ્યો. અને બોલ્યો  કે દેશમાં  જ તો વટ થી જા .મેં એને સો રૂપિયા આપ્યા ,એ પણ મારા અતિ આગ્રહ  પછી લીધા .જોકે સો રૂપિયા  કરતાં થોડો વધુ ખર્ચ થયેલો  એ પૈસા હું આપવા માંડ્યો,, ત્યારે  બોલ્યો હવે માફ કર , એમ બોલી એ પૈસા ધરાર  નો લીધા .
મેં જનકને  મારે એક મિત્રને મળવા જવું છે .એનો બંધોબસ્ત  કર જનક કહે  પાછો કેદી બની જા .અને મને  પાછો પેલા વખતની માફક  ધક્કો મારીને પોલીસ વાનમાં  કેડિયું ભેગો ઘાલ્યો .
અહી મને એક અમારી બાજુનો મોતી તમાચી નામનો સંધી મળ્યો . મને દેશનો માણસ જોઈ ,મોતી ઘણો રાજી થયો .મેં મોતીને પૂછ્યું એલા તું શેમાં આવ્યો ? મોતીએ મને આપવીતી શરુ કરી . મોતી ક્યે હું   મારા  ઝઘડાથી  કંટાળી મુંબઈ આવ્યો . વગર ટીકીટે હો ? અહીં  આવ્યા પછી પઠાણ પાસેથી વ્યાજે દસ રૂપિયા લઇ .અને કેળાં પપૈયા વેંચવાનો ધંધો શરુ કર્યો . વ્યાજ કેટલું  તને ખબર છે ?રોજના અઢી રૂપિયા , હું ખાતો પીતો માલ ખરીદતો અને પઠાણની ભાતીમાં ભરતો .એક વખત ધંધો બહુ ચાલ્યો નહિ એટલે પઠાણને આપવા પાસે પૈસા  ખૂટ્યા , મેં ભાઈ બાપા કહીને એક દિ જાળવી જવા કહ્યું .પણ પઠાણ માન્યો નહિ અમે માં સમાણી મને ગાળ કાઢી અને આવખતે  પઠાણના નસીબે મારી પાસે લોઢાનો દસ્તો હતો ,મેં પઠાણના માથામાં જીંકી અને પઠાણ એકજ મીનીટમાં  દોજખ ભેગો થઇ ગયો .મેં તોતીને શાબાશી આપી અને એક દોહરો કીધો .
ઊંટ  આંકડો ખાય નઈ, મીંદડી નો ખાય ખીર
સોરઠિયો ગાળ્યું  ખાય નઈ ,ઈં   કેતો ગો કબીર
અને પછી તો બાપુ હેમત ઘેરે ગયો, અને માબાપને પગે લાગ્યો અને ટભા  ભાઇની વાત કરી.  મારા બાપા બોલ્યા હવે ટભો આંય નો આવે ,અને ભૂલ્યો ચુક્યો ,આવે તો હું ટભાના   ટેભા  મારી માં બોલી આપણાથી ઇના જીવું  નો થવાય .