મુંબઈનો મેમાન જુના વખતમાં મુંબઈનો મહિમા બહુ અત્યારે માણસ અમેરિકા થી દેશમાં જાય અને જે માનપાન ગામડામાં પામે ,એવાંજ માનપાન મુંબઈનો માણસ ગામડામાં પામતો ,મારાંઆઈ મુંબઈની જે મલાવી મલાવીને વાતો કરે એતો મારાં જેવડાં છોકરાં સાંભળ્યાજ કરે ,આઈ કહે દીકરા મુંબઈમાં કોઈ માણસના ઘર આપડા જેવા ગાર માટીના નો હોય . બધાય મકાનો સોબન (પાકાં )હોય , માણહને સુવા સારો ઢોલીયો હોય અને ઉપર સવામણની તળાય હોય (ગાદલું )મુંબઈ ઈ દુનિયામાં પૈસદારમાં પૈસાદાર શે`ર મુંબઈથી આઘું કોઈ ગામ નઈ
મુંબઈ એટલે ધરતીનો છેડો .
આમ જોવા જાઓતો મારી આઈએ મારાં ગામ દેશીગાથી જુનાગઢ સુધી માંડ આખી જિંદગીમાં મુસાફરી કરેલી .
મુંબઈમાં મારા બાપના દુરના માસિઆઇભાઇ રહે .તેનું નામ ત્રિભોવનભાઈ અને એની પત્નીનું નામ ટબી ભાભી (મારાં બાપાના )મારાં બાપા ટબી ભાભીને ટીબીભાભી કેતા અને ત્રિભોવન ભાઈને ટભાભાઈ તરીકે ઓળખાતા .
ટભા ભાઈ બે ત્રણ વરસે મારે ઘેર આવે ,અને મહિનો માસ રોકાય ,હરખુડી મારી માં દરરોજ નવા નવા ભોજનીયા બનાવે .જો ટીબી ભાભીને પૂછવામાં આવે કે ભાભી આજે શું જમવાનું બનાવું?તો તબીભાભી દૂધપાક પૂરી કારેલાનું શાકઅને ભજીયા બનાવવાનું કહે ,ટીબીભાભી મારી મને કઈ મદદ કરવાનો લાગે ,બસ આખો દિ હિંચકે હિંચકા કરે . ટભા ભાઈતો થોડાક હરવા ફરવા જાય .એટલે એને તો ખાધું પચે પણ ટીબી ભાભી તો હિંડોળા ખાટે હીચકા કરે પાણી પીવું હોયતો મને ઓર્ડર કરે અથવા મારી માં ને કહે ભાભી જરાક પાણી આપજો તાં?
ટબી ભાભીની કસરત ગણો કે જે ગણોઈ છ સાત વખત જાજરૂ જાઇ ઈ અને જમવા પધારે ઈ .
જાજરૂ જવા માટે ઉકરડો ઘરથી નજીક એટલે હળી કાઢીને ઉકરડે જાય પેટમાં દૂધપાક પૂરી ને કારણે ગેસ થયો હોય એટલે જાજરૂ જતી વખતે અવાજ બહુ થાય .જાણે ડાઘીયા કુતરા બાધતા હોય એવો અવાજ આવે .એક વખત તો મારાં બાપા છેતરાય ગયા ,કુતરા બાધે છે એવું સમજીને લાકડી લઈને કુતરાને છોડાવવા ગયા .જાં જોઉં તાં ટીબી ભાભી જાજરૂ ફરી રહ્યા હતાં . બાપા શરમાઈને પાછા આવતા રહ્યા .
મેમાંનગતી માણીને પાછા જાય ત્યારે મારા બાપ ને એવું કહે કે હેમતને મુંબઈ મોકલી દ્યો . આપનું દુકાન છે .ત્યાં કામ કરશે અને આતો આપણો દીકરો કેવાય હું બીજા નોકરને પગાર આપુછું એના કરતા એને વધુ પગાર આપીશ . મારા બાપા જવાબ આપેકે હેમત ત્યાં આવે તો અમારે એના વિના અમારા ડોબાં કોણ ચારે છતાં જોઈશું .
એક વખત એવું બન્યું કે ગામમાં ઢાઢી લીલા રમે એ જોવા હું રોકાય ગયો. અને પરેવાસ્યા મોર મોર પહર ચરવા જવું હતું એ ભૂલી ગયો . મારા બાપાએ મને અરધીરાતે ઢાઢી લીલામાથી ઉઠાડ્યો અને પહર ચારવા મોકલી દીધો. હું બીડમાં ગયો અને ભેંસોને રેઢી મૂકી બોરડીના ઝાડામાં ઘૂસીને ઘસઘસાટ ઊંઘી ગયો, અને ભેંસો કારા બાપાના ચાસતીયાના
ખેતરમાં ઘુસી ગયું . અને ખાઈ ધરાઇને નિરાતે ઓગાળ વળવા માંડી ગયું .આય ઘેર મારી ગોતા ગોત થઇ પડી .કારા બાપા એ ભેંસો તો ગોતી કાઢી પણ હું ગોત્યો જડ્યો નહિ . માંડમાંડ બોરડીમાં ઘૂસીને નિરાતે ઊંઘતો તો ત્યાંથી મને ગોતી કાઢ્યો.
પછી નક્કી કર્યું કે મને મુંબઈ ટભા ભાઈને ત્યાં મોકલી દઈએ .સોળેક વરસની ઉમરનો ગામડિયો છોકરો મુંબઈ જવા ટીબી .ભાભીના રોટલા ખાવા રવાના કર્યો .ટભા ભાઈ અને ટીબીભાભી માટે દસ શેર ઘીભરેલું પારીયું એક ઠસો ઠાસ પેંડાનો ભરેલો ડબ્બો .મારા બાપે મને આપ્યો .ટભા ભાઈએ સરનામું એવું આપેલું કે દાદર રલવે સ્ટેશન નજીક જય બજરંગ
વેરાયટી નામનો આપણો સ્ટોર છે. ત્યાં હું હઈશ .
હેમત દાદર ઉતર્યો સ્ટોર પણ ગોત્યો .મેં સ્ટોરના નોકરને પૂછ્યું .ત્રિભોવન ભાઈ દુકાનમાં છે ?નોકર બોલ્યો અહી કોઈ ત્રિભોવનભાઈ નથી મેં કીધું એતો આ દુકાનના માલિક છે .નોકર કહે ભાઈ કોઈએ તમને ખોટું સરનામું આપ્યું છે .નોકરની વાત સાંભળી મારા તાં ટેભા ટૂટેગા . પછી દુકાનના માલિક મારી પાસે આવ્યા .અને મને પૂછ્યું .તમને જેણે આસર્નામું આપ્યું એનું વર્ણન કરો જોઈએ ?મેં કીધું જરાક બાંધી દડી છે ,ટૂંકી ગરદન છે, બથીયા કાન છે, અને પાન બહુ ખાય છે . શેઠ તુર્ત ઓળખી ગયા અને બોલ્યા એતો રસોયા છે .અને કામ પૂરું થાય ત્યારે અહી આવે છે. એતો બહુ ગપોડી માનસ છે. એટલામાં ટભા ભાઈ પાનની પીચ્કારીયું મારતા મારતા હાલ્યા આવતા દેખાણા નજીક આવ્યા એટલે માબાપે શિખવેલ શિષ્ટચાર મુજબ મેં તેમના ચરણ સ્પર્શ કર્યા એટલે ટભા ભાઈ બોલ્યા એલા તું છો કોણ શામાટે આમ લેપરા વેળા કરસ, હૂતો આભો બની ગયો .પણ ભલા શેઠે મને આશ્વાસન આપતા બોલ્યા .તું ચિંતા નકર હું તુને નોકરીએ રાખી લઈશ . પણ તું સુવાનો ક્યાંક બંદોબસ્ત કરીલેજે .મને શેઠે નાસ્તો કરાવ્યો .મેં તેને સાચવવા માટે ઘીનું પારીયું અને પેંડા નો ડાબો આપ્યો અને હું રેલ્વે સ્ટેશન માં સુતો અર્ધી રાતે મફતલાલ (પોલીસ )આવ્યો મને ઘોડો મારીને ઉઠાડ્યો અને બોલ્યો .यहाँ क्यों सोताहई ये तेरे बापका घर है . જ્યાં એની નજર મારી સામે પડી તો એ મને ઓળખી ગયો .એતો અમારો ખાસ સ્નેહી નીકળ્યો .એણે મને પોલીસ સ્ટેશનમાં સુવાની સગવડ કરી આપી .હું તો માંડ્યો નોકરી કરવા .એકદી મેં એ પોલીસ કે જેનું નામ જનક હતું .(અમારી બાજુ જરાક તું કારથી બોલવાની પ્રથા )મેં કીધું જનક મારે અમુક ઠેકાણે એક મારા ગામનો માનસ રહે છે એણે મળવા જવું છે .તો તું મને રસ્તો બતાવ કે કેવી રીતે મારે ત્યાં જવું ,જનક બોલ્યો .એ બહુ આઘું છે અને તું ત્યાં ક્યાંક ગોતે ચડીજૈશ તો તુને ગોતવો ભરી પડશે એક રસ્તો છે તું એક પૈના ખરચ વગર ત્યાં પહોંચી જઈશ .પણ તારું મન માને તો થાય .જો તુને વાંધો નહોય તો તુંને અમારા કાચા કામના કેદીઓ ભેગો મોકલી દઈએ .પણ તારે જરા પણ ગંધ ન આવવા દેવીકે તું મારો ઓળખીતો છે .હું કબુલ થયો અને મને કેદી તરીકે પોલીસની બસમાં હડસેલી દીધો .જાનકે મને ભલામણ કરી કે જેઈલ નજીક કેદીઓને ઉતારે ત્યારે તું ઝડપથી ભાગી જજે પોલીસોને તો તારી ખબર છે એટલે તુને પકડવા માટે કોઈ નહિ જાય.બસમાં કેદીઓ અંદરો અંદર વાતો કરતા હોય કે તું કેમ આવ્યો તુકેમ આવ્યો .મને એક કેદીએ પુછ્યું તું શામાં આવ્યો છો .મેં કીધું .मैंने एक पोलिस को पिटा था મારી વાત સાંભળી કેદીઓ શાબાશી આપવા માંડ્યા .મારું ઘી અને પેંડા જાનકે એના ઇન્સ્પેકટરને વેચાતા આપી દીધા .
Like this:
Like Loading...
Related
વાર્તા અધુરી કેમ લાગે છે??? કે પછી આગળ શું થયું એ સમજી જાઉં કે છોકરો ઘડી ગયો!
બાપા! તમે કેદીઓ હારે ય સે’લ કરી છે ! વાહ! બાપુ, માન ગયે!
આ ‘હેમત’ નામ ગમ્યું – હે મત લાલ ….
હા…હા…હા…હા…હા…હા…
ઘણી બાબત સાચી છે .પણ થોડુક મીઠું મરચું નાખીને સ્વાદ કર્યો છે.
સુરેશ ભાઈ
મૃગરાજ નામના માણસે મને કહ્યું કે વાત અધુરી હોય એવું લાગે છે . એટલે હું મુંબઈનો મેમાન#૨ લખવાનો છું.મૃગરાજ ઇન્ડીયામાં રહેતો હોય એવું લાગે છે ‘
હેમતલાલને મફતલાલ !! ભાટકી ગયા 🙂
ભાગ-૨ લખજો જ. મજા આવશે.
bijo bhag lakhay gayo aataa
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________