फसाना ,વાર્તા

فسانه

સોરઠનો  અભણ ખેડૂતનો એક દીકરો  સ્કુલમાં ,હાઇસ્કુલમાં ,કોલેજમાં .સારા નંબરે પાસ થઇ કેમિકલ એન્જીનીયર બન્યો ,અને કોઈ સારી કમ્પની માં નોકરી કરવા માંડ્યો .  સાથી મિત્રો અને એવા બીજા  વડીલો એને અમેરિકા જવા માટે દબાણ કરવા માંડ્યા .
કુટુંબ સેવા ,અને રાષ્ટ્ર સેવાની ઉત્તમ ભાવના વાળો યુવક અમેરિકા    જવાની ચોખ્ખી  ના પાડે છે .યુવકના હૃદયની  ભાવના પારખી  ,”  અતાઈએ ”     રાસડો બનાવ્યો છે ઈ વાંચો  અને કોઈ પાસે ગવડાવીને સાભરો.
મેલોમાં મારીને ધક્કા ભાઈબંધુ મારે અમેરિકા નેથ જાવું
એ આતા મારે યુ એસ એ નેથ જાવું
હાં બરડા ગરનારની માયા મુકીને માઉન્ટરાષમોર  નેથ જાવું
એ ભાયું મારે બેર  માઉન્તન નેથ જાવું ૧
એ….ઈ ગંગા જમનાના નીર છોડીને મારે  હડસનમાં નથી નાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું   ૨
હાં કાંહાની થારીયુંમાં  આજ લગી ખાધું   ડીશુમાં કેમ કરી ખાવું ,
કાગળની ડીશુમાં કેમ કરી ખાવું ૩
એ…ઈ ભગરી ભેંસોના  દુધડા પીધાં નથી વ્હીસ્કી પીને   વટાલાવું
એ  આતા મારે અમેરિકા નેથ જાવું  ૪
હાં બોળાં  પાણી તોય પાણી નો લ્યે ઈવા દેશમાં કેમ કરી જાવું
એ..જી અર્ધાં નાગાં  થઇ તડકે સુવે ઇના ભેગા કેમ  ભળી જાવું
એ  આતા મારે  અમેરિકા નેથ જાવું   ૫
લટકાળી લલનાના  ચાળા નાખરાના  ઝાળામાં નથી ઝડપાવું
એ આતા મારે ઝાળામાં નથી ઝાડપાવું
એ…ઈ હાથમાં દીવો લઇ છતી આંખુએ   મારે  કુવે પડવાને નથી જાવું
એ..આતા મારે અમેરિકા નેથ જાવું ૬
હાં “અતાઈ “કહે આવા દેશમાં આવોતો  દેશની ધૂળ લઈઆવો
એ બેટા તમે દેશની ધૂળ લઇ આવો
એ…ઈ આચાર વિચારમાં પલટો આવે તો ધૂળને ખાતા જાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું ૭
        જુવાને અમેરિકા ન    જવાનો નિશ્ચય     તો કરેલો પણ    ઓલી ઉર્દુ કેવત છે ને કે,
રંગ બદલ્જાતે હૈ  જજબાત બદલ જાતે હૈ ,
વક્ત પે ઇન્સાન કે ખયાલાત   બદલ જાતે હૈ
     એ પ્રમાણે તેજસ્વી કોતુંમ્બીક   ભાવના વાળો યુવાન અમેરિકા આવ્યો, .અને વિચારોમાં   પલટો આવ્યો .અને હવે તમે चिठ्ठी आई है वातनसे    चिठ्ठी  आई है   એ ગીત સાભરજો એટલે ખ્યાલ આવી જશે
અમેરિકાની હવાનો
Advertisements

3 responses to “फसाना ,વાર્તા

 1. અશોક મોઢવાડીયા December 27, 2011 at 12:05 am

  પ્રાણભાઈ વ્યાસના ઘેઘુર કંઠે ’ઘડવૈયા મારે…’ યાદ આવ્યું.
  ’હાં કાંહાની થારીયુંમાં આજ લગી ખાધું ડીશુમાં કેમ કરી ખાવું,
  કાગળની ડીશુમાં કેમ કરી ખાવું’

  હું તા હજી આજની તારીખેય કાંહાની તાંહરીમાં જ ખાં સ. મૌજ પડી ગઈ આતા. પણ કાંઉ થાય, રોટલો માંડ્યો હોય ન્યાં જાવુંય પડે. પેટ હારુ પાંપણાં છે ને ! પણ પારકે મલક બેઠા બેઠાય કોઈને ’આપણો મલક અને એના માયાળુ માનવી’ હાંભરણમાં ર્‌યે એટલું ય ઘણું છે ને. આભાર આતા.

  • aataawaani December 27, 2011 at 12:18 am

   અશોક આ મલકમાં મને અવનવા અનુભવો ખુબ થયા છે . હૈયું કબુલે નહિ એવો અનુભવ તાજોજ એક બાપનો મને થયો છે.  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

 2. chandravadan April 1, 2012 at 5:56 pm

  સાથી મિત્રો અને એવા બીજા વડીલો એને અમેરિકા જવા માટે દબાણ કરવા માંડ્યા .
  કુટુંબ સેવા ,અને રાષ્ટ્ર સેવાની ઉત્તમ ભાવના વાળો યુવક અમેરિકા જવાની ચોખ્ખી ના પાડે છે .યુવકના હૃદયની ભાવના પારખી ,” અતાઈએ ” રાસડો બનાવ્યો છે ઈ વાંચો………………….

  મેલોમાં મારીને ધક્કા ભાઈબંધુ મારે અમેરિકા નેથ જાવું
  એ આતા મારે યુ એસ એ નેથ જાવું
  The Thought of a YOUTH of India….and Aatta is INSPIRED to create a POEM.
  I really enjoyed this Post as I scrolled down the OLD POSTS on your Blog.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you again to my Blog soon !

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: