Daily Archives: ડિસેમ્બર 25, 2011

फसाना ,વાર્તા

فسانه

સોરઠનો  અભણ ખેડૂતનો એક દીકરો  સ્કુલમાં ,હાઇસ્કુલમાં ,કોલેજમાં .સારા નંબરે પાસ થઇ કેમિકલ એન્જીનીયર બન્યો ,અને કોઈ સારી કમ્પની માં નોકરી કરવા માંડ્યો .  સાથી મિત્રો અને એવા બીજા  વડીલો એને અમેરિકા જવા માટે દબાણ કરવા માંડ્યા .
કુટુંબ સેવા ,અને રાષ્ટ્ર સેવાની ઉત્તમ ભાવના વાળો યુવક અમેરિકા    જવાની ચોખ્ખી  ના પાડે છે .યુવકના હૃદયની  ભાવના પારખી  ,”  અતાઈએ ”     રાસડો બનાવ્યો છે ઈ વાંચો  અને કોઈ પાસે ગવડાવીને સાભરો.
મેલોમાં મારીને ધક્કા ભાઈબંધુ મારે અમેરિકા નેથ જાવું
એ આતા મારે યુ એસ એ નેથ જાવું
હાં બરડા ગરનારની માયા મુકીને માઉન્ટરાષમોર  નેથ જાવું
એ ભાયું મારે બેર  માઉન્તન નેથ જાવું ૧
એ….ઈ ગંગા જમનાના નીર છોડીને મારે  હડસનમાં નથી નાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું   ૨
હાં કાંહાની થારીયુંમાં  આજ લગી ખાધું   ડીશુમાં કેમ કરી ખાવું ,
કાગળની ડીશુમાં કેમ કરી ખાવું ૩
એ…ઈ ભગરી ભેંસોના  દુધડા પીધાં નથી વ્હીસ્કી પીને   વટાલાવું
એ  આતા મારે અમેરિકા નેથ જાવું  ૪
હાં બોળાં  પાણી તોય પાણી નો લ્યે ઈવા દેશમાં કેમ કરી જાવું
એ..જી અર્ધાં નાગાં  થઇ તડકે સુવે ઇના ભેગા કેમ  ભળી જાવું
એ  આતા મારે  અમેરિકા નેથ જાવું   ૫
લટકાળી લલનાના  ચાળા નાખરાના  ઝાળામાં નથી ઝડપાવું
એ આતા મારે ઝાળામાં નથી ઝાડપાવું
એ…ઈ હાથમાં દીવો લઇ છતી આંખુએ   મારે  કુવે પડવાને નથી જાવું
એ..આતા મારે અમેરિકા નેથ જાવું ૬
હાં “અતાઈ “કહે આવા દેશમાં આવોતો  દેશની ધૂળ લઈઆવો
એ બેટા તમે દેશની ધૂળ લઇ આવો
એ…ઈ આચાર વિચારમાં પલટો આવે તો ધૂળને ખાતા જાવું
એ આતા મારે અમેરિકા નેથ જાવું ૭
        જુવાને અમેરિકા ન    જવાનો નિશ્ચય     તો કરેલો પણ    ઓલી ઉર્દુ કેવત છે ને કે,
રંગ બદલ્જાતે હૈ  જજબાત બદલ જાતે હૈ ,
વક્ત પે ઇન્સાન કે ખયાલાત   બદલ જાતે હૈ
     એ પ્રમાણે તેજસ્વી કોતુંમ્બીક   ભાવના વાળો યુવાન અમેરિકા આવ્યો, .અને વિચારોમાં   પલટો આવ્યો .અને હવે તમે चिठ्ठी आई है वातनसे    चिठ्ठी  आई है   એ ગીત સાભરજો એટલે ખ્યાલ આવી જશે
અમેરિકાની હવાનો