મારા દારૂડિયા, ચડસી, ગંજેરી, જુગારી, શિકારી વગેરે અનેક પ્રકારના ચાહકો છે. અને ભૂલથી પણ કીડી જેવું જંતુ ના મારી જાય એવી કાળજી રાખનારા પણ મિત્રો છે .અને હું એને દિલથી ચાહું છું .મને કોઈ પ્રત્યે નફરત કે ઈર્ષા થતી નથી. એક શેર તમને કહું છું.
दुनियाको नफरतोंने दोज़ख बना दिया
जन्नतसा था जहां उसे जहन्नुम बना दिया।
મારા સદાચારી મિત્રો પણ છે .અને અહિંસક તો એવા છે કે મચ્છર મારવાની પણ એની ઈ ચ્છા થતી નથી .હું એને ચાહું છું અને એવી રીતે એ લોકો પણ મને બેહદ ચાહે છે. એક વખત ખરાબ બાબતોમાં જવા વાળા મિત્રોએ મને કહ્યું કે –
“हिम्मतलाल, तू अपना वसीयत नामा बना ले|”
મારા જે દારૂડિયા મિત્રો લખનૌ, બનારસ બાજુના હતા; તે લોકોએ મારી સમાધિ બનાવવાનું પણ નક્કી કરી; મારા ખાટલા પાસે બેસી રહે. દારૂની પ્યાલી ઉપર પ્યાલી પીધા કરે. સદાચારી મિત્રોએ પણ મને વસીયત નામું લખવાનું કહ્યું . દારૂડિયા મિત્રો માટે મેં આવી રીતે વસીયત નામું બનાવેલું અને સદાચારી મિત્રો માટે આવી રીતે વસીયત નામું બનાવ્યું.
-૧-
મર જાઉં જબ મૈ યારોં, માતમ નહિ મનાના
ઉઠાકે જનાઝા મેરા પ્રભુ નામકો સુનાના
લાકે ચિતાપે મુજકો ઉલ્ફતકે સાથ રખના
કોઈ એક લડકી કે હાથો ચિતાપે આગ લગાના
-૨-
પ્રભુ નામ લેતે લેતે સબ અપને ઘરકો જાના .
માસૂમ લડકિયોંકો અચ્છા ખાના ખીલાના
“અતાઈ “કો ભૂલ જાના સમજો વો થા ફસાના
ઉલ્ફતકો સાથ લેકે, જન્નતકો ચલા જાના
આવી રીતે મારાથી બે પ્રકારના વસીયત નામ બનાવાઈ ગયા. મારા ખાટલા નજીક શરાબી મિત્રો બેઠેલા એ લોકો ઘડી ઘડી મારા મોઢા સામું જોયા કરે. ધીમે મારો શ્વાસ અટકી અટકીને ચાલવા માંડ્યો. દારૂડિયા મિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “अब हिम्मत मरने वाला है; ,चलो उसका जनाज़ा तैयार करें ।”
એક દારૂડિયો બોલ્યો, “अब मरा नहीं है ज़िंदा है।”
સંભાળીને બીજો બોલ્યો, “अरे! जनाज़ा उठाव; कबरस्तान जाते जाते मर जाएगा।”
અને પછી ઠાઠડી ઉપાડી અને કબરસ્તાન સુધી. જોયુતો હજુ મારો શ્વાસ ચાલતો હતો. એટલે એક દારૂડીઓ બોલ્યો, ” अरे! यह तो अभी तक मरा नहीं है। .अब क्या करना? ”
આ સાભળીને વધુ પડતો ગણાતો દારૂડિયો બોલ્યો, ” अरे, साले! उसको दफ़न कर दो। दफ़न कर देनेके बाद वो मर ही जाने वाला है }स्ते उसको संदुक्मे डालके दफ़न कर दो ; और अपने अपने घरको चले जाओ।”
એમ બોલી મારા બધાંજ પહેરેલા ખમીસ અને લેંઘો રહેવા દીધો. પણ એક સજ્જન શરાબી હતો .એ બોલ્યો કે, “उसकी पगड़ी रहने दो; अगर उसको जन्नात्मे चैन नहीं आया तों वो पगडीके जरिये खुदकुशी कर लेगा। ”
મારો થેલો પણ લઇ લીધો. પછી મને પેટીમાં પૂરીને દાટી દીધો. પરલોકમાં ચિત્રગુપ્તને ખબર પડી કે, એક માણસને જીવતો દફનાવાઈ ગયો છે. એને અહી આવવાને તો હજુ દસ વરસની વાર છે.
ચિત્ર ગુપ્તે યમદેવને તાબડતોબ મને કબરમાંથી બહાર કાઢવા માટે મોકલ્યા. યમદેવતા મારી સમાધિ પાસે આવ્યા અને પોતાના પાડાને આજ્ઞા કરી કે, ” કબર ખોદીને જેમાં એ છે; એ પેટી બહાર કાઢ !”
પાડે પોતાના કુન્ધાળા શિંગડાથી ખોદીને પેટી બહાર કાઢી. યમરાજાએ મારી પેટી ખોલી; તો એમાં મને મને જોયો અને મને પૂછ્યું, ” એલા અહી કેમ આવ્યો છો ?”
મેં કીધું, ” મહારાજ! હું મરી ગયો છું; એટલે અહી આવ્યો છું.”
યમરાજા કહે, ” તું નથી મરી ગયો. જા ઘર ભેગો થઇ જા. ”
મેં કીધું, ” મહારાજ! હું મારે ઘરે કેવી રીતે જાઉં? મારી પાસે પૈસા નથી. બધું મારા શરાબી મિત્રોએ લઇ લીધું છે. મારો આખો થેલો જ લઇ લીધો છે. મારા એ થેલામાં મારા પૈસા, મિત્રોના ફોન નંબર વગેરે બધુજ હતું . હવે મારે ઘરે જવું કઈ રીતે? ”
મારી વાત સાંભળી યમરાજા બોલ્યા, ” ચિંતા કરીશ નહિ. હું તુને રાઈડ આપું છું. પાડાના શીગડામાં તારા બે પગ ઘાલીને પાડાની કાંધ ઉપર બેસી જા.”
મેં યમરાજને કહ્યું કે, ” મહારાજ! આ મારા ગામ ફીનીક્ષમાં ટ્રાફિકની જબરી સમસ્યા છે. એક્સીડેન્ટ થાય તો પાડાને તો હોસ્પિટલમાં દાખલ કરે. પણ તમને કોનો માઠો બેઠો છે કે તમને પોતાના ઘરે લઇ જાય? ”
યમરાજા કહે, ” હું પાડાને આકાશ માર્ગે ઉડાડીને લઈ જઈશ.”
” તો તો બહુ ગજબ થઇ જાય. તો તો મીલીટરીવાળાને એવો વહેમ પડે કે, આ ‘અલ કાયદા’ વાળાની નવી શોધ લાગે છે. એટલે એ તોપને ભડાકે દઈ દે. ”
યમરાજ બોલ્યા, ” હું પાડાને અદ્રશ્ય રીતે ઉડાડીશ, એટલે કોઈ જોઈ નાં શકે. ચાલ, હવે બહુ બોલ્યા વિના પાડાની કાંધ ઉપર બેસી જા ”
.હું પાડાની કાંધ ઉપર બેઠો અને યમરાજાએ પાડો ઉડાડ્યો અને પળવારમાં મારા ડ્રાઈવ વેમાં મૂકી દીધો . આ વખતે મારા ઘરવાળાં તુલસીને પાણી પીવડાવી રહ્યાં હતાં. મને જોઇને પાણીનો લોટો ફેંકી દીધો અને ‘ભૂત! ભૂત! ‘ ની બુમો પાડવાં લાગ્યાં.
આ વખતે મારા ઘરમાં ભજન ચાલી રહ્યાં હતાં. ‘ ભૂત! ભૂત! ‘ નો અવાજ સાંભળી સૌ બહાર આવ્યા. એક માણસને મારી ચોટી કાપી આવવાનો વિચાર આવ્યો; એટલે એની ઘરવાળીએ કીધું કે, “તમે ચોટી કાપવા ના જાઓ. એની ચોટી તમારા હાથમાં હશે, તો એ પછી આપણા ઘરમાં આવી જશે. તો મને એ વળગશે; તો પછી તમારી શી વલે થશે? ”
પછી એક સરવણું કરવા આવેલા ગોરબાપાએ કીધું કે, ” આ ભૂત નથી. ખરેખર હિંમતભાઇ જ છે. જો ભૂત હોત ને, તો એને પડછાયો નો હોત .”
પછીતો ઘરમાં લાપસીના આંધણ દેવાણા. સૌ જમ્યા. બધા ખુશ થઇ ગયા મારા ઘરવાળાં બહુ ખુશ થયાં.
मर जाऊ जब मैं यारो! मातम नहीं मनाना
उठाके जनाज़ा मेरा नगमा सुनाते जाना
लाके लहद में मुझको उल्फतके साथ रखना
गंगाके जलके बदले आबे अंगूर छिड़कना ।
तुर्बत्पे मेरी आना शम्मा नहीं जलाना
आबे अंगूर भरके सागार उछल देना
अताई को याद करना मदिरा से जाम भरना
सागर बदल बदलके पि लेना और पिलाना ।
मेरे गुरुको पसंद आया ये मेरी ग़ज़ल पसंद आई अब जख मारती है दुनिया .
સુરશભાઈ અમુક મારી ભૂલોને કારણે બંને ગઝલ સાથે સાથે નથી આવી શકી .
चलो अभी अभी नया नया विद्यार्थी हूँ .इक न इक दिन मुआल्लिमकी बदोलत कामयाबी हासिल करूंगा
मुअल्लिम = शिक्षक बदोलत = ने लिधे
🙂
વાહ આતા વાહ ! સોલ્લિડ મુહરું મેલ્યું છે. યમરાજનો પાડો ગામ આખાને લેવા આવે પણ આતાને તો માથે બેહાડી પાછો મેલી ગ્યો !! યમરાજેય મારો બેટો આ આતાવાણીનો બળુકો ફોટો જોઈ ગ્યો હશે તી એનીય ફેં ફાટી હશે 🙂
’तुर्बत्पे मेरी आना शम्मा नहीं जलाना
आबे अंगूर भरके सागार उछल देना’ — મોજ આવી ગઈ. આભાર.
ચિત્રગુપ્તે યમદેવ ને કહી રાખ્યું હશેકે હવે અતાઈ આતા પાસે ડોકાતો નહિ .નહીતર અશોક મોઢવાડિયા કહે છે તેમ આતાનો નાગ અને આતાની બંધુક તને અને તારા પાડાને (યમલોકમાં ) તારા ઘર ભેગા કર દેશે .દસ વરસ પછી આતા પાસે જા તો આતા પોતાની મેળેજ તારા પાડાની કાંધ ઉપર બેસી જશે. Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________