Daily Archives: ડિસેમ્બર 21, 2011

બહુ વરસો પહેલાની વાત છે .
હું નાગને (cobra )મારા ખુલ્લા  હાથથી પકડી લઉં છું , એ આપને ખબર છે.મને એક વખત નાનકડા નાગના બચ્ચાએ દંશ દીધો અને પરલોકના દરવાઝા  સુધી પહોંચાડ્યો ,અને ત્યાંથી પાછો ફર્યો છું .એ વાત હું આપ સહુ મારા ચાહકો આગળ કહેવા જઈ રહ્યો છું.
એક વખત અમદાવાદના  યુનીવર્સીટી વિસ્તારમાંથી મેં સાપ પકડ્યો .થોડોક  રમાડ્યો ,મિત્રોને બતાડ્યો ,મારા એક મિત્ર જનકરાય ઈચ્છાશંકરના દોઢ વરસના દીકરાના માથા ઉપર મુક્યો ,ખભા ઉપર મુક્યો ,ત્યાંથી સરકીને નીચે આવ્યો,  અને મેં જીલી લીધો .અને મારી થેલીમાં મુક્યો .
આ મારી એ વાક્ય sacથેલીમાં કાગળ પેન વગેરે વસ્તુ પણ હતી .
હું યુની.થી ઘરે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  આવી રહ્યો હતો હું સાઈકલ સવાર હતો. વચ્ચે મને કાગળ પેનની જરૂર પડી ,મેં કાગળ કાઢવા થેલીમાં હાથ નાખ્યો .મને એવાતનું સ્મરણ ના રહ્યું કે થેલીમાં સાપ પણ છે. થેલીમાં હાથ નાખવાની સાથે મને નાગના બચ્ચાએ દંશ દીધો .હું તુર્તજ બાજુની ઓફિસમાં ગયો અને ત્યાં બેઠેલા ક્લાર્ક દેવીસિંહને કીધું .દેવીસિંહ મને સર્પ કરડ્યો છે. એ જગ્યાએ x  આકારના બે ત્રણ રેઝર બ્લેડથી ચરક કરીદે (તમે આ મારી  વાત યાદ રાખજો.  કે સાપના દંશ ઉપર x આકારનો કાપ મુકાય )દયાનો સાગર નરકમાં જવાની બીકથી દેવીસિંહ બોલ્યો , હું  ભામણના દીકરાનું લોહી કાઢું તો નરકમાં પડું .દેવીસિંહના બદલે  તરખાયનો હાથિયો સવદાસ  હોયતો  નરકમાં જવાની બીક રાખ્યા વિના એકને બદલે ત્રણ x ઠોકરડી દ્યે .

દેવીસીન્હેં  નાપાડી એટલે મેં રેઝર બ્લેડ લઇ બે દંશની બે x ના કાપા કર્યા.પણ જરાક મોડું થઇ ગએલું .એટલે થોડુક જેર શરીરમાં પ્રવેશી ચુક્યું હતું .હું દોડતો દોડતો જઈને સર્પને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો .અને પછી. v .s .  હોસ્પીટલમાં પહોંચ્યો . ત્યાં દર્દીઓની લાઈન હતી .નર્સ વાર ફરતી દરેકના કાગળિયાં કર્યે જતી હતી ,અને દર્દીની યોગ્ય વ્યવસ્થા કર્યે જતી હતી .હું લાઈન કાપીને નર્સ પાસે પહોંચ્યો. મેં નર્સને    વાત કરીકે મને સાપ કરડ્યો છે .મારો કેસ પહેલા લ્યો .તે બોલી પેલી જગ્યાએથી લાંબુ ફોર્મ લઇ આવો અને પછી લાઈનમાં આવો ,મેકીધું  બેન મને ચક્કર આવી રહ્યા છે .હું પડી જઈશ અને પડ્યા ભેગા મારા પ્રાણ નીકળી જશે .પણ   किसीको( नर्सको) क्या है वो तो नर्स थी इन्सान थोड़ी थी ?પણ એક જુવાન કે જે કોઈ દર્દીને લઈને આવેલો .એ નર્સ કે ડોક્ટર નોતો એ દોડતો જઈને વ્હીલ ચેર લઇ આવ્યો અને મને વ્હીલચેરમાં બેસાડી લાઇનની પરવા કર્યા વિના નર્સ પાસે પહોંચ્યો .એ જવાનનો ક્રોધિત ચહેરો જોઈ  તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યો .સજ્જન ડોકટરે શાસ્ત્ર વાક્ય वैद्यो नारायणो हरि:વાક્ય સાચું હોય એવો ભાવ મને ડોક્ટર ઉપર આવ્યો. દાક્તરે તુર્તજ એક દર્દીનો કેહવે છૂટો થવાની તૈયારીમાં હતો .તેનો ખાટલો ખાલી કરાવી મને તેની પથારીમાં મુક્યો અને મારી સારવાર આદરી .હું પથારીમાં  ચત્તો સુતો હતો .મારી ઉપર લાઈટમને ઝેર ચડી રહ્યું હતું . મારો અવાજ વિચિત્ર થઇ ગયો હતો મારો શ્વાસ રૂંધાતો હોય એવું લાગતું હતું .મારા ઉપરની લાઈટ એકને બદલે ત્રણ ત્રણ દેખાવા માંડી .બે થી ત્રણ ડોકટરો મારી સારવાર માટે ઉભે પગે હતા દવા, ઇન્જેકશનો ચાલુ હતા .મારી પત્ની અને મા મારી પથારી પાસે બેઠાં હતાં એક મારો મિત્ર હરીસીહ હું ઊંઘી નાજાવું એમાટે સતત જગાડતો હતો .એક વહેમ પ્રવર્તે છે કે સર્પ કરડ્યો હોય એ માણસને  ઊંઘવા નો દેવાય જો એ ઊંઘી જાય તો એની ઊંઘ એની લાંબી ઊંઘમાં ફેરવાય જાય .

આવી પરિસ્થિતિમાં રાતના બે વાગ્યા હશે અને મારી ઉપરની લાઈટ મને એક દેખાણી  મેં મારી પત્નીને વાત કરીકે  હવે તારો ચાંદલો  નહિ ભુંસાઈ  અને ચૂડલો  નહિ ભાંગે .મારી પત્નીએ માને વાત કરીકે  મા હવે તમારા દીકરાને કઈ નહિ થાય હવે સાજા નરવા  ઘરે આવશે . પછી બે દિવસ હોસ્પીટલમાં રહ્યો અને ઘરે આવ્યો .પછી મેં ઝેર કાઢવા માટે રેઝર બ્લેડથી કાપા કરેલા એમાટે  મારે થોડા દિવસ હોસ્પીટલમાં જવું પડતું .મોત વગર મરાતું નથી .અને પંચમ માંડી હોયતો છઠ્ઠ થતી નથી .वोही होताहै जो मंज़ूरे खुदा होताहै